________________
(૪૭) ततस्तेनापि मुक्ता सा । मुक्तपाशेव पक्षिणी ॥ निर्गत्य सत्वरं तस्य । भवनात्सचिवं ययौ ॥५॥
અર્થ–પછી તેણે પણ મુક્ત કરેલી એવી તે શીલવતી પાશમાંથી છુટેલી પક્ષિણીની પેઠે તુરત તેના ઘરમાંથી નિકળીને મંત્રી પાસે ગઈ.
तस्यापि सदनांतःस्थ-स्येयं दृग्गोचरं गता ॥ खाट्चक्रे स्मरभल्लीव । प्रविष्टा सहसा हृदि ॥६॥
અર્થ:–તેને પણ ઘરમાં બેઠાં જ તે દૃષ્ટિએ પડી, તથા કામદેવના ભાલાંની પેઠે તુરત તેના હૃદયમાં પસીને તે ખટકારો કરવા લાગી.
त्वं पुरे मायिनां शूलं । मूलं सन्न्यायभूरुहः ।। वियामभंगुरं स्थान-मेवं तं सापनायत ॥ ७ ॥
અર્થ:– મંત્રી ! આપ તો આ નગરમાં ૫ટીઓને સમાન સન્યાયરૂપી વૃક્ષના મૂલસરખા તથા બુદ્ધિના અવિચલ સ્થાન સરખા છે, એમ તે તેની પ્રશંસા કરવા લાગી. | ૭ |
एवमालाद्य सा तस्मै । व्यसनाब्धितितीर्षया ॥ द्विजन्मनस्तलारक्ष-स्यापि वृत्तं न्यवेदयत् ॥ ८॥
અર્થ:–એવી રીતે તેને ખુશી કરીને દુ:ખરૂપી સમુદ્ર તરવાની ઇચ્છાથી તેણુએ તે બ્રાહ્મણ તથા કેટવાલનું વૃત્તાંત નિવેદન કર્યું.
सोऽप्यवोचत यद्यस्ति । स्वाति शमयितुं मनः ।। तत् पूर्व स्वांगसंगेन । मम कामातिमल्पय ।। ९ ॥
અર્થ-ત્યારે તે પણ બોલ્યો કે જે તારે તારું દુઃખ મટાડવાની ઇચ્છા હોય તે પ્રથમ તારા શરીરના સંગથી મારી કામપીડા ઓછી કરી?
अथ सा जातवैलक्ष्या । शीलक्षालितपातका ॥ तृतीयं प्रहरं रात्रे-स्तस्यागंतुमुपादिशत् ।। १० ॥
અર્થ–ત્યારે શીલથી જોયેલા પાપવાળી તેણુએ વિલખી થઈને તેને રાત્રિને ત્રીજે પહોરે આવવાનું કહ્યું. ૧૦
शार्दूलस्य कुरंगीव । तस्य पार्श्वमपास्य सा ॥
ततो राज्ञो ययौ धामो-पायांतरमविंदती ॥ ११ ॥ ' અર્થ-હરિણુ જેમ સિંહનું તેમ તેનું પડખું છોડીને તે શીલવતી બીજો ઉપાય ન સુજવાથી રાજાને ઘેર ગઈ. ૧૧ છે