Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધર્મપ્રવર્તક તરીકે મહાવીર
બ્રાહ્મણોએ ઊભી કરેલી વર્ણવિષમતા જાતિભેદ (પોતાનું આધિપત્ય અને અન્ય વર્ણનું અધિકારીપણું અને કનિષ્ઠપણું), વૈદિક હિંસા-યજ્ઞાદિ, અનેક દેવોનું અસ્તિત્વ કલ્પનાથી ઉપજાવી કાઢી તેને તુષ્ટમાન કરવા માટે કપોળકલ્પિત યોજેલી પૂજાવિધિઓ – પ્રાયશ્ચિત્ત, ખાનપાન શયનાદિ હમેશની ક્રિયા માટે ઉપજાવેલ કર્મકાંડ વગેરે રૂઢિઓ પ્રચલિત હતી. તે સર્વને તિલાંજલિ આપવા માટે મહાવીરે સતત આપેલ ઉપદેશ અને આદેશ; તેમજ અહિંસા અને સમાનતાનો વીસંદેશ એટલો બધો વેગવાન હતો કે ભારતવર્ષના ચારે ખૂણામાં ફરી વળ્યો. આથી લોકો પરનો – બ્રાહ્મણેત૨ લોકો પરનો જુલમ જવાથી તેમનું સાંત્વન થયું.
આથી જ કહેવામાં આવ્યું છે કે
હોમહવનાદિક લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ, તીર્થંકર ભગવાને (વીરપ્રભુએ) પોતાના કાળમાં દયાનું વર્ણન ધણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયા સંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી; કેમકે તેઓ (જૈન) પંચેંદ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેંદ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાનો માર્ગ વર્ણવ્યો છે.
રાજાઓ મહાન સત્તા દરેક સંબંધે લોકો પ૨ ધરાવે છે અને તેનું આચરણ લોકોને અનુકરણ રૂપ થાય છે એટલું જ નહીં, પરંતુ તેના પ્રભાવથી અનેક પ્રજાજનો તેના પ્રત્યે આકર્ષાય છે, આથી મહાવીરે પોતાના સર્વમાન્ય ઉપદેશથી ઘણા રાજાઓને મુગ્ધ કર્યાં અને તે એટલી બધી હદે કે કેટલાકોએ પોતાનું રાજ્યપાટ છોડી દઈ મહાવીર પાસે દીક્ષા લઈ સાધુનું ભીષણ વ્રત સ્વીકાર્યું; અને ઘણાઓ મહાવીરના ધર્મનુયાયી થયા. આથી લોકો પર વિશેષ પ્રકારનો પ્રભાવ પડ્યો.
આમ છતાં મહાવીરે બળાત્કારે પોતાના વિચાર અને સિદ્ધાંતો રાજા કે પ્રજા ૫૨ ઠસાવવાનો આગ્રહ રાખ્યો નથી.
મહાવીરે દેશની પ્રચલિત ભાષામાં સાદી અને સરલ રીતે સત્યના પ્રભાવને જનહૃદયમાં અંકિત કર્યો; અને આત્મધર્મના સ્વરૂપને તેના ગૌરવ-સ્થાન ઉપર પ્રતિષ્ઠિત કરી લોકોને ઘણા કાળની મોહિનદ્રામાંથી જગાડ્યા. લોકભાષામાં પોતાના આદર્શો મૂક્યા. આ આદર્શો શું હતા તે સંબંધમાં ૨૨. પરમાનન્દ કુંવરજીના વિચાર મનનીય હોઈ અત્ર ટાંકીએ છીએ :
“ભગવાન મહાવીરે જૈન ધર્મનો પુનરુદ્ધાર કર્યો એટલે કે જૈનના જે વિશિષ્ટ આદર્શો ગણાય તે સમાજજીવનમાં લુપ્ત થતા જતા હતા તેની સમાજશરીરમાં પુનઃ પ્રતિષ્ઠા કરી. આ આદર્શો શું ?` અહિંસા, સત્ય અને સંન્યાસ. જેનો ભગવાન મહાવીરે ઉપદેશ કર્યો તે જ આત્મજીવનમાં તેમણે જીવી બતાવ્યું. તેમના જીવનની સમીક્ષા કરીએ તો ઉક્ત ત્રણ આદર્શો સવિશેષ પ્રત્યક્ષ થાય છે. યજ્ઞયાગાદિકમાં તેમજ ૧. સરખાવો દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા धम्मो मंगल मुक्कि अहिंसा संजमो तवो અહિંસા, સંયમ અને તપ એ ધર્મ છે – ઉત્કૃષ્ટ મંગલ છે. આવો વિશાળ સિદ્ધાંત મહાવી૨શાસનમાં ગાજી રહ્યો છે.
Jain Education International
૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org