Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૭૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
તિરસ્કાર અને ધિક્કાર પામવાથી તેઓ કાંઈક પરિવર્તન માટે આતુરતાથી રાહ જોતા હતા; અને જેમ જેમ તેઓની સંખ્યા વધતી ચાલી, ઉપયોગી હુન્નર, ઉદ્યોગમાં પ્રવિણ થતા ગયા, જમીન અને ગામોના માલિક બનતા ગયા, અને તેમનો પ્રભાવ અને સત્તા વિસ્તરતાં ગયાં તેમતેમ આવી દ્વેષયુક્ત જ્ઞાતિભિન્નતા તેમને અસહ્ય થતી ગઈ. આ પ્રમાણે આખો સમાજ વતુલ્ય દઢ ખોખામાં ગોંધાઈ રહ્યો હતો. શૂદ્રો સભ્યતા અને ઉદ્યોગમાં આગળ વધવા છતાં અને સમાજના સભ્ય તરીકે લાયક થવા છતાં તે કાલનું સામાજિક ધાર્મિક અને કાયદા સંબંધીનું સાહિત્ય તેમના પ્રત્યે અધમ ન્યાય વર્તાવી રહ્યું હતું.”
“ઉન્નતિનાં આવાં અવરોધક કારણો દૂર કરવા માટે એક પ્રબળ શક્તિમાન વીર આત્માના પ્રાદુર્ભાવની જરૂર હતી. ઘણા કાળના એકત્ર થયેલા કચરાના ઢગલાઓને ઝાડી કાઢ્યા વિના સમાજથી એક પગલું પણ આગળ વધાય તેમ નહોતું. જીવનના આત્મિક અંશોને મૂર્છાવસ્થામાંથી પાછા ચેતનવંત કરવા માટે એક જીવનપ્રદ અમૃતપ્રવાહની આવશ્યકતા હતી. તે કાલે જીવનવ્યવહાર તદ્દન પ્રાકૃત કોટિનો થઈ ગયો હતો, અને તેથી લોકોની લાગણીનું બળ ઠંડું થવાથી પરમાર્થ પ્રવૃત્તિનો વેગ શિથિલતાને પામ્યો હતો; કિયા, રૂઢિ, અને અર્થહીન મંતવ્યોના પ્રાબલ્યથી સામાજિક
જીવનમાં એકમાર્ગીપણું (monotony) વ્યાપી ગયું હતું. લોકહૃદયની કરમાઈ ગયેલી ઉચ્ચ વૃત્તિઓને પુનઃ પ્રફુલ્લ કરવા માટે વૃષ્ટિની રાહ આતુરતાપૂર્વક જોવાતી હતી. ધર્મભાવનાના નારા સાથે પ્રજાજીવનની સમસ્ત ભાવનાઓને આઘાત પહોંચ્યો હતો. આ બધા અંતરાય તોડવા માટે એક વિશિષ્ટ શક્તિનું પરિસ્ફોટન થવું જ જોઈએ.”
મુનિ મહારાજ શ્રી જિનવિજયજીના શબ્દો અત્રે નોંધવા જેવા છે :
“ભારતવર્ષ ધર્મપ્રધાન દેશ છે. ભારતની પ્રજાની બહુમૂલ્ય સંપત્તિ તે તેની ધર્મભાવના છે. ધાર્મિક સત્તા એ ભારતીય પ્રજાના મતે સર્વોપરી સત્તા છે. જેમ એ ધર્મપ્રિયતાએ ભારતવર્ષને સંસારમાં સર્વશ્રેષ્ઠપણું સમપ્યું છે તેમ તેને હીણપણું પણ તેણે આપ્યું છે. જેમ એક જાતની ધર્મપ્રિયતાએ ભારતને જગતના ગુરૂપદે સ્થાપ્યું છે તેમ બીજી જાતની ધર્મપ્રિયતાએ તેને જગતમાં ગુલામીના આસને પણ બેસાડ્યું છે. એમાંથી પ્રથમ પ્રકારની ધર્મપ્રિયતાને હું ‘આદર્શ શ્રદ્ધાનું નામ આપું છું, (કે જે ધર્મશ્રદ્ધાને પરિણામે આ પ્રકરણના મથાળે મિસિસ એની બેસંટનાં વાક્યોનું રહસ્ય સમજી શકાશે.) અને બીજા પ્રકારની ધર્મપ્રિયતાને “અંધશ્રદ્ધા' તરીકે જણાવવા ઇચ્છું છું. ભગવાન્ મહાવીરના અવતાર સમયે આદર્શ શ્રદ્ધાનો લોપ થઈને, દેશમાં અંધશ્રદ્ધાનું વાતાવરણ છવાઈ રહેલું હતું. અંધશ્રદ્ધાની પરાધીનતા વિદેશી સત્તાની નીચેની પરાધીનતા કરતાં વધારે બન્ધનકારક અને વધારે સ્વાતંત્ર્યવિઘાતક હોય છે. સત્તાની ગુલામીમાંથી મુક્ત થવું સહેલું છે, પરંતુ શ્રદ્ધાની ગુલામીમાંથી મુક્ત થવું કઠિન છે. શ્રદ્ધાની ગુલામીએ સંસારમાં જેટલો ક્ષોભ અને ઉદ્વેગ મચાવ્યો છે તેટલો સત્તાની ગુલામીએ નથી મચાવ્યો. જગતમાં હિંસા અને અધર્મના સામ્રાજયનું કારણ મૂળ અંધશ્રદ્ધા જ છે. આવી અંધશ્રદ્ધાની સત્તામાં તે વખતનું ભારતવર્ષ જોડાયેલું હતું.” આ અંધશ્રદ્ધાનું વર્ણન તે મુનિશ્રી અર્થગંભીર શબ્દોમાં આગળ જતાં કહે છે કે “ધર્મગુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org