Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૮૨
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
૧. પ્રાણીમાત્રને જીવવાનો એકસરખો હક્ક છે, માટે “જીવો અને જીવવા દ્યો' (Live and let live)નો સિદ્ધાંત. હિંચાતુ – અહિંસા પરમો ધર્મનો સિદ્ધાંત : એટલે કે નિત્તિ સેલ્થ મૂલ્સ વેરું મુક્યું ને ક્રેડુિં – સર્વ જીવો પ્રત્યે – મનુષ્ય કે પશુપંખી, જુલમી કે નિષ્પાપી – સર્વ પ્રત્યે મારે મૈત્રી છે. મારે કોઈ સાથે વેર નથી – આ ભાવનાથી અહિંસાત્મક રહી અહિંસાના શાસન - ફરમાનને વળગી રહી સર્વ પ્રવૃત્તિ કરો – વ્યવહાર કરો. ‘સવિ જીવ કરું શાસન રસી, ઇસી દયા (ભાવદયા) મન ઉલસી” એ પ્રકારની મહાવીરની ભાવના હતી. આ ભાવનાને સંગત રહીને સર્વે જાતના વર્ણ, વર્ગ, જાતિ વગેરેના ભેદભાવને ત્યાગી સર્વની સમાનતા છે એ સત્ય પ્રકાશિત કર્યું
૨. પોતાના કલ્યાણ માટે કોઈ ઇતર બાહ્ય શક્તિ ઉપર કે તેના પ્રસાદ (Favour) ઉપર આધાર કે અપેક્ષા ન રાખતાં સ્વશક્તિનું અવલંબન લેવાનો સ્વાવલંબનનો સિદ્ધાંત.
આ બે સત્યોના પ્રકાશનની તે યુગમાં અત્યંત જરૂરી હતી. જોકે તે સત્યો તદ્દન સાદાં અને એક બાળકથી પણ અજ્ઞાત રહી ન શકે તેવાં સર્વવિદિત છે તોપણ જ્યારે તેવી સંભાવનાઓનો લોપ થવા બેઠો હોય છે ત્યારે આખા દેશને બલ્ક આખા જગતને ઘણીવાર તેનું એકસાથે વિસ્મરણ થઈ જાય છે અથવા બીજી પ્રબળ વિરોધી ભાવનાઓની સત્તામાં તે દબાઈ જાય છે.
તે કાળે પણ તેમજ થવા પામ્યું હતું. લોકો આત્મકલ્યાણના મુખ્ય નિશ્ચયોની અવગણના કરી પોતાના હિતસાધન તરીકે નાનાંમોટાં અસંખ્ય દેવદેવીઓને સંતુષ્ટ રાખવા માટે પ્રાણીહિંસાયુક્ત યજ્ઞયાગાદિકની ભ્રમજાળમાં પડ્યા હતા. આ હિંસાપ્રધાન ધર્મને નામે ચાલતી ક્રિયાઓ સામે મહાવીરે સખ્ત લડત ચલાવી જીવદયાનો સિદ્ધાંત ફેલાવ્યો, કે જે માટે અનંત મૂંગાં પ્રાણીઓ પોતાની મૂક વાણીમાં આજે પણ તે પ્રભુનો ઉપકાર ગાય છે.
હવે બીજી દૃષ્ટિથી જોઈએ ?
"When the religion formerly received in rent by discords, and when the holiness of the professors of religions decayed and full of scandal, and withal the times be stupid, ignorant, and barbarous, you may doubt the springing up of a new sect; if then also there should arise any extravagant and strange spirit to make himself author thereof. If a new sect have not two properties, fear it not, for it will not spread; the one is the supplanting, of the opposing of authority established - for nothing is more popular than that; the other is the giving license to pleasures and a voluptuous life, for as for speculative heresies (such as were in ancient times the Arians, and now the Arminians), though they work mightily upon men's wits, they
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org