Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધર્મપ્રવર્તક તરીકે મહાવીર
બ્રાહ્મણો બ્રહ્મ-ચિંતા છોડી દ્રવ્યચિંતાના મોહમાં સપડાયા હતા, અને તેના લીધે ધર્મગુરુના ઝબ્બા નીચે તેઓ જાત્યભિમાન, કુલાભિમાન અને સત્તાભિમાનનાં અનેક છૂપાં પહેરણો પહેરી રહેતા હતા. ધર્મ-કર્મની સર્વ સત્તા તેઓ પોતાના કબજે કરી બેઠા હતા અને જેઓ તેમના એ ઝબ્બાને માન આપી તેમનું પ્રભુત્વ સ્વીકારતા તેમને જ તેઓ આસ્તિક કે આર્યનો ખિતાબ આપી તેમના માટે મોક્ષનાં દ્વાર તેઓ ઉઘાડાં રાખતા. તે સિવાયના લોકો તેમના મતે શૂદ્ર, વ્રાત્ય, અનાર્ય કે નાસ્તિક ગણાતા અને તેઓ મોક્ષના અધિકારી કહેવાતા. એક તરફ તેઓ આવી રીતે પોતાના વિરોધીઓને તિરસ્કારતા અને બીજી તરફ તેઓ પોતાના ભક્તોને પણ યજ્ઞ-યાગના મહાન આડંબરો અને દક્ષિણાના જબરદસ્ત કોથી અપ્રીતિ ઉપજાવતા. દેશ બહારની જે પ્રજાઓ ભારતવર્ષનો આશ્રય લેવા આવતી તેમને અસ્પૃશ્ય અને અયોગ્ય (અનાર્ય) કહીં - ધર્મ અને જ્ઞાનના અધિકારી બતાવી મનુષ્યતાની કોટિમાંથી પણ બહિષ્કૃત કરતા-કરાવતા. અશ્વમેધ, છાગમેધ, ગોમેધ, નરમેધ જેવા હિંસક યજ્ઞોમાં જીવઘાત કરી સદય અને ઉદાર આર્યોનાં અંતઃકરણ દુભાવતા. દેશમાં આવી રીતે અંધશ્રદ્ધાના યોગે દ્વેષ, ક્લેશ અને ઘૃણાની ભાવના સર્વત્ર ફેલાઈ રહી હતી, અને ધર્મના નામે અધર્મનું રાજ્ય ચાલી રહ્યું હતું.” – ‘મહાવીર’ (ચૈત્ર શુદ ૧૩ વીરાત્ ૨૪૪૭)
૬. ધર્મપ્રવર્તક તરીકે મહાવીર
મુનિશ્રી જિનવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો એવા જ સમયમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. “આર્યપ્રજાનું (બ્રાહ્મણોનું) ધર્મના નામ નીચે આવું (ઉપર વર્ણવ્યા મુજબનું) અધર્માચરણ જોઈ તેમનું (મહાવીરનું) મન ઉદ્વિગ્ન થયું. અંધશ્રદ્ધાના બલિ થયેલા લોકોને પોતાના ઐહિક સુખ માટે અસંખ્ય પ્રાણીઓનો સંહાર કરતા જોઈ તેમનું દયાલુ હૃદય થરથરી ઊઠ્યું. તેમના અગાધ અંતઃકરણમાંથી ઊંડો ધ્વનિ ઊઠ્યો કે -
"वुज्झाहि खत्तियवरवसहा । सयलजगज्जीवहियं पवत्तेहि धम्मतित्थं । हिय सुय निस्सेयसकरं सव्वलोए सव्वजीवाणं भविस्सइति ॥ "
હે ક્ષત્રિયવ૨ શ્રેષ્ઠ ! ઊઠ, જગતના સકલ જીવોના હિતાર્થે ધર્મતીર્થ પ્રવર્તાવ ! તારો ધર્મ બધા જીવોને હિત(કર), સુખ(કર) અને નિઃશ્રેયસ્કર થશે !
પોતાના અંતઃકરણમાં ઊઠેલા આવા (દિવ્ય) અવાજને માન આપી એ ક્ષત્રિયકુલ નેતાએ સર્વસ્વનો ત્યાગ કીધો અને પૂર્ણ નિર્પ્રન્થ બની જગતના ઉદ્ધારનો માર્ગ ખોળી કાઢવા માટે નિર્જન વનોની ગહન ઝાડીઓનો આશ્રય લીધો. સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યાના અંતે એ મહાવી૨ નરને મુક્તિનો માર્ગ પ્રત્યક્ષ જણાયો અને પછી તદનુસાર જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષો સુધી સતત પરિભ્રમણ કરી” આર્યપ્રજાને તેમણે પોતાના મોક્ષમાર્ગનો સાચો સદ્બોધ આપ્યો.
આ વિકટ મામલામાં સાહિત્યસમ્રાટ ડૉક્ટર રવીન્દ્રનાથ ટાગોર કહે છે તેમ Mahavira proclaimed in India the message of salvation that religion is a reality and not a mere social convention. That
—
Jain Education International
૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org