Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પાટલિપુત્ર પરિષદ / માથુરી વાચના
૨૧.
રચી. વળી સંસક્ત નિયુક્તિ પણ રચી એમ કહેવાય છે. ‘ઉવસગ્ગહર' નામનું પ્રભાવક સ્તોત્ર રચ્યું. કહેવાય છે કે વસુદેવ ચરિત મૂળ પ્રાકૃતમાં રચ્યું જે સવાલક્ષ શ્લોક પ્રમાણ હતું એમ પ્રસિદ્ધ હેમાચાર્યના ગુરુ દેવચંદ્રસૂરિ જણાવે છે. વળી જ્યોતિષ પર સંહિતા રચી. તેમણે સ્થૂલભદ્રને ૧૪ પૂર્વની વાચના આપી હતી. પોતે નેપાલમાં ધ્યાન ધરવા ગયા હતા. તેમણે દક્ષિણમાં વિહાર કર્યો હતો. અને ચંદ્રગુપ્ત રાજા (સ્વ. વીરાત્ ૧૫૫ પરિશિષ્ટ પર્વ પ્રમાણે)એ તેમના શિષ્ય થઈ સાધુ દીક્ષા લીધી હતી એમ દિગંબરકથા કહે છે. તેઓ વીરાત્ ૧૭૦માં સ્વર્ગસ્થ થયા.
પાટલિપુત્ર પરિષદ વીરાતુ બીજી સદીમાં નંદરાજાના સમયમાં – દેશમાં મગધમાં ?) એક સમય ઉપરાઉપરી બાર વર્ષનો મહાભીષણ દુકાળ પડતાં સંઘનો નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાનો ભય થતાં, સુકાળ આવ્યે મગધમાં – પ્રાયઃ પાટલિપુત્ર (પટણા)માં સંઘ ભેગો થયો ને જે-જે યાદ હતું તે બધું એકત્રિત કર્યું. આનું નામ મગધ (પાટલિપુત્ર) પરિષદ કહીએ તો ચાલે. આચારાંગ આદિ ૧૧ અંગો સંધાયાં અને બારમું દષ્ટિવાદ નામનું અંગ નાશ થયા જેવું લગભગ હતું, અને માત્ર આર્ય ભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વધર હતા. સંઘ દૃષ્ટિવાદ નિમિત્તે કંઈક વિચાર કરવા લાગ્યો. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણ નામના ધ્યાન માટે હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને ‘પૂર્વ શીખવા સંઘે મોકલ્યા. સ્થૂલભદ્ર મૂળ નાગર બ્રાહ્મણ, નંદના મંત્રી શંકડાલના પુત્ર, ને વીરાતુ ૧૫૬માં દીક્ષા લેનાર, તેમણે ૧૦ પૂર્વની મૂળ સૂત્ર તથા અર્થસહિત વાચના લીધી ને છેવટના ૪ પૂર્વની મૂળ માત્ર વાચના લીધી. આ સર્વ શ્રી ભદ્રબાહુના સ્વર્ગગમન (વીરાત્ ૧૭૦) પહેલાં બન્યું.
આ સમયમાં સ્થૂલભદ્રનાં સાધ્વી બહેન દ્વારા પ્રાપ્ત થયેલાં ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિક્તચર્યા – એ નામનાં ચાર અધ્યયનો પૈકી પ્રથમનાં બે અધ્યયનને આચારાંગસૂત્રની બે ચૂલિકા તરીકે યોજિત કર્યા અને બીજાં બે અધ્યયનને દશવૈકાલિકની ચૂલિકા તરીકે યોજિત કર્યા. સ્થૂલભદ્ર વીરાત્ ૨૧૯માં સ્વર્ગસ્થ થયા. તેઓ છેલ્લામાં છેલ્લા ૧૪ પૂર્વધર (પૂર્વ જાણનાર) હતા.
આ ઉપરથી જાણી શકાય છે કે શ્રી વીરના બીજા સૈકાથી જ શ્રતની છિન્નભિન્નતાની શરૂઆત થઈ હતી. આ મગધસંઘથી તેને વ્યવસ્થામાં મુકાયું, પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાતુ ૨૯૧ વર્ષે રાજા સંપ્રતિના રાજ્યમાં આર્ય સુહસ્તિસૂરિના સમયમાં બાર વર્ષનો દુકાળ પડ્યો હતો. આવા મહા કરાળ દુષ્કાળને અંગે સ્મૃતિભ્રંશ - સ્કૂલના થાય, પાઠક -- વાચકો મૃત્યુ પામે વગેરે કારણથી શ્રુતમાં અનવસ્થા થાય તે સ્વાભાવિક છે.
માથુરી વાચના (મથુરા પરિષદ) વિશેષમાં વીરનિર્વાણથી છઠ્ઠા સૈકામાં આર્યશ્રી ઔદિલ અને વજસ્વામીની નિકટના સમયમાં વળી બીજો ભીષણ દુકાળ બાર વર્ષનો આ દેશે પાર કર્યો. તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org