Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભારતની રાજકીય સ્થિતિ રાજાઓ
૪૧.
૪૧
હાથી, ઘોડા અને ભંડાર વગેરે લઈ લીધું અને પછી પાછો સ્વનગર આવ્યો.
આ સિવાય પોતનપુરના રાજા પ્રસન્નચંદ્ર પોતાના બાળકુમારને ગાદીએ બેસાડી દીક્ષા લીધી હતી. ત્યાર પછી તેના મંત્રીઓ ચંપાનગરીના રાજા દધિવાહનની સાથે મળી જઈને તેના રાજકુમારને રાજ્ય પરથી ભ્રષ્ટ કરશે એવું પ્રસન્નચંદ્ર મુનિને રાજગૃહમાં તેના રાજા શ્રેણિકનો એક સેનાની નામે દુર્મુખ કહેતો મહાવીરચરિત્રમાં જોવામાં આવે છે. (આ લગભગ ઈ.સ. પૂર્વે પ૨૦માં થયું હોય એમ જણાય છે – નિર્વાણ ને કેવલજ્ઞાન વચ્ચેના સમયમાં એ ચોક્કસ છે.) આ પરથી એમ જણાય છે કે ઈ.સ. પૂર્વે પપ૭માં અને પ૨૦માં દધિવાહન ચંપાપતિ હતો, ચંપાનગરીને લૂંટી અને દધિવાહન નાસી ગયો ત્યાર પછી તે પાછો ફર્યો હતો અને ચંપા પાછી લીધી હતી કે નહીં તે જણાવેલું નથી છતાં અનુમાન થાય છે કે તેણે ચંપાનગરી પાછી લીધી હશે.
હવે ચંપાનગરી એક જ હતી કે જુદીજુદી તેની સમજણ પડતી નથી. કારણ કે ચંપાવાસી કામદેવ શ્રાવક થયો (ઈ.સ. પૂર્વે લગભગ પપ૦માં), અને તેની વાત જણાવતાં તે ચંપાનગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો એમ જણાવ્યું છે. તેમજ ઉપર જણાવેલ ચંડપ્રદ્યોત રાજા અને અંગારવતીના લગ્નની વાત જે પરથી લીધી છે તે વરદત્તમુનિના ઇતિહાસ પરથી જણાય છે કે તે વખતે ચંપાનગરીમાં મિત્રપ્રભ (ચંદ્રપ્રભ) અને ધર્મઘોષ નામનો મંત્રી હતો. આમ જુદાજુદા રાજાનાં નામ એક જ ચંપાનગરીના એકી વખતે ન હોઈ શકે (૧) કાં તો ચંપાનગરી જુદીજુદી હોવી જોઈએ, અને તેથી તેના રાજા જુદાજુદા હોઈ શકે. (૨) અથવા તો ચંપા નામની એક જ નગરી હોય તો તેના રાજાઓ એક પછી એક ગાદીએ આવ્યા હોય અને તે એકબીજાને પિતા-પુત્ર કે ભાઈ-ભાઈ એવા કંઈ સંબંધથી જોડાયેલ હોય. (૩) કંઈ જુદાજુદા નાના રાજાઓથી એકત્રિત શાસન ત્યાં પ્રવર્તતું હોય. કાલની ગણના કરતાં (૧) પ્રથમ અનુમાન વિશેષ વજનદાર જણાય છે.
હવે આપણે કુણિક અને ચેટક વચ્ચેનો યુદ્ધપ્રસંગ વિચારીએ. શ્રેણિક રાજાએ (પોતાના પુત્ર અભયકુમારે શ્રી વીર પાસે દીક્ષા લીધી ત્યારે પોતાના કુણિક નામના વડા પુત્રને રાજ્ય આપવાનો નિર્ધારથી બીજા કણિકના સગા ભાઈઓ નામે હલ્લ અને વિહલને અઢાર ચક્રનો હાર, અને બેચનક નામનો હાથી આપ્યો. કુણિકે બીજા પોતાના ભાઈને સમજાવી પિતા શ્રેણિકને બાંધી કેદખાનામાં નાંખ્યો અને ત્યાં પછી શ્રેણિકે આત્મઘાત કર્યો. ત્યાર પછી ચંપાપુરી વસાવી. પાછળથી કણિકની રાણીએ હલ્લ વિહલને આપેલ હાર વગેરે તેની પાસેથી લઈ લેવા કુણિકને સમજાવ્યું, તેણે તેની માગણી કરતાં હલ્લ વિદ્ધ ચંપાપુરીથી પોતાના માતામહ (માતાના પિતા) ચેટક વિશાલીના રાજા) પાસે જઈ આશ્રય લીધો અને ત્યાં યુવરાજ જેવા રહ્યા. કુણિકે માતામહ ચેટકને તે હલ્લવિહલને પાછા સોંપી દેવા કહેવરાવ્યું, પણ ક્ષત્રિય રાજા આશ્રિતનો અને તે વળી પોતાના પૌત્રોનો ત્યાગ કદી પણ કરતા નથી એમ ચેટકે ઉત્તર આપતાં કુણિકે મોટા સૈન્ય સહિત વૈશાલી પર ચડાઈ કરી. મહાન યુદ્ધ થયું. બંને પક્ષના મળીને એક કોટિ અને એંશી લાખ સુભટો મરણ પામ્યા. ત્યાર પછી હલ્લવિહલે કુણિકસેનામાં દિવસનુદિવસ ઘણું ભંગાણ સેચનક હાથીથી પાડ્યું. પછી તે બંનેએ મહાવીર પાસે દીક્ષા લીધી. આખરે કુણિકે વૈશાલી નગરીને ભગ્ન કરી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org