Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૮
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ઓળખવામાં આવ્યા છે, કે જે સંજ્ઞા જે જાતિઓ-લોકો કે જે અમીરવર્ગના વડપણવાળાં પ્રજાસત્તાક રાજ્ય ભોગવતા, તેના નાના નાના રાજાઓ અને કુલપુત્રોને લગાડવામાં આવતી. જૈન અને બૌદ્ધના પછીના ગ્રંથોમાં પોતાના સ્થાપકોના કુટુંબને હદ બહાર ઉપયોગિતા આપી દેવાની વલણ થઈ હોય તે સ્વાભાવિક છે. કારણકે પાછળના ગ્રંથો પ્રાચીન ગ્રંથોથી તે બાબતમાં જુદા પડે છે. તેથી વિદુદાભે શાક્ય જાતિ પર ચડાઈ કરવાનું છે કારણ ઉપર બતાવ્યું છે તે ભાગ્યે જ સંભવિત લાગે છે. શાક્યજાતિનો ગર્વ એ કારણથી કદાચ તેણે ચડાઈ કરી હોય. પણ ખરા કારણમાં પોતાની સાથે સગાઈ ધરાવતી શાક્યજાતિ પર ચડાઈ કરી તેને જીતવા માટે વિદુદાભને ઘણી જ સંભવિત રીતે ખાસ રાજકીય હેતુ જ હોવો જોઈએ, જેમકે મગધના અજાતશત્રુએ પોતાના સગા વૈશાલીના લિચ્છવી જાતિના રાજાઓ પર રાજકીય હેતુથી જ ચડાઈ કરી હતી.
અજાતશત્રને વેશાલીની લિચ્છવી જાતિ પર હલ્લો કરવાનું શું કારણ હતું તે બૌદ્ધના એક સૂત્ર પરથી માલૂમ પડે છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે બુદ્ધ લિચ્છવી જાતિ મોજશોખથી નબળી પડી ગઈ છે, અને તેથી અજાતશત્રુ પોતાની ઈચ્છા પાર પાડી શકશે એવું ભવિષ્ય ભાખ્યું હતું. લગભગ ત્રણ વર્ષ પછી વસ્યકાર નામના બ્રાહ્મણના કપટી કાવતરાથી વેશાલીનાં મુખ્ય કુટુંબોમાં ક્લેશ ઉત્પન્ન થયો અને અજાતશત્રુએ મોટું સૈન્ય લાવી તેનો કબજો કર્યો અને સદંતર તેનો નાશ કર્યો. વળી બૌદ્ધ ગ્રંથ જણાવે છે કે અજાતશત્રુએ પોતાની રાજધાની રાજગૃહને કિલ્લો કરાવી મજબૂત કર્યું કારણ કે ઉજજેનીના રાજા પજ્જત ચડાઈ કરે તેવી આશા રખાતી હતી. આ હલ્લો કદી થયો કે નહીં અને તેનું શું પરિણામ આવ્યું તે જાણવું જરૂરનું અને રસપ્રદ થઈ પડે તેમ છે. પણ બૌદ્ધગ્રંથોમાંથી તે વિષે કંઈ જણાતું નથી. પછીથી જાણીએ છીએ કે ઈ.સ. પૂર્વે ચોથા સૈકામાં ઉજ્જૈની મગધના તાબામાં આવ્યું હતું અને અશોક જ્યારે નાનો હતો ત્યારે તેને ઉજ્જૈનીનો સૂબો નીમવામાં આવ્યો હતો. પણ વચમાં શું-શું થયું તે સંબંધી કંઈ જાણી શકાતું નથી. આ પ્રમાણે બૌદ્ધગ્રંથમાંથી મળી આવે છે.
આ સિવાય તેમાંથી બીજું એ મળી આવે છે કે બુદ્ધના નિર્વાણ પહેલાં તેના કાકાનો દેવદત્ત નામે પુત્ર કે જેણે ઘણાં વર્ષો પહેલાં દીક્ષા લીધી હતી. તેણે બુદ્ધના મતથી જુદો મત કાઢ્યો હતો. બુદ્ધના શત્રુ તે દેવદત્તને સહાય અને ટેકો આપનાર તરીકે તે વખતના યુવરાજ અજાતશત્રુને બૌદ્ધ ગ્રંથોમાં જણાવવામાં આવેલ છે. લગભગ તે જ વખતમાં બિખ્રિસાર રાજાએ તે યુવરાજને ગાદી આપી હતી, અને તેવામાં જ દેવદત્તે તે રાજાને મારી નાખવા અજાતશત્રુને ઉશ્કેર્યો હતો, અને તે પ્રમાણે બુદ્ધના મરણ પહેલાં ૮મા વર્ષે અજાતશત્રુએ પોતાના પિતાને ભૂખ્યો રાખીરાખી ધીમે ધીમે મારી નાખ્યો. આથી પછી તેને ઘણો પશ્ચાત્તાપ થયો ત્યારે બુદ્ધ પાસે જઈ તેના ધર્મમાં આવવાથી આ જીવનમાં શું લાભ થાય એવો પ્રશ્ન કર્યો હતો, (આનું ચિત્ર પણ ભહુત ૧. તેમાં વજ્જિ જાતિના લોક કહ્યા છે, પણ લિચ્છવી તે વજિ જાતિની એક શાખા – જાતિ
હતી તે બીજા બૌદ્ધ ગ્રંથમાંથી સ્પષ્ટ માલૂમ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org