Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિભાગ-૨ : શ્રી મહાવીરનો સમય અને ધર્મપ્રવર્તક તરીકે મહાવીર
Spencer
The great man is the product of his age શ્રીમન્ મહાવીરને ધર્મપ્રવર્તક તરીકે વર્ણવીએ તે પહેલાં નિવેદન કરવાનું કે ધર્મપ્રવર્તક શબ્દથી તેમ માનવાનું નથી કે જૈન ધર્મને તેમણે નવો જ પ્રવર્તાવ્યો, એટલે મહાવીર જૈનધર્મના સ્થાપક છે એમ વસ્તુતઃ નથી, અને એમ કહેવાનો અહીં બિલકુલ આશય નથી. જેમ દરેક તીર્થંકર તીર્થં પ્રવર્તાવે છે તેમ શ્રીમન્ મહાવીરે તીર્થંકર તરીકે તીર્થ ધર્મ - શાસનને પ્રવર્તાવેલ છે, અને તેથી તેમને ધર્મપ્રવર્તક તરીકે કહેવામાં આવેલ છે.
ધર્મપ્રવર્તકને કેવા સંજોગો, કેવી મુશ્કેલીઓ વચ્ચે અને કેટલા બલથી કામ લેવું પડે છે, તેનો યથાર્થ ખ્યાલ આવવા માટે તેમના સમયની સર્વ જાતની દેશપરિસ્થિતિ ઓળખવાની પૂર્ણ અપેક્ષા રહે છે; તો આપણે મહાવીરને ધર્મપ્રવર્તક તરીકે ઓળખીએ તે પહેલાં તેમના સમયની ભારત દેશની રાજકીય, ભૌગોલિક, સામાજિક, અને ધાર્મિક સ્થિતિ અવલોકીએ, અને ત્યારપછી મહાવીરનું ધર્મપ્રવર્તન અને તેમના ધર્મપ્રવર્તક તરીકેના થોડા ઉત્તમ ગુણો અવગાહીએ. આથી આ પ્રકરણને ૭ ભાગમાં વહેંચીશું. ૧. ભારતની રાજકીય સ્થિતિ - રાજાઓ.
૨. ભારતનાં ભિન્નભિન્ન દેશો.
૩. ભારતની સામાજિક સ્થિતિ. ૪. ભારતની ધર્મભાવના.
૫. મહાવીરનો પ્રાદુર્ભાવ. ૬. ધર્મપ્રવર્તક તરીકે મહાવીર. ૭. મહાવીરનું જીવન.
૧. ભારતની રાજકીય સ્થિતિ
રાજાઓ
મહાવીરના સમયમાં કેટલા રાજા મહાવીરના ભક્ત હતા તેનાં નામ પ્રથમ કહી જઈએ. ૧. રાજગૃહના રાજા શ્રેણિક કે જેનું બીજું નામ બંભસાર હતું. ૨, ચંપાના રાજા ઉક્ત બંભસારના પુત્ર અશોકચંદ્ર કે જેનું બીજું નામ કોણિક પ્રસિદ્ધ હતું. ૩. વૈશાલી નગરીનો રાજા ચેટક, ૪–૧૨. કાશી દેશના મલિક (પ્રા. મલ્લઈ) જાતિના રાજા, અને ૧૩–૨૧. કોશલ દેશના નવ લોચ્છિક જાતિના રાજા, ૨૨. પુલાસપુરનો વિજય નામનો રાજા, ૨૩. અમલ કલ્પા નગરીનો શ્વેત નામક રાજા, ૨૪. વીતભયપટ્ટનનો ઉદાયન રાજા, ૨૫. કૌશાંબીનો શતાનીક અને પછી ગાદીએ આવેલ તેનો પુત્ર ઉદયન-વત્સરાજ, ૨૬. ક્ષત્રિયકુંડગ્રામ નગરના નંદિવર્ધ્વન રાજા, ૨૭. ઉજ્જયનનો ચંડપ્રદ્યોત રાજા, ૨૮. હિમાલય પર્વતની ઉત્તર તરફ આવેલ પૃષ્ઠ ચંપા નગરીના શાલ મહાશાલ બે ભાઈ રાજા, ૨૯. પોતનપુરનો પ્રસન્નચંદ્ર રાજા, ૩૦ હસ્તિશીર્ષ નગરનો અદીનશત્રુ રાજા, ૩૧. ઋષભપુરનો ધનાવહ નામનો રાજા, ૩૨. વીરપુર નગરનો
Jain Education International
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org