Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભારતના ભિન્નભિન્ન દેશો
૪૯
पंचनद्यो वहन्त्येता यत्र निःसृत्य पर्वतात् ।
आरट्टा नाम ते देशा न तेष्वार्योऽन्वहं वसेत् ॥ नर्मदासिंधुकौशीनां पारं पद्मस्य पश्चिमम् । गत्वा नरकमायाति तीर्थकालाधिकं वसन् ॥ अंगवंगकलिंगाश्च लाटमालविकास्तथा । नर्मदादक्षिणे यश्च सिंधोरुत्तरमेव च ॥ पौंड्राश्चेव सुराष्ट्राश्च वैद्यमागधिकास्तथा । न विवाहं तथा श्राद्धं यज्ञं चैव समाचरेत् ।। पापदेशाश्च ये केचित् पापैरध्यषिता जनैः । गत्वा देशानपुण्यांस्तु कृत्स्नं पापं समश्नुते ॥ सौराष्ट्र सिंधु सौवीरमावन्त्यं दक्षिणापथम् ।
गत्वैतान्कामतो देशान् कलिंगाश्च पतेत् द्विजः ।। - કાંચી, કાશ્યપ, સૌરાષ્ટ્ર, દેવરાષ્ટ્ર, અંધ, મત્સ્ય, કાવેરી, કોંકણ, હૂણ – આ દેશ અતિ નિંદિત છે. જ્યાં પર્વતથી નીકળી પાંચ નદી વહે છે તે આરટ્ટ દેશમાં આર્યોએ વસવું નહીં. નર્મદા સિંધુ, કૌશીના સામે પાર અને પદ્મની પશ્ચિમે જઈને તીર્થકાલથી અધિક વસનાર નરકમાં જાય છે. અંગ, વંગ, કલિંગ, લાટ, માલવિક, નર્મદાની દક્ષિણે આવેલ દેશ, અને સિંધુની ઉત્તરે આવેલ પ્રદેશ, પોંડ, સુરાષ્ટ્ર, વૈદ્ય, મગધ, આ દેશોમાં વિવાહ, શ્રાદ્ધ, અને યજ્ઞ કરવાં ન જોઈએ. જે કેટલાક પાપી માણસોથી વસાયેલા હોઈ પાપદેશો છે તે અપુણ્ય દેશમાં જવાથી સમસ્ત પાપના ભાગી થવાય છે. સૌરાષ્ટ્ર સિંધુ, સૌવીર, અવન્તીનો દક્ષિણાપથ, કલિંગ – આ દેશમાં ઈચ્છાપૂર્વક જવાથી દ્વિજ પતિત થાય છે.
ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરનાર વાચક સહજ જોઈ શકશે કે ઉપલા ઉતારામાં ગણાવેલા સઘળા દેશોમાં એક વખત મ્લેચ્છ અને અનાર્ય લોકની વસ્તી થઈ ગઈ હતી. હિંદુસ્થાનના જુદા જુદા ભાગોમાં જેમ જેમ મ્લેચ્છ લોકો ધસતા ગયા તેમ તેમ વર્ય દેશોની યાદી વખતોવખત વધતી ગઈ. પણ એ જ પ્લેચ્છો જતે દહાડે દેશમાં સમાઈ ગયા. દેશ નિર્ણય' – અમુક ભાગ પવિત્ર અને અમુક અપવિત્ર એ વિચાર જતો રહ્યો.” – વસંત આષાઢ ૧૯૭૦)
આ સાડા પચ્ચીશ આર્ય દેશ તે આ ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ્વ ભાગના મધ્ય ખંડ વિષે છે. આમાં તીર્થકર, ચઝિ, રામ (બલદેવ), કૃષ્ણ (વાસુદેવ) આદિ ત્રેસઠ ઉત્તમ પુરુષો જન્મ પામે છે. તેમજ શક અને યવનાદિક ૩૧૯૭૪|| અનાર્ય દેશ છે તેમાં બધા અનાર્ય લોકો વસે છે. આર્યક્ષેત્ર સીમા નિશીથ ચૂર્ણિમાં કહેલ છે ?
मगहा कोसंबीया, थूणा विसओ कुणालविसओ य । ___ एसा विहारभूमी पत्ता आयरियं खेत्तं ।।।
- પૂર્વમાં મગધ દેશ, દક્ષિણમાં કૌશાંબી, અને પશ્ચિમમાં ઘૂણા (?) અને ઉત્તરમાં કુણાલ દેશ (સાવથી નગરી) તે આર્યદેશ વિહારભૂમિ છે. આમાંથી કેટલાક વિષે હાલની જણાયેલ ભૌગોલિક હકીકત સાથે જણાવીએ. તેમાં મુખ્ય આધાર ડૉક્ટર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org