________________
( ૨૮૮ ). અર્થ –હે વીરશિરોમણિ! તારી શત્રુની પણ (મને) આરવાની ચાલાકીની હું પ્રશંસા કરું છું, કેમકે કોડેગમે સુભટ પણ જેને પકડી શક્યા નથી, એવા મને તે આવી રીતે માર્યો છે. જે રપ છે
इदृग्वीरावतंस त्वं । ध्रुवं सत्कारमर्हसि ॥ धनदानं प्रतीत्याय । सहानीतोऽसि वा मया ॥२६॥
અર્થ –એ તું વીરશિરોમણિ ખરેખર સત્કાર કરવા લાયક છે અથવા હું તને ધન દેવાનું વચન આપીને અહીં લાવેલો છું. રહા
तदेनां विज्ञ विज्ञप्ती । मम सम्यक्प्रमाणय ॥ त्वं कृपाणं गृहाणेद-मरिमेदच्छिदौषधं ॥ २७ ॥ અર્થ:–માટે હે ચતુર! મારી એક આ વિનંતિ તું સારી રીતે સ્વીકાર ? અને શત્રુઓને મદ ઉતારવામાં ઔષધ સરખી મારી આ તલવાર ગ્રહણ કરી ૨૭ છે
गच्छ श्मशानतोऽमुष्मा-द्वत्स पश्चिमया दिशा ॥ ge gફાતિ વત્સ ! ઉત્તર શકિત . ૨૮ |
અર્થ –વળી હે વત્સ! આ શમશાનથી પશ્ચિમ દિશામાં તારે જવું, ત્યાં આગળ તને એક ઘર દેખાશે, તેને બારણે જઈ તારે હાંક મારવી. . ર૮ છે
मम स्वसा ततो द्वार-मुद्घाट्य त्वामुपेष्यति ॥ दर्शयेथा इमं तस्याः। करवालं करे स्थितं ।। २९ ॥
અર્થ:–ત્યારે મારી બહેન બારણું ઉઘાડીને તારી પાસે આવશે, તેણને આ મારી તલવાર તારા હાથમાં લઈને દેખાડજે. ! ૨૯ છે
हृष्टाथ मुष्टिमध्या सा । त्वां मध्येसम्म नेष्यति ॥ दर्शयिष्यति चादर्श-मुखी मत्संचितं धनं ॥ ३०॥
અર્થ:–ત્યારે તે પાતળી કેડવાની મારી બહેન ખુશી થઈને તને ઘરની અંદર લઈ જશે, અને દર્પણ સરખા મુખવાલી એવી તે મારૂં સંચેલું ધન તને દેખાડશે. ૩૦ li
ततस्तां परिणीय त्वं । श्रियं स्वीकृत्य चाखिला ॥ तत्र स्थेयानि धामा-ऽभिगम्याद्वा यथारुचि ।। ३१ ।।
અથ–પછી તેણીને તું પરણીને તથા સઘલી લક્ષ્મી લઈને જે તને રૂચે તે ત્યાં રહે છે, અથવા પોતાને ઘેર જજે. . ૩૧ છે