________________
( ૩૩૮ ) અર્થ –ધાર્મિક ધમ્મિલ ! એવી રીતે રાજકાર્યને છોડીને આ ભકાર્ય કરવામાં ઉદ્યમવંત થયેલા એવા મને જ તારે તે અગલદત્ત જાણવો. ૪૮
इयं भ्रांतिरयं मोहो । मांद्यमेतदयं भ्रमः ॥
कदाग्रहोऽयं यत्स्त्रीणा-मंगीकारः सुखाशया ॥ ४९ ॥ - અર્થ–સુખની આશાથી સ્ત્રીઓને જે સ્વીકાર કરે તે ભ્રાંતિ, મેહ, મૂર્ખાઈ, ભ્રમ તથા કદાગ્રહરૂપ છે. એક
योषित्पराभूतिभवं निशम्य । सोढ मया कष्टकदंबमेवं ॥ भूयाद्भवानप्यनिशं महेला-विलासभल्लीभिरभेद्यधैर्यः ॥५०॥
અર્થ - એવી રીતે મેં કોને સમુહ સહન કર્યો છે, માટે હે ધમિલ ! તું પણ સ્ત્રીના પરાભવથી થતા કષ્ટને સાંભલીને હમેશાં સ્ત્રીઓના વિલાસરૂપી ભાલાઓથી ન ભેદી શકાય એવા ધર્યવાળે થા?
एवं मुनिमुखाद्योषा-दोषानाकर्ण्य दुःखितः । अद्याप्पक्षीणभोगेच्छः । प्रत्यभाषत धम्मिलः ॥ ५१ ॥
અર્થ –એવી રીતે મુનિના મુખથી સ્ત્રીના દોષો સાંભલીને દુ:ખી થયેલે ધમ્મિલ હજુ પણ ભેગોની ઇરછા ક્ષીણ ન થવાથી બે કે,
महात्मन्नेकरूपाः स्युः । किं समस्ता अपि स्त्रियः॥ समाः समग्रा नांगुल्यो-ऽपि हि पाणौ नृणां यतः ॥ ५२ ॥
અર્થ – હે મહાત્મન ! શું સઘળી સ્ત્રીઓ એકસરખી હોય છે? કેમકે માણસના હાથની આંગળીઓ પણ સઘળી એકસરખી હોતી નથી. છે પર
यासां कुक्षीमुरीचक्रु-निनचक्रधरादयः ॥ जंगमा रत्नखनय-स्ता निंद्याः किमु योषितः ॥ ५३ ॥
અર્થ:–જેઓની કુક્ષિઓમાં જિનો તથા ચક્રવર્તીઆદિકે ઉત્પન્ન થયા છે, એવી જંગમ રત્નોની ખાણ સરખી તે સ્ત્રીઓ કેમ નિંદનીક હેઇ શકે ? પ છે
विषवृक्ष इवापास्यो । भ्रष्टशीलः पुमानपि ॥ कल्पवल्ल्य इवापास्याः । सुशीला महिला अपि ।। ५४ ॥
અર્થ:– શીલથી ભ્રષ્ટ થયેલા પુરૂષને પણ ઝેરી વૃક્ષની પેઠે દૂર તજે જોઇયે, તથા શીલવંતી સ્ત્રીઓની પણ કલ્પવલ્લીઓની પેઠે ઉપાસના કરવી જોઇયે. . ૫૪