Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ / હરિભદ્રસૂરિ
ટિપ્પનકાર તે પછીના સમયમાં વિદ્યમાન સંભવે.
જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ
જૈન પટ્ટાવલીઓના આધારે વીરાત્ ૧૧૪ (વિ.સં.૬૪૫)માં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા. એ તો ચોક્કસ છે કે હરિભદ્રસૂરિ પહેલાં તેઓ થયા; કારણકે હરભદ્રસૂરિ તેમનો ઉલ્લેખ કરે છે. તેમણે રચેલા ગ્રંથો વિશેષાવશ્યક ભાષ્ય મૂલ અને ટીકા, બૃહત્સંગ્રહિણી ૪૦૦થી ૫૦૦ ગાથા, બૃહત્સેત્રસમાસ, વિશેષણવતી ૪૦૦ ગાથાનો પ્રકરણ ગ્રંથ અને જીતકલ્પસૂત્ર કે જેમાં જૈન સાધુના ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. વળી ધ્યાનશતક રચ્યું છે કે જે વિશેષાવશ્યક ભાષ્યમાં અંતર્ગત છે. તેમની ‘ભાષ્યકાર’ તરીકેની જબરી ખ્યાતિ છે. તેમણે વિશેષાવશ્યક ભાષ્યમાં વાસવદત્તા અને તરંગવતી કથાનો ઉલ્લેખ કર્યો છે.
આ ભાષ્યગ્રન્થ જૈન પ્રવચનમાં એક મુકુટમણિ સમાન લેખાય છે અને તેથી ભાષ્યકાર જિનભદ્રગણિ જૈન શાસ્ત્રકારોમાં અગ્રણી મનાય છે....જૈન આગમોના સંપ્રદાયગત રહસ્ય અને અર્થના, પોતાના સમયમાં અદ્વિતીય જ્ઞાતા તરીકે એ આચાર્ય સર્વસમ્મત ગણાતા હતા; અને તેથી એમને યુગપ્રધાન’ એવું મહત્ત્વનું ઉપપદ મળેલું હતું.
હરિભદ્રસૂરિ
હરિભદ્રસૂરિ જૈન ધર્મના શ્વેતામ્બર સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ અને મહાવિદ્વાન થયા છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ધર્મવિચાર અને દાર્શનિક વિષયના અનેક ઉત્તમોત્તમ તથા ગંભીર તત્ત્વપ્રતિપાદક ગ્રંથો રચ્યા છે. આ ગ્રંથોમાં સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અદ્વૈત, ચાર્વાક, બૌદ્ધ, જૈન આદિ સર્વે દર્શનો અને મતોની તેમણે અનેક રીતે આલોચના-પ્રત્યાલોચના કરી છે. આ પ્રકારે ભિન્નભિન્ન મતોના સિદ્ધાંતોની વિવેચના કરતી વખતે પોતાના વિરોધી મતવાળા વિચારકોનો પણ ગૌરવપૂર્વક નામોલ્લેખ કરનારા અને સમભાવપૂર્વક મૃદુ તથા મધુર શબ્દોથી વિચારમીમાંસા કરનારા આવા જે કોઈ વિદ્વાન ભારતીય સાહિત્યના ઇતિહાસમાં ઉલ્લેખ કરવા યોગ્ય હોય તો તેમાં શ્રી હિરભદ્રનું નામ સૌથી પ્રથમ મૂકવા યોગ્ય છે. જૈન ઇતિહાસમાં આ આચાર્યનું સ્થાન અતિ મહત્ત્વનું છે. જૈન ધર્મના જેમાં મુખ્યપણે શ્વેતાંબર સંપ્રદાયના ઉત્તરકાલીન (આધુનિક) સ્વરૂપના સંગઠનકાર્યમાં તેમના જીવને ઘણો મોટો ભાગ લીધો છે. ઉત્તરકાલીન જૈન સાહિત્યના ઇતિહાસમાં તેઓ પ્રથમ લેખક ગણાય છે, અને જૈન સમાજના ઇતિહાસમાં નવીન સંગઠનના એક પ્રધાન વ્યવસ્થાપક કહેવા યોગ્ય છે. આ રીતે તેઓ જૈનધર્મના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઇતિહાસના મધ્યવર્તી સીમાસ્થંભ સમાન છે.
પૂર્વથી ચાલી આવેલી માન્યતા પ્રમાણે સં.૫૩૦ યા સં.૫૮૫ આસપાસ હરિભદ્રસૂરિ સ્વર્ગસ્થ થયા, પણ શ્રી જિનવિજયે તેમનો સમય અનેક પ્રમાણોથી ઐતિહાસિક આલોચના કરી વિ.સં.૭૫૭થી ૮૫૭નો સ્થિર કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org