Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મહાવીરનું જીવન
• ૯૩
અને જે પોતાના ગુણે કરી વિશિષ્ટ છે એવા શ્રી વર્ધમાન સ્વામી મને વૃદ્ધિ પામતો એવો સ્વચ્છ અને અતુલ બોધ આપો.
- યશોધર ચરિત્ર संपत्सु महतां चित्तं भवत्युत्पलकोमलम् ।
__ आपत्सु च महाशैल शिलासंघातकर्कशम् ।। – મહત્ પુરુષોનું ચિત્ત સંપત્તિમાં કુમુદપુષ્પ સમાન કોમલ હોય છે, જ્યારે આપત્તિમાં મહાન્ શિખરની શિલાના સંગ્રહ સમાન કર્કશ - કઠણ હોય છે. અહં–ત્યાગ
શ્રી મહાવીરસ્વામી સમીપે ગોશાલે આવી બે સાધુને બાળી નાખ્યા ત્યારે જો જરા ઐશ્વર્યપણું કરીને સાધુની રક્ષા કરી હોત તો તીર્થંકરપણું ફરી કરવું પડત; પણ જેને હું ગુરુ છું, મારા શિષ્ય છે,’ એવી ભાવના નથી તેને તેવો કોઈ પ્રકાર કરવો પડતો નથી. “શરીરરક્ષણનો દાતાર નથી, ફક્ત ભાવ ઉપદેશનો દાતાર છું; જો હું રક્ષા કરું તો મારે ગોશાલની રક્ષા કરવી જોઈએ, અથવા આખા જગતની રક્ષા કરવી ઘટે, એમ વિચાર્યું. અર્થાત્ તીર્થંકર એમ (મારાપણું) કરે જ નહીં. બીજાની નિંદા કર્યા વગર ઊંચા ચડાવવા.
ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને વેદના પ્રશ્નો પૂછ્યા તેનું, સર્વ દોષનો ક્ષય કર્યો છે એવા તે મહાવીર સ્વામીએ વેદના (જ) દાખલા દઈ સમાધાન (સિદ્ધતા) કરી
આપ્યું.
બીજાને ઊંચા ગુણે ચઢાવવા, પણ કોઈની નિંદા કરવી નહીં. કોઈને સ્વચ્છેદ કાંઈ કહેવું નહીં. કહેવા યોગ્ય તો અહંકારરહિતપણે કહેવું. પરમાર્થદૃષ્ટિ રાગદ્વેષ ઘટ્યો હોય તો ફલીભૂત થાય; વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય, પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે.
મોટા પુરુષોની દષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જેનમાં વીશ લાખ જીવો મતમતાંતરમાં પડ્યા છે ! જ્ઞાનીની દષ્ટિએ ભેદભેદ હોય નહીં.
આમ અનેક ગુણોની પરંપરા મળતી જાય છે અને તે મહાવીરજીવનના પ્રસંગો વાંચતાં વિચારતાં તુરત જ સમજી શકાય તેમ છે. તેથી વિશેષ વિવેચન અહીં ન કરતાં અત્ર જ વિરમીએ છીએ.
હૃદય સરોહ જીવન સમજી પોષજો ! જનસેવાનો ધરજો શાશ્વત ધર્મ જો ! પ્રકટ પિતાના પુણ્ય પુરાતન પંથમાં, સ્નિગ્ધ પરસ્પર કરજો કેવલ કર્મ જો !” - સંદેશો એ વ્હાલા વીરચરિત્રનો –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org