Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૬૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
એના ખલાસીઓ દૂર દેશમાં પ્રસિદ્ધ હતા, અને હિન્દુસ્તાનની કારીગરીની ચીજો પૃથ્વીને છાઈ રહી હતી એ દિવસો ક્યા ? એ એ જ દિવસો કે જ્યારે દ્રવ્ય કરતાં ધર્મ વધારે વહાલો હતો, રાજા કરતાં જ્ઞાની મોટો ગણાતો, અને રાજાઓ ઋષિઓને ગુરુ કરીને નમતા.”
–મિસિસ એની બેસંટ “ મહાવીરનો જન્મ થયા પહેલાં બ્રાહ્મણના ચાર વેદ, નિઘંટુ, અને ઇતિહાસ (કદાચ પુરાણો - અલબત્ત હાલ ગણાતાં પુરણોમાંનાં કેટલાંક પુરાણ) વિદ્યમાન હતાં એવું કલ્પસૂત્રમાંથી માલૂમ પડે છે, કારણકે જ્યારે દેવાનંદાના ગર્ભમાં મહાવીર આવ્યા ત્યારે તેણીને જે ઉત્તમ સ્વપ્નમાં આવ્યાં હતાં તેનાં ફલ જ્યારે પોતાના પતિને પૂછવામાં આવ્યાં હતાં ત્યારે તેણે જણાવ્યું કે પુત્ર આવશે. તે ઉક્ત વેદ, આદિમાં નિપુણ થશે.”
ચાર વેદનાં નામ ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. આ સમયમાં બ્રાહ્મણોના જુદાજુદા અભિપ્રાયો હતા, તે દૂર રાખીને ઋગ્યેદ સંબંધી બોલીએ તો તેમાં જે વિચિત્ર અને રસપ્રદ માન્યતાઓ આપેલી છે, તેની ઘણી થોડી અસર જનસમાજ પર હતી. તેની અંદર જે દેવતાઓ – પૃથ્વી, પૂષનું, આદિત્ય, ચંદ્ર આદિનું વર્ણન કર્યું છે તેમાં અગ્નિ, સોમ, વજનો વધારો કરવામાં આવ્યો તેથી જૂના દેવતાઓનું પ્રાધાન્ય ઘટી ગયું. યજ્ઞની વિધિ અને મંત્રમાં રહેલ જાદુ ગૃહસ્થવર્ગને અપ્રિય થઈ પડ્યો, કારણકે તેમાં ગૂંચવણી અને ખર્ચ બહુ રહેતાં હતાં. એવી ઘણી માન્યતાઓ કે જે આર્યલોકમાં સામાન્ય રીતે પ્રચલિત હતી તે પણ વેદમાં જણાવેલી નથી. તેમાં ત્રણ પ્રમાણ છે.
(૧) બૌદ્ધ ગ્રંથોમાં પ્રથમના ત્રણ વેદનાં નામ આપેલ છે, પણ ચોથા અથર્વ વેદનું નામ ક્યાંય પણ દર્શાવેલું નથી. (આમ પ્રો. રૂહાઈસ ડેવિસ કહે છે.) આથી એમ જણાય છે કે તેમાં આપેલ મંત્રોનો સંગ્રહ ચમત્કારિક અસર કરવામાં ઉપયોગ કરવા અર્થે બૌદ્ધ ધર્મ ઉદ્ભવ્યો તે પહેલાં ઘણા વખતથી એકત્રિત કરવામાં આવ્યો હતો, પણ તે સમયની પહેલાં તુરત જ વેદ તરીકે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ અધ્વર્યુએ ઋિત્વિજે સ્વીકાર્યો હતો – પ્રથમના ત્રણ વેદ કરતાં જોકે ઊતરતો, પણ વેદ એ નામથી સ્વીકાર્યો હતો.
બ્રાહ્મણ કે વૈદિક સંપ્રદાયના ગ્રંથોમાં પણ ‘વેદત્રયી' શબ્દ મળે છે જેમાં ઋગ્વદ, યજુર્વેદ, સામવેદનો નિર્દેશ છે. અથર્વવેદ ઋગ્વદ જેટલો જ પ્રાચીન છે એમ માનવા માટે કારણ છે. તેમ છતાં દેવતાઓની સ્તુતિ ઉપરાંત અભિચાર, ઔષધિઓ વગેરે અંગે મંત્રો છે તેથી શક્ય છે કે વેદ તરીકે તેને સ્થાન આપવામાં સંકોચ થતો હશે, જોકે ચાર વેદમાં તો તેને સ્થાન મળ્યું જ છે. આર્યેતર લોકોના વિચારોની અસર ઉપનિષદો તેમજ ભારતીય દાર્શનિક વિચારો તેમજ વેદમાં ઘણાને જણાય છે અને હશે જ કારણકે લોકો વ્યવહારમાં જે આશ્વાસનરૂપ લાગે એ અપનાવી લે અને તેવા ઘણા લોકો હોય તો મૂળ પ્રવાહને પણ તેનો સ્વીકાર કરવો પડે.'
(૨) મહાભારતમાં એવા કયા ધાર્મિક વિચારો છે કે જે ઈ.સ. પૂર્વે ૭મા સૈકામાં અસ્તિત્વ ધરાવતા હોય તે બરાબર જાણી શકાતું નથી; કારણકે તે મહાકાવ્ય બે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org