Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૮૦
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
'पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्झ, एवं दुःक्खा पमोक्खसि । - बन्धमोक्खो च तुज्झ अज्झत्थमेव ।'
– હે પુરુષ ! તું તારા આત્માને જ આશાતૃણાથી દૂર રાખ, જેથી દુઃખથી મુક્ત થશે – બંધ અને મોક્ષ એ બંને તારા અંતરમાં જ છે.
વ્યક્તિ કે રાષ્ટ્રના ઉદ્ધાર માટે તેમણે જે સ્વાવલંબનનો – આત્મબલ (Soul-force) પર જ નિર્ભર રહેવાનો માર્ગ બતાવ્યો છે તે પૂર્ણ સત્ય અને સનાતન છે. પુરુષ કે દેશને બન્ધનમાંથી મુક્ત કરનાર અન્ય કોઈ નથી પણ કેવલ આપણું પોતાનું જ સમ્યગ્દર્શન, જ્ઞાન અને આચરણ છે. શુદ્ધ શ્રદ્ધાપૂર્વક, સદસવિવેકબુદ્ધિને જાગ્રત રાખી જો આપણે સદાચારનું યથાર્થ પાલન કરીશું તો અવશ્ય આપણે પરાધીનતામાંથી મુક્તિ મેળવીશું. એ મહાવીરનો આર્યપ્રજાને એક, નિત્ય અને અમોઘ ઉપદેશ છે.
पढमं णाणं तओ दया, एवं चिठ्ठइ सव्वसंजए । अणाणी किं काही, किं वा णाही छेय पावगं ।। सोच्चा जाणइ कल्लाणं सोच्चा जाणइ पावगं ।
उभयपि जाणइ सोचा जं छेयं तं समाचरे ।। પહેલું જ્ઞાન છે અને પછી દયા છે. એમ સઘળા સંયતી – સાધુઓ પ્રવર્તે છે. (કેમકે) અજ્ઞાની શું કરશે ? – કરી શકે ? તેમાં શું શ્રેય છે, શું પાવક-પાપ છે એટલે શું સારુંનરસું – ભલું ભૂંડું છે તે શું જાણશે - જાણી શકે ?
જે કલ્યાણ (રૂપ) છે તે સાંભળીને જે જાણે, અને જે પાપ (રૂપ) છે તે સાંભળીને જાણે, – એ બંનેને એટલે શ્રેય અને પાપ – ધર્મઅધર્મ – કર્તવ્ય અકર્તવ્યને સાંભળીને જે જાણે તે જ શ્રેયરૂપ જે છે તેને આચરે. (ઉપદેશપદ ટીકાકારે ઉલ્લેખેલી ગાથા. પૃ.૧પ૧)
संसयं परियाणतो संसारे परिन्नाते भवति ।
संसयं अपरिजाणओ संसारे अपरिण्णा ते भवति ।। - જે સંશયને જાણે છે તે સંસારને પણ જાણે છે, જે સંશયને નથી જાણતો, તેણે સંસાર પણ જાણ્યો નથી.
- આચારાંગ સૂત્ર અ. ૫, ૬-૧, ગા. ર૬૭ (૫) લોકોના રાગદ્વેષ સ્વચ્છેદે ન દોરાઈ જાય તે માટે વિકટ આચારમાર્ગની ઘટના કરી; અને તેમાં બે ઉત્તરોત્તર માર્ગ કરી ઉચ્ચ પ્રતિના માટે – સાધુ માટે સાધ્વાચાર - સાધુધર્મ અને તેથી ઊતરતી પંક્તિના ગૃહસ્થ વર્ગ માટે શ્રાવકાચાર – શ્રાવકધર્મની ઘટના કરી. “શ્રાવક અને સાધુના માર્ગ – ગૃહસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમમાં વિશિષ્ટ પદ તેમણે સન્યાસને આપ્યું. ચારે વર્ણને સંન્યાસના અધિકારી બનાવ્યા. સંન્યાસ પરત્વે સ્ત્રીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તેનો અસ્વીકાર કરી ચંદનબાળાને પોતાની પ્રથમ સાધ્વી બનાવી. સંન્યાસ વિના મનુષ્ય જીવનનો ઉદ્ધાર સંભવી શકતો જ નથી એ આત્મજીવથી સિદ્ધ કરી બતાવ્યું.”
(૬) મનુષ્યને પોતાના સ્વાર્થ માટે કોઈનો વધ કરવાની સત્તા નથી. સર્વ જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org