Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભારતની રાજકીય સ્થિતિ – રાજાઓ
૩૫
માલુમ પડે છે કે ઉદયનની માતા મૃગાવતી અને ચંડપ્રદ્યોતની રાણી નામે શિવા એ બે બહેનો થતી હતી, અને તે બંને વૈશાલી નગરીના રાજા ચેટકની પુત્રી હતી. આથી ઉદયનનો માસો તે અવન્તીપતિ થતો હતો. વળી ચંડપ્રદ્યોતને પોતાની સાળી મૃગાવતી રાણીના ચિત્રથી તેના પર મોહ પામી તેના પતિ નામે શતાનીક રાજાને તે રાણીને પોતાને સોંપવા કહ્યું હતું. પણ તેમણે તિરસ્કારથી તે માગણીને અવગણી કાઢી અને તેથી અવન્તીનો રાજા યુદ્ધ કરવા આવ્યો. તેટલામાં શતાનીક રાજા મૃત્યુ પામ્યો અને બાલ પુત્ર ઉદયન અને રાણી મૃગાવતી રહ્યાં. આથી તે રાણીએ રાજકીય ચાતુર્ય વાપરી અવન્તીના રાજાને કહ્યું “મારા પતિ શતાનીક રાજા તો સ્વર્ગે ગયા તેથી હવે મને તમારું જ શરણ છે, પરંતુ મારો પુત્ર હજુ બળ રહિત બાળક છે, તેથી જો હું હમણાં તેને તરછોડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલ ઉગ્ર શોકાવેગની જેમ શત્રુ રાજાઓ પણ તેનો પરાભવ કરશે. તો ઉજ્જયણથી ઈટો લાવી કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો કરાવી આપો અને ધનધાન્ય ધનાદિકથી કૌશાંબી ભરી આપો તો પછી નિર્વિધ્ધ યોગ થઈ શકે !' આથી પ્રદ્યોતે તે સઘળું કરાવી આપ્યું. તરત જ બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે હવે નગરી રોધ કરવાને યોગ્ય થઈ છે તેથી તેણીએ દરવાજા બંધ કરી સુભટોને ગોઠવી દીધા. પછી ત્યાં મહાવીર આવ્યા અને તેનો બોધ સાંભળી મૃગાવતીએ તેમની પાસે દીક્ષા લીધી કે જેમાં ચંડપ્રદ્યોતે સંમતિ આપી, અને ઉદયનને ગાદી સોંપી તે રાજા પોતાની રાજધાની ઉજેણીમાં આવ્યો. ઉદયન ને પ્રદ્યોતનો – જમાઈસસરાનો બનાવ મહાવીરના નિર્વાણ પહેલાં થોડાંક વર્ષ પહેલાં બન્યો છે તેથી તેનો સમય ઈ.સ. પૂર્વે પ૨૪–૫ ગણી શકાય. અને શતાનીક રાજાનું મરણ, તેના પર પ્રદ્યોત રાજાનું ચડી આવવું વગેરે જે ઉપર વર્ણવેલો બનાવ છે, તે મહાવીરને કેવલજ્ઞાન ઊપજ્યા પછીનો છે એટલે ઈ.સ. પૂર્વે ૫૫૦ લગભગમાં છે.
વળી ચંડપ્રદ્યોત રાજાએ મગધ દેશના રાજગૃહ નગર પર પણ આક્રમણ કર્યું હતું. તે વખતે પુષ્કળ સૈન્ય તેની પાસે હોવાથી શ્રેણિક રાજાને મહાભય લાગ્યો હતો, પરંતુ તેના પુત્ર અભયકુમારની ચતુરાઈથી ચંડપ્રદ્યોત નાસી ગયો હતો. પછી તેના કહેવાથી અભયકુમારને એક વેશ્યા કપટી શ્રાવિકા બની ધર્મઢોંગથી ભોળવી અવન્તી લઈ ગઈ હતી, ત્યાં કેદીના જેવી રીતે કેટલોક સમય રહી કરેલ સેવાથી અપાયેલાં વચનોને બળે છૂટો થઈને અભયકુમાર પોતાની યુક્તિથી રાજાને ઉઘાડે છોગે. ભરબજારમાંથી બાંધીને રાજગૃહ લઈ ગયો હતો. પછી છોડી મૂક્યો હતો. ચંડપ્રદ્યોત મહાવીરનો અનુયાયી હતો.
આ પરથી જણાય છે કે ચંડપ્રદ્યોત ઘણો ક્રોધી, વિષયલોલુપી રાજા હતો અને તેણે આયુષ્ય પણ ઘણું ભોગવેલું હતું. સાથે મહાનું પરાક્રમી અને અનેક સામંત રાજાઓનો અધિપતિ હતો; તે જૈન હતો અને તેને વીતભયનગરના રાજા ઉદયન સાથે યુદ્ધ થયું હતું.
વીતભયનગર કે જે સિંધુ દેશનું પાટનગર હતું તેના રાજા ઉદાયનને ત્યાર પછી ચંડપ્રદ્યોત સાથે યુદ્ધ થયું હતું. ઉદયનની કુન્જા દાસી દેવદત્તા દેવાધિદેવની પૂજાથી અદ્ભુત સૌંદર્યવતી થઈ હતી, અને તેની પ્રતિમા પણ તેણીને પ્રાપ્ત થઈ હતી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org