Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૪
જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો
ગ્રંથોમાં ઉલ્લેખો છે. વળી પાદલિપ્તસૂરિએ જ્યોતિષ્કરંડક (પન્ના) પર (મૂલ) પ્રાકૃત ટીકા રચી હતી એમ મલયગિરિની તે પયત્રા પરની ટીકામાં ઉલ્લેખ છે.
સિદ્ધસેન દિવાકર સિદ્ધસેન દિવાકર મહાતાર્કિક અને ન્યાયના પંડિત થયા. મૂળ તે બ્રાહ્મણ હતા. એવો પ્રવાદ છે કે તેમણે સર્વ પ્રાકૃત સૂત્રોનું (અંગોનું) ભાષાંતર સંસ્કૃત ભાષામાં કરવા માટે વિચાર કર્યો. આ વિચાર સંઘને તેમજ તેમના ગુરુ વૃદ્ધવાદીને સંમત ન થયો અને લોકભાષામાંથી પંડિતોની સંસ્કૃત ભાષામાં સૂત્રોને અવતારવાના વિચાર માટે તેમને સંઘ બહાર'ની શિક્ષા થઈ.....આ સિદ્ધસેન એટલા બધા પ્રખર વિદ્વાન હતા કે તેમણે જૈન સાહિત્યમાં એક નવો યુગ ફેલાવ્યો એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી...વિક્રમનાં “નવરત્નો” પૈકી “ક્ષપણક' એ સિદ્ધસેન હોવા ઘટે એમ ડૉ. સતીશચંદ્ર કહે છે. ...તેમણે સૌથી પહેલાં “ન્યાયાવતાર' નામના તર્કપ્રકરણની સંસ્કૃતમાં રચના કરીને જૈન પ્રમાણનો પાયો સ્થિર કર્યો. આ ગ્રંથે જૈન તર્કપરિભાષાનું જે પ્રસ્થાન કર્યું તે અત્યાર સુધી અખંડિત છે, તેથી જ એના પ્રણેતા સિદ્ધસેન જૈન તર્કશાસ્ત્રના પ્રસ્થાપક
વિશેષમાં “સન્મતિતર્કપ્રકરણ” નામના મહાતક ગ્રંથને પ્રાકૃતમાં આર્યા છંદમાં રચી “નયવાદનું મૂલ દઢ કરી અનેકાન્તવાદનું સ્થાપન કર્યું. એ ત્રણ કાંડમાં વિભક્ત છે. પહેલા કાંડમાં માત્ર નય (દષ્ટિબિંદુ) સંબંધી નિરૂપણ કર્યું છે. બીજામાં પાંચ જ્ઞાનને લગતી ચર્ચા છે. અને ત્રીજા કાંડમાં શેયતત્ત્વનું નિરૂપણ છે.
એમ કહેવાય છે કે સિદ્ધસેને બત્રીશ દ્વાર્નિંશિકા (બત્રીશી)ઓ સંસ્કૃતમાં રચી હતી. આ બત્રીશ બત્રીશીમાં હાલ ન્યાયાવતાર સહિત ૨૧ બત્રીશીઓ પ્રાપ્ત થાય છે. આમાંની ઘણી બત્રીશીઓમાં મુખ્યતઃ અહંન્મહાવીરની અનેક પ્રકારે સ્તવના કરવામાં આવી છે તેથી તેને “સ્તુતિઓ” કહેવામાં આવે છે. આ બત્રીશીઓમાં પસંદ કરાયેલ વિવિધ છંદો – અનુપ, ઉપજાતિ, વસંતતિલકા, વૈતાલીય, પૃથ્વી, શિખરિણી, હરિણી, મંદાક્રાન્તા, પુષ્પિતા, વંશસ્થ, આર્યા, શાલિની - નો ઉપયોગ દાર્શનિક જૈન સાહિત્યમાં સર્વથી પ્રથમ છે. તેમણે કલ્યાણમંદિરથી શરૂ થતું પાર્શ્વનાથ સ્તવન સંસ્કૃતમાં રચ્યું
મલવાદી કૃત “નયચક્ર' “નયચક્રમાં તેના નામ પ્રમાણે મુખ્ય વિષય “નયનો છે. “સન્મતિતર્કપ્રકરણ” મૂળ પ્રાકૃતમાં છે, “નયચક્ર' સંસ્કૃતમાં છે. “સન્મતિ...” પર અભયદેવસૂરિની સંસ્કૃત ટીકા છે, જ્યારે “નયચક્ર પર સંસ્કૃત ટીકા શ્રી સિંહ ક્ષમાશ્રમણની રચેલી છે. “સન્મતિતર્ક મૂળ ઉપલબ્ધ છે જ્યારે “નયચક્ર' મૂળ ઉપલબ્ધ નથી, માત્ર તેની ટીકા સુલભ છે. આ આચાર્યું “નયચક્ર' ઉપરાંત “સન્મતિતર્કવૃત્તિ' રચેલી જણાય છે. એમનો સમય “પ્રભાવક ચરિત્રકાર વિ.સં.૪૧૪નો આપે છે. પરંતુ ન્યાયબિંદુ-ટીકાકાર ધર્મોત્તરનો સમય પાશ્ચાત્ય વિદ્વાનો વિક્રમની સાતમી સદીમાં મૂકે છે તે ગણતરીએ આ ધર્મોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org