________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ ગાથા-૧-૨
ટબાર્થ:
‘ભિન્ન, અભિન્ન, ત્રિવિધ, ત્રણ લક્ષણવાળો એક અર્થ છે' એવું જે પહેલા દ્વારરૂપ કહ્યું હતું=બીજી ઢાળની બીજી ગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું હતું, તે મેં=ગ્રંથકારશ્રીએ, વિસ્તારીને આટલી ઢાળમાં કહ્યું. હવે દ્રવ્ય-ગુણ-પર્યાયના જે પરમાર્થથી ભેદ છે તે વિસ્તારથી ભાષિઈ છઈ=ગ્રંથકારશ્રી કહે છે. ૧૦/૧ ભાવાર્થ:
ગ્રંથકારશ્રીએ દ્રવ્યગુણપર્યાયનો રાસ લખવાની પ્રતિજ્ઞા કરેલ ત્યારપછી પહેલી ઢાળમાં દ્રવ્યાનુયોગના વિષયભૂત દ્રવ્ય-ગુણ-પર્યાયનું માહાત્મ બતાવ્યું. ત્યારપછી બીજી ઢાળમાં દ્રવ્ય શું છે? ગુણ શું છે? અને પર્યાય શું છે ? તેને બીજી ઢાળની ગાથા-૧ અને ગાથા-રના પૂર્વાર્ધથી કહ્યું અને બીજી ઢાળની ગાથા-રના ઉત્તરાર્ધમાં કહ્યું કે એક પદાર્થ દ્રવ્ય-ગુણ-પર્યાયની અપેક્ષાએ ભિન્ન છે, અભિન્ન છે, ત્રિવિધ છે અને ત્રણ લક્ષણવાળો છે. ત્યારપછી દ્રવ્ય, ગુણ, પર્યાય કઈ રીતે ભિન્ન છે ?, કઈ રીતે અભિન્ન છે ?, કઈ રીતે ત્રિવિધ છે ? અને ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણવાળો કઈ રીતે છે ? તેનું અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ વિસ્તારથી વર્ણન કર્યું. હવે દ્રવ્ય-ગુણ-પર્યાયનો જે પરમાર્થથી ભેદ છે તેને વિસ્તારથી કહેવાની પ્રતિજ્ઞા કરે છે, જેથી શ્રોતાને બીજી ઢાળ સુધીના પદાર્થ સાથે, આગળમાં કહેવાશે તે પદાર્થનો પરસ્પર સંલગ્નરૂપે બોધ થાય.II૧૦/૧
ગાથા -
સમકિત સૂઈ રે ઈણિ પરિ આદરો, સમકિત વિણ સવિ ધંધ; સમકિત વિણ જે રે હઠ મારગિ પડિઆ, તે સવિ જાતિ રે અંધ.
સમકિત સૂવું રે ઈણિ પરિ આદરો. એ આંચલી. ll૧૦/શા ગાથાર્થ :
ઈણિ પરિ=ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ વિસ્તારથી બતાવ્યું અને હવે પછી બતાવશે એ પ્રમાણે, સૂઈ સમકિત આદરો વિસ્તારરુચિસમ્યક્ત આદરો. સમકિત વિના સર્વ ધંધ=બધી ક્રિયા નકામી છે. સમકિત વગર જે હઠમાર્ગે પડ્યા=પોતપોતાની રુચિ અનુસાર ભગવાનના વચનને ગ્રહણ કરીને વર્તનારા જે હઠમા પડ્યા, તે સર્વે જાતિઅંધ છે=આત્મકલ્યાણના માર્ગમાં અનાદિથી અંધ હોવાથી માર્ગગામી નથી. ઈણિ પરિ સૂઈ સમકિત આદરો. ll૧૦/રા