Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મહાવીરનું જીવન
૮૭
પામ્યું. પ્રભુએ આ જાણ્યું તેથી ગર્ભજ્ઞાપન કરાવવાને માટે એક અંગુલિ ચલાયમાન કરી. આથી માતાને નિરાંત થઈ કે “મારો ગર્ભ હજુ અક્ષત છે.'
આ પરથી મહાવીર સ્વામીએ પોતાના અવધિ જ્ઞાનથી જાણી લઈને તે જ ક્ષણે નિશ્ચય કર્યો કે હું ગર્ભમાં છું તે છતાં મારાં માતુશ્રીને આટલો બધો મોહ છે તો પછી હું દીક્ષા લઈશ તો તેમની શી દશા થશે ? આમ વિચારી જ્યાં સુધી માતાપિતા જીવતાં હોય ત્યાં સુધી દીક્ષા નહિ લેવાનો નિશ્ચય કર્યો.
- માતાપિતાનો આપણા ઉપર એટલો બધો ઉપકાર છે કે એનો બદલો કોઈ પણ રીતે આપણે વાળી શકીએ તેમ નથી. આપણે તેમના પ્રત્યે હમેશાં પૂજ્ય ભાવ બતાવવો જોઈએ. મહાવીર પ્રભુએ ઊંચું મનોબલ વાપરી જે ભોગ આપ્યો છે તેવું આપણે કદાચિત ન કરી શકીએ તો પણ આપણે આપણાં માતપિતાને સંતોષ આપી શકીએ એટલું તો કરી શકીએ તેમ છીએ.
તેમની યુવાવસ્થા થઈ ત્યારે માતપિતાની ઈચ્છા તેમને પરણાવવાનો લહાવો લેવાની થતાં તેમને પરણવાનું કહેવામાં આવ્યું. મહાવીર તે ઇચ્છાને માન આપવા માટે પોતાને ભોગાવળી કર્મ છેદવાનું બાકી હતું તે જાણી પરણ્યા. - દરેક તીર્થકરને દીક્ષા લેવાની હોય જ છે. દીક્ષા એટલે સંસારની સર્વ સંપત્તિ ઉપાધિનો ત્યાગ – વૈરાગ્ય. ‘મારાં માતાપિતા જીવતાં તેમને મારા વિયોગનું દુઃખ ન થાઓ એવા હેતુથી હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હમણાં દીક્ષા લેતો નથી' એવું ધારી માતપિતાની હયાતીમાં દીક્ષા ન લીધી; માતાપિતાનો દેવલોકવાસ થયા પછી પોતાના વડીલ બંધુ નંદિવર્લ્ડન પાસે દીક્ષા લેવાની આજ્ઞા માંગતાં તેને માતપિતાનો વિયોગ તાજો જ હતો ત્યાં બંધુવિયોગ થાય એ વિચારથી દુઃખ લાગતાં પ્રભુએ બે વર્ષ સુધી દીક્ષા લેવાનું માંડી વાળ્યું. જોકે તે દરમ્યાન ભાવતિના અલંકારોથી અલંકૃત થઈ નિત્ય કાયોત્સર્ગ ધરતા, બ્રહ્મચર્યમાં તત્પર રહેતા, સ્નાન તથા અંગરાગથી રહિત વિશુદ્ધ ધ્યાનમાં તત્પરપણે એષણીય (શુદ્ધ) અને પ્રાસુક (અચેત) અત્રથી પ્રાણવૃત્તિ કરતા ગૃહવાસમાં રહ્યા.
આ ઉપરથી શ્રી મહાવીર પ્રભુની માતપિતા તથા વડીલ બંધુ પ્રત્યેની પ્રીતિ, તેમની આજ્ઞાધારકતા, કેટલી બધી હતી એ સ્પષ્ટપણે જણાય છે. હાલની પ્રજા આ પરથી અનુકરણ કરી તેવા ગુણોનો આદર કરશે.
દાન, શીલ, તપ અને ભાવના – એ ચાર પાયા પર જેની ઇમારત રચાયેલી છે એવા જૈન ધર્મના અંતિમ પ્રવર્તક મહાવીર સ્વામીએ દાન સંબંધમાં પોતાના ચરિત્રથી શું શીખવ્યું છે તે જોઈએ.
દાન - દીક્ષા લીધી એટલે ત્યાગ પોતે તો કર્યો પરંતુ તે ત્યાગથી અન્ય પર ઉપકાર કરવા અર્થે ત્યાગનો અર્થ દાન પણ થાય છે તે અર્થમાં પ્રભુએ યાચકોને ઇચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપ્યું અને અખૂટ દ્રવ્ય તે રીતે ખર્ચી પ્રજાને દારિદ્રય વગરની કરી. આ રીતે પોતાની પાસે જે હતું તેમાંથી આપ્યું, પણ દીક્ષા લીધા પછી ઈદ્ર પ્રભુના સ્કંધ ઉપર એક દેવદૂષ્ય વસ્ત્ર નાંખ્યું હતું, તેમાંથી પણ અધું વસ્ત્ર આપી દીધું હતું. પ્રભુના દાનનો ઉપયોગ લીધા વગરનો એક વૃદ્ધ દરિદ્ર બ્રાહ્મણ હતો તેણે જ્યારે દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org