Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પદ,
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
જમાઈ જમાલિએ ૫૦૦ ક્ષત્રિ સાથે, અને પુત્રી પ્રિયદર્શનાએ ૧૦૦૦ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. શ્રાવસ્તી નગરી – (જમાલિની ભિન્નતા પ્રભુના કેવલ જ્ઞાન પછી ૧૨ વર્ષ)... ચંપાનગરી, કૌશાંબી, (૧ બ્રાહ્મણ, ને ૪૯૯ ચોરે દીક્ષા લીધી, મૃગાવતી રાણી તથા ચંડપ્રદ્યોત રાજાની અંગારવતી વગેરે ૮ સ્ત્રીઓએ લીધેલી દીક્ષા.) વાણિજક ગ્રામનું કોલ્લાક નામનું પરું – આનંદ શ્રાવક, ચંપાનગરી – કાલદેવ શ્રાવક, કાશી – ચુલની પિતા શ્રાવક, સુરા દેવ શ્રાવક, આલભિકા નગરી – યુદ્ધશતિક શ્રાવક, કાંપીલ્યપુર – કુંડગોળિક ગૃહસ્થાશ્રાવક, પૌલાશપુર – શબ્દાલ પુત્ર શ્રાવક, રાજગૃહ-મહાશતક શ્રાવક, શ્રાવસ્તીપુરી – નંદિનીપિતા શ્રાવક, લાંતક-પિતા શ્રાવક, કૌશાંબી નગરી,-સૂર્યચંદ્ર વિમાન અવતંરણ, મૃગાવતીનું કેવલજ્ઞાન, ચંદનાને કેવલજ્ઞાન, શ્રાવતી નગરી – ગોશાળાનું મૃત્યુ, મેંઢક, પોતનપુર, રાજગૃહ – પ્રસન્નચંદ્રને કેવલજ્ઞાન, પૃષ્ઠચંપા નગરી - રાજા સાલ અને યુવરાજ મહાસાલની દીક્ષા, ચંપા પુરી – સાલ, મહાસાલ, ગાગલી અને ગાગલીના માતાપિતા યશોમતી અને પિઠરને કેવલજ્ઞાન, દશાર્ણ નગર – રાજા દશાર્ણભદ્રની દીક્ષા, રાજગૃહ પાસે વૈભારગિરિ – ધનાશાલિભદ્રની દીક્ષા – રોહિણય ચોરની દીક્ષા, શ્રેણિક ને ચંડપ્રદ્યોત, મરૂમંડળ – ઉદાયન રાજાને દીક્ષા, રાજગૃહ, અપાપા - ત્યાંના રાજા હસ્તિપાળની દીક્ષા, ૧૬ પહોર પ્રભુની દેશના - નિર્વાણ-દીપોત્સવી (કર્તિક અને આપણા આસો વદી અમાવાસ્યાને દિને રાત્રિએ વિ. સંવત ૪૭૦ પહેલાં), ત્યારથી દિવાળી પર્વની ઉત્પત્તિ.
વીરે કેવલજ્ઞાન થયા પછીનાં ત્રીશ વર્ષોમાં ૧૨ ચોમાસાં રાજગૃહમાં, ૧૧ વિશાલામાં, ૬ મિથિલામાં, અને છેલ્લું પાવાપુરીમાં એમ ત્રીશ ચોમાસાં કર્યા.
૩. ભારતની સામાજિક સ્થિતિ જ્યારે બુદ્ધનો અને મહાવીરનો જન્મ થયો ત્યારે ભારતવર્ષ વૈદિકધર્મથી ઉદ્ભવેલ વિષમતાએ પીડાતું હતું, પૃથ્વી ઉપર અનેક પ્રકારની જે સામાજિક વિષમતા ઉત્પન્ન થયેલ છે, તેમાં ભારતવર્ષની ઈ.સ. પૂર્વ ૭માં સૈકામાંની વર્ણવિષમતા જેવું મહાન દુઃખ કોઈપણ સમાજમાં ક્યારેય પ્રચાર પામ્યું નથી. આ સંબંધમાં બંગાલી વિદ્વાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સુંદર ભાષામાં જણાવ્યું છે :
બીજી જાતિ સંજોગાનુસાર પ્રાણદંડની સજાને લાયક ઠરે પરંતુ બ્રાહ્મણોએ સેંકડો અપરાધ કર્યા હોય તોપણ તેઓ આ સજા માટે એક અપવાદરૂપ જ ગણાય.”
“બ્રાહ્મણ તમારું સર્વ રીતે અનિષ્ટ કરી શકે, પરંતુ તમારાથી બ્રાહ્મણનું લેશ પણ અનિષ્ટ થઈ શકે નહિ.”
બ્રાહ્મણને પગે પડી તેની ચરણરજ તમે મસ્તકે ચડાવો પરંતુ શૂદ્રને તો તમારાથી અડકાય જ નહિ. તેનો સ્પર્શ થયેલ પાણી પણ ઉપયોગમાં ન લેવાય. આ પૃથ્વી ઉપરના કોઈ પણ સુખનો તેને અધિકાર નહીં. તેણે તો માત્ર નીચ વૃત્તિનું અવલંબન કરવું. જિંદગાનીનું જીવન જે વિદ્યા તેનો પણ તેને અધિકાર નહીં. તેને શાસ્ત્રની આજ્ઞાનું બંધન હોવા છતાં શાસ્ત્ર એ શું ચીજ છે તે જાણવા જોવાનો પણ તેને અધિકાર નહીં. તેની પરલોકની ગતિ તે બ્રાહ્મણના હાથમાં – બ્રાહ્મણ કહે તેમ કરવાથી તેને પરલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org