Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મહાવીરનો પ્રાદુર્ભાવ
૭૩
પછી પાછળ પડી રહેલા પિંજર જેવી સ્થિતિ પ્રત્યેક સ્થળે બની રહી હતી. ઉન્નતિક્રમ અને પ્રગતિશીલતાનાં ચક્રો જૂના વિચારના કીચડમાં એટલી હદે ખેંચી ગયાં હતાં કે તેને પાછાં સડક ઉપર ચાલતી સ્થિતિમાં મૂકવા માટે એક વીર આત્માની જરૂર હતી.”
મહાવીર પ્રભુના આવિર્ભાવકાલે કેવી વસ્તુસ્થિતિ વર્તતી હતી તેનું વર્ણન મિ. દત્ત આ પ્રમાણે આપે છે :
Such was the state of things in India in the Sixth century before Christ. Religion in its true sense had been replaced by forms. Excellent social and moral rules were disfigured by the unhealthy distinctions of caste, by exclusive privileges for Brahmins, by cruel laws for Shudras. Such exclusive caste privileges did not help to improve the Brahmans themselves. As a community they became grasping and covetous, ignorant and pretentious until Brahman Sutrakaras themselves had to censure the abuse in the strongest terms. For the Sudras who had come under the shelter of the Aryan religion, there was no religious instruction, no religious observance, no social respect. Despised and degrraded in the community in which they lived, they sighed for a change; and the invidious distinction became unbearable as they increased in number, pursued various useful industries, owned lands and villages and gained in influence and power. Thus society was held in cast-iron mould which it had long out-grown and the social, religious and legal literature of the day still proclaimed and upheld the cruel injustice against the Sudra long after the Sudra had become civilized and industrious and a worthy member of society.
- Romesh Chandra Dutt. આનું ભાષાંતર રા. સુશીલ આ પ્રમાણે કરે છે ?
ર૫૦૦ વર્ષ પહેલાં આર્યાવર્તની સ્થિતિ આવી હતી : ધર્મની યથાર્થ ભાવનાનો નાશ થઈ તેનું સ્થાન અર્થહીન આચારવિચારે લીધું હતું. ઉત્તમ સામાજિક અને નૈતિક નિયમો, દુષ્ટ જ્ઞાતિભેદથી અને બ્રાહ્મણો માટે ખાસ હક અને શૂદ્રો માટે ઘાતકી ધારાઓથી વિકૃત થયા હતા. આવા જ્ઞાતિજન્ય વિશેષ અધિકારથી બ્રાહ્મણોની સ્થિતિ ઊલટી બગડવા પામી. આખા સમાજ તરીકે તેઓ એટલી હદે લોભી, લાલચુ, અજ્ઞાન અને અભિમાની બની ગયા કે બ્રાહ્મણ સૂત્રકારોને પણ વસ્તુસ્થિતિની ઘણી સખત ભાષામાં ઝાટકણી કાઢવી પડી હતી. શૂદ્રો કે જેઓએ આર્ય ધર્મના છત્રતળે આશ્રય લીધો હતો તેમને માટે ધાર્મિક શિક્ષણ, વ્રત, અને ક્રિયાનો નિષેધ હતો. સામાજિક સન્માન તેમને માટે મુદ્દલ નહોતું, અને સમાજમાં તેઓ વસતા હતા પણ તેમના તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org