________________
વિભાગ-૩ : જૈન મતના સિદ્ધાંતો
ત્રણ તત્વ ૧. ઈશ્વરતત્ત્વ – સદેવતત્ત્વ :
જૈનમાં જે ત્રણ તત્ત્વ કહ્યાં છે તેમાં પહેલાં સામાન્ય રીતે શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. તે તત્ત્વો સવતત્ત્વ, સદ્ગુરુતત્ત્વ અને સધર્મતત્ત્વ છે. જ્યાં સુધી દેવ, ગુરુ, અને ધર્મ એ બાબતનો સતુ રીતે, નિશ્ચય થયો નથી ત્યાં સુધી યથાર્થ જ્ઞાન - આધ્યાત્મિક જ્ઞાન સંભવતું નથી. નિશ્ચયથી આત્માના સહજ ગુણ ઈશ્વરના ગુણ છે, આત્મા આત્માનો ગુરુ છે, અને આત્માનો ધર્મ તે આત્મરણ છે; પરંતુ જ્યાં સુધી આત્માએ સ્વગુણ પ્રાપ્ત કર્યા નથી ત્યાં સુધી તેને સદ્દદેવ, ગુરુ અને ધર્મનું અવલંબન આવશ્યક છે, તે અવલંબન કરવાથી નિસ્વરૂપ સમજાય છે, અને નિજસ્વરૂપને બાધક કર્મનાં આવરણને દૂર કરી શકાય છે.
ઈશ્વરનું લક્ષણ રાગદ્વેષનો અભાવ – વીતરાગતા છે અને તેથી તેને “વીતરાગ' પણ કહેવામાં આવે છે. ઈશ્વરના ભેદ છે. જે સશરીર રહી લોકને બોધ આપી તીર્થને - ધર્મને પ્રવર્તાવે છે તેને “અરિહંત' – “તીર્થકર' કહેવામાં આવે છે કે જે શરીર તયા પછી મોક્ષે જાય છે એટલે “સિદ્ધ થાય છે. કેટલાક મહાત્માઓ કૈવલ્યજ્ઞાન એટલે આત્માના સ્વરૂપને બાધક એવાં “ઘાતી કર્મોને દૂર કરી “સર્વજ્ઞતા' પ્રાપ્ત કરે છે અને પછી તીર્થંકરની પેઠે તીર્થ નથી પ્રવર્તાવતા, અને દેહોત્સર્ગ કરી સિદ્ધ થાય છે. આમને સિદ્ધ થયા પહેલાં “કેવલી' કહેવામાં આવે છે. તીર્થંકરને પણ કેવલ્યજ્ઞાન થયું હોય છે અને તેથી તે “કેવલી’ પણ ખરા, પણ દરેક કેવલી તીર્થંકર નથી હોતા તેથી કેવલીને તીર્થકર એ પદથી ભેદ પાડવા માટે સામાન્ય કેવલી' કહેવામાં આવે છે.
તીર્થકરથી ધર્મનો બોધ થાય છે, ઈશ્વરનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે તેથી તેમને પંચ નમસ્કારમાં (નવકારમાં) “અરિહંત' એ નામથી પ્રથમ પદ આપવામાં આવ્યું છે અને પછી ‘સિદ્ધ’ને બીજું પદ આપવામાં આવ્યું છે, અને ત્યાર પછી સરુને ત્રણ ભેદથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવ્યા છે. તે નવકારમાં પંચ નમસ્કાર છે તે આ પ્રમાણે છે (નમો રિહંતા, નમો સિદ્ધા, નો ગારિયાળ નમો ઉવેખ્વાયા, નમો નો સવ્વસાહૂપ). આ નવકાર મંત્ર દરેક જૈન પ્રાતઃકાળે, દેવદર્શન વખતે, સૂતાં પહેલાં એમ અનેક વખત બોલે છે, અને તેનો એકસો અઢાર મણકાની માળાનો જપ કરે છે.
ઈશ્વર
અહીં ઈશ્વર એટલે તીર્થકર – અરિહંત. જૈન સિદ્ધાંત (dogma) પ્રમાણે તેનામાં ૧૨ ગુણો હોય છે, અને તે ૧૮ દોષથી રહિત હોય છે. ૧૨ ગુણોમાં આઠ પ્રાતિહાર્ય (જેમ રાજાની પાસે પ્રતિહારી રહે તે પ્રમાણે તીર્થંકર પાસે હોય છે તેથી), અને ચાર અતિશય (Excellence) છે.
૮ પ્રાતિહાર્ય – અશોકવૃક્ષ, દેવતાથી થતી પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org