________________
( ૨૧૭) काले मृगीव व्यालेन । मया त्वमिह हन्यसे । मृत्योर्विमेषि चेत्सद्य-स्तत्प्रपद्यस्व मे वचः ॥ ६६ ॥
અર્થ –હે બાલિકા! હાથી જેમ હરિને તેમ હું તને મારી નાખીશ, અને જો તું મૃત્યુથી ડરતી હા તો જલદી મારું વચન સ્વીકાર ? ૬૬ છે
उदीच्यां दूरतो यत्नात् । कृतं रत्नमयं मया ॥ अस्ति श्रीमद्युगादीश-भवनं नेत्रपावनं ।। ६७ ॥
અથ ઉત્તર દિશામાં દૂર મેં એક રત્નમય અને નેત્રોને પવિત્ર કરનારૂં શ્રીમાન ઋષભદેવપ્રભુનું મંદિર યાનપૂર્વક બનાવ્યું છે. દુહા
मत्प्रेषितविमानेन । चैत्यमेत्य तदन्वहं ॥ त्वया गौरांगि संगातं । कार्यमर्द्धनिशाभरे ।। ६८ ॥
અર્થ–માટે હે ગૌર શરીરવાળી! મેં મેલેલા વિમાનમાં બેશીને તારે હમેશાં મધ્યરાત્રિએ તે જિનમંદિરમાં આવીને સંગીત કરવું. ૬૮ છે
न कार्य दारकर्मापि । ममादेशं विना त्वया ॥ - इति तस्य वचो मेने । मया जीवितकाम्यया ॥ ६९ ॥
અર્થ–મારા હુકમવિના તારે પરણવું પણ નહિ. ત્યારે મેં પણ જીવવાની ઇચ્છાથી તેનું વચન કબુલ કર્યું. ૬૯ છે - તારિ વારિ વાણિજ્ય તત્ર નૃત્યા નિચાઃ |
व्यधां तु भीतभीतैव । पाणिग्रहणमप्यहं ॥ ७० ॥
અર્થ અને ત્યારથી હું હમેશાં રાત્રિએ નાચવા જાઉં છું, તથા આ વિવાહ પણ મેં (તેનાથી) બીતાં બીતાંજ કર્યો છે. જે ૭૦ છે
न तद्भिया मयाद्यापि । कौमारं सखि खंड्यते ॥ उदंतोऽयमियत्कालं । गोपितः स्वपतेरपि ॥ ७१ ॥
અર્થ:–વળી હે સખિ! તે વિઘાઘરના ડરથી મેં હજુ મારૂં કુમારીપણું પણ ખંડિત કર્યું નથી, તેમ આ વૃત્તાંત મેં મારા પતિથી પણ ગુપ્ત રાખે છે. ૭ છે
भर्नाद्य स्वयमेवेदं । विदांचक्रे कथंचन ॥ धीर्दिव्यरथवत्सर्व-पथीना हि महात्मनां ॥ ७२ ॥ ૨૮ સર્યોદય પ્રેસ–જામનગર.