________________
(૧૦૭) जाननपि धियां धाम । सुरेंद्रस्तदनागमं ॥ જૈપણુતં મૃત્યાના સઃ પરચા સમાધ ! ૭૮ |
અર્થ:–ત્યારે તે બુદ્ધિવાન સુરેંદ્રદત્ત વિચાર્યું કે હવે તે ધમ્મિલ પાછો તે આવવાનો નથી, તે પણ તેણે પિતાની સ્ત્રીના મનના સમાધાન માટે સુરત નોકોને પોતાના પુત્ર પાસે મોકલ્યા. જે ૭૮
गतास्ते वेश्म वेश्याया। एवं धम्मिलमूचिरे ॥ वत्स वत्सलमाता ते । सकृद्दर्शनमिच्छति ॥ ७९ ॥
અર્થ –તેઓએ વેશ્યાને ઘેર જઈ ધમ્મિલને કહ્યું કે હે વત્સ! તારી પ્રેમાળ માતા તને એકવાર જેવાને ઈચ્છે છે. એ ૭૦ છે
जातोऽप्यजातवन्मातु-स्त्वं जातोऽसि गुणाकर ॥ यत्तुल्यं त्वदनालोक-दुःखमद्यापि पूर्ववत् ॥ ८० ।।
અર્થ:–વળી હે ગુણવાન ! તું જમ્યા છતાં પણ તારી માતાને તે અજમ્યા જેવો છું, કેમકે તને નહિ જોવાનું તેણુનું દુઃખ તો હજુ પણ પૂર્વની પેઠે સરખું જ રહ્યું છે. જે ૮૦ છે
गतागतं जगत्यत्र । ऋतवः षट् प्रकुर्वते ।। अंगे ग्रीष्मो दृशोर्वर्षा । मातुस्ते ध्रुवतां ययुः ॥ ८१ ॥
અર્થ:–આ જગતમાં છ ઋતુઓ ગમનાગમન કરે છે, પરંતુ તારી માતાના શરીરમાં તો ઉનાળે અને આંખોમાં વર્ષાઋતુ નિશ્ચલ રહેલા છે.
तदेहि देहि सौहित्यं । मातुरातुरयोदशोः ॥ जिनानामपि यन्मान्या । माता दुःकरकारिणी ।। ८२ ॥
અર્થ:–માટે તું ચાલ અને તારી આતુર માતાની આંખોને ઠંડક આપ ? કેમકે જિનેશ્વર પ્રભુને પણ માતા માનનીક છે, કારણ કે તે પુત્ર માટે ઘણું કષ્ટ સહન કરનારી છે. જે ૮૨
महीनिहितहक्सोऽथ । प्रत्यूचे तानपत्रपः ।। इहस्थस्यैव मे पित्रोः । प्रणामं कथयेत भोः ॥ ८३ ॥
અર્થ:–ત્યારે જમીનતરફ દષ્ટિ કરીને તે નિર્લજ્જ ધમ્બિલે કહ્યું કે, મારા માતાપિતાને તમારે કહેવું કે હું અહીં બેઠેજ આપને નમસ્કાર કરું છું. ૮૩ છે ... मयेदं निर्वृतिस्थानं । प्राप्तं पुण्यप्रसादतः ।।
ततः किं वलितः कोऽपि । यहालयति मामितः ॥ ८४ ॥