Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ચંદ્રલેખા જેવી વાસવદત્તા જોવામાં આવી; તેણીએ ઉદયનને કામદેવ જેવો સવગસુંદર જોયો. પછી વાર્તાલાપ સંલાપ થયો. અને મનસંયોગ થતાં પછી શરીસંયોગ થયો. આ વાત એક દાસી જાણતી હતી; તે વિશ્વાસુ હોવાથી કોઈએ જાણ્યું નહિ અને બંને સુખમાં કાળનિર્ગમન કરવા લાગ્યાં.
એક વખતે અનલગિરિ હાથી બંધસ્થાન તોડી મહાવતોને પાડી નાંખીને વેચ્છાએ છૂટો થઈ ગયો અને ભમતો લોકને ક્ષોભ કરવા લાગ્યો. રાજાએ તેને કેમ વશ કરવો એ ત્યાં રહેલ અતિચતુર અભયકુમાર (મગધપતિ શ્રેણિકનો પુત્ર)ને પૂછ્યું એટલે તેણે ‘ઉદયનની પાસે ગાયન કરાવો કે વશ થશે એમ કહ્યું. ઉદયનને તેમ કહેતાં વાસવદત્તા સાથે જઈ ગાયન કરી હાથીને વશ કરી લીધો.
એકદા રાજા અંતઃપુર પરિવાર સહિત ઉજાણી અર્થે નગર બહાર ઉદ્યાનમાં ગયો. ત્યાં ગાંધર્વગોષ્ઠીની શરૂઆત કરી. વાસવદત્તા અને વત્સરાજને પણ બોલાવ્યાં. વત્સરાજે તેણીને જણાવી દીધું કે આજે વેગવતી હાથણી પર બેસી છૂટવાનો વખત છે; આથી રાજકન્યાએ વેગવતી હાથણી મંગાવી અને તેમાં ઉદયનની આજ્ઞાથી બંને પડખે તેના મૂત્રના ઘડાઓ બાંધ્યા. પછી વત્સરાજ, વાસવદત્તા, પેલી દાસી, મહાવત એમ તે પર બેઠાં અને નાઠાં. પાછળ રાજાએ યોદ્ધાઓને અનલગિરિ હાથી તૈયાર કરાવી તે પર બેસાડી તેને પકડવા રવાના કર્યા. હાથી લગભગ નજદીક પહોંચી ગયો
ત્યાં ઉદયને એક મૂત્રનો ઘડો પૃથ્વી પર પછાડી ફોડી નાંખ્યો. તે સૂંઘવા હાથી ક્ષણવાર ઊભો રહ્યો. બીજી વાર નજીક આવતાં બીજો, એમ ચારે ઘડા ફેંકી ખલાસ કર્યા અને સો યોજન પ્રથ્વીને ઓળંગી કૌશાંબી નગરીમાં પેસી ગયો. ત્યાં તો કૌશાંબીપતિની સેના યુદ્ધાર્થે તૈયાર થઈ ગઈ. આથી અનલગિરિ હાથીને પાછો વાળી યોદ્ધા પાછા ફર્યા અને ઉજેણી આવ્યા.
પછી કોપમાં મહારાજ જેવા રાજા પ્રદ્યોતે સેન્યની તૈયારી કરવા માંડી પણ ભક્ત એવા કુલમંત્રીઓએ તેને યુક્તિપૂર્વક સમજાવીને નિવાર્યો અને કહ્યું કે “હે રાજા ! તમારે કોઈ યોગ્ય વરને કન્યા તો આપવાની જ હતી, ત્યારે વત્સરાજથી અધિક એવો બીજો કયો જામાતા મળશે ? વાસવદત્તાએ સ્વયંવરા થઈને તેને પસંદ કર્યો છે તો પછી તેને યોગ્ય વરની પ્રાપ્તિ થઈ છે એમ સમજો, અને તેને જામાતા માનો.” આથી તે રાજાએ હર્ષથી વત્સરાજ ઉપર જામાતૃપણાને યોગ્ય એવી કેટલીએક વસ્તુઓ મોકલી.
આ બંને બૌદ્ધ અને જૈન વાત પરથી તેમજ હાલમાં મળી આવેલ મહાકવિ ભાસકૃત પ્રતિજ્ઞા યોગંધરાયણ નામના નાટક પરથી સમજાયું હશે કે આ વાતમાં તથ્ય હોવું જોઈએ. છતાં હાલની દષ્ટિએ તેમાં કવિની ચતુરાઈ દેખાય તો એટલું તો ચોક્કસ છે કે અવન્તીનો રાજા પ્રદ્યોત અને કોશાખીનો રાજા ઉદયન એ બે પાસપાસે આવેલ રાજ્યોના સમકાલીન રાજાઓ હતા અને લગ્નગાંઠથી અરસપરસ જોડાયા હતા ને યુદ્ધમાં પણ ઊતર્યા હતા.
ઉક્ત જૈન કથા પરથી એ પણ જણાય છે કે અવન્તીને અને કોશાબીને ૧૦૦ યોજનનું છેટું હતું. વળી એકબીજા સસરોજમાઈ હોવા ઉપરાંત જૈન ગ્રંથમાંથી એ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org