________________
| ( રપ૧ ) शोकं लोकानुवृत्यैव । दधाना सा दिनत्रयं ॥ व्यतीयुषी हषीकार्थ---वश्या दध्याविदं रहः ॥ ८८ ॥
અથ–પછી લોકાચારમુજબ ત્રણ દિવસે સુધી શેક પાળીને તે કનકવતી ઈંધિયાર્થીને વશ થઈને ગુમરીતે વિચારવા લાગી. ૮૮
नायात एव भर्ती मे । स हि संभाव्यते गतः ॥ मन्ये कुतोऽपि जज्ञेऽसो । मम तच्चित्तचापलं ॥ ८९ ॥
અર્થ:–મારો ભત્તર તો આવ્યો નહિ, માટે તે ચાલ્યા ગયેલ સંભવે છે. હું ધારું છું કે મારા મનની તે ચપલતા તેણે કોઈ પણ રીતે જાણી લીધી છે. ૮૯
अन्यो दृष्ट्वा स्त्रियो दोषं । मारयेत्तां म्रियेत वा ॥ पुण्यवानेष यद् द्वेष । मयि वाचापि नाचरत् ।। ९० ॥
અર્થ:–બીજે માણસ તો સ્ત્રીને દેાષ જોઈને તેને મારે અથવા પોતે મરે, પરંતુ તે પુણ્યવાને તે વચનથી પણ મારા મતે દ્વેષ દેખાડે નહિ. ૨૦ છે
श्रुत्वा वाच गुरोरेष । मां मुमुक्षः पुराप्यभूत् ॥ इदानीं तु ममाऽन्यायं । विज्ञाय मात्रजध्वं ॥ ९१ ।।
અર્થ:-ગુરૂની વાણી સાંભળીને તે પ્રથમ પણ મને છોડવાની ઇચ્છાવાળે હતું, અને હવે તો મારો અન્યાય જાણુને તેણે ખરેખર દીક્ષા લીધી છે. ૯૧ છે
एष प्रत्रजितश्चेत्तत् । फलितं मे मनोरथं ॥ यांत्या ममेप्सितं स्थानं । यनिर्विघ्नमथाभवत् ।। ९२ ॥
અથર–અને જે તેણે દીક્ષા લીધી હોય તો મારે મનોરથ પણ સફલ થયો છે, કેમકે હવે મને ઈચ્છિત સ્થાને જવામાં કઇ વિધ્ર રહ્યું નથી.
यतो मामात्मसात्कर्तुं । सुतः शंखपुरेशितुः ॥ चक्रे चाटूनि दूत्युक्त्या । गुणचंद्रो गुणाकरः ॥ ९३ ॥
અર્થ:– વળી શંખપુરના રાજાના ગુણચંદ્ર નામના ગુણવાન પુત્રે મને પિતાની સ્ત્રી કરવા માટે દૂતી મારફતે કાલાવાલા કર્યા છે. જે ૯૩
मया भर्तुर्भिया मेने । सम्यग्नास्य तदा वचः ॥ परमद्यापि सोत्कंठं । चेतस्तंप्रति धावति ॥ ९६ ॥
અર્થ:–તે વખતે મેં ભર્તારની બીકથી તેનું વચન સમ્યકપ્રકારે માન્યું નહોતું, પરંતુ હજુ મારું ઉત્કંઠિત મન તેનાતે દોડે છે. જે ૯૬