________________
( ૧૨૧ ) भानुभीततमःस्तोम–स्थानप्रदमविक्षतां ॥ અગ્રવ પુર્ણ વાર–વદિવાઘ ત | ક | છે
અર્થ:–તથા સૂર્યથી ભરેલા અંધકારના સમૂહને નિવાસસ્થાન આપનાર નરકના.મુખસરખા એક ભયરા પાસે આવીને તેઓ બન્ને મુશ્કેલીથી તેમાં પેઠા. એ ૬૪ છે
खिग्धमाहिषपुच्छाग्र-जाग्रज्ज्वलनतेजसा ॥ किंचित् प्रपंचिताध्वानो । लेभाते रसकूपिकां ॥ ६५ ॥
અથ–તેલમાં ભીંજવેલા પાડાના પુંછડાને છેડે સળગાવેલા દીપકના તેજથી કઇંક માર્ગ જોતાથકા તેઓ બન્ને એક રસકૂપિકા પાસે આવ્યા. તે ૬પ છે
योगिना दर्शितं तत्र । प्रासादं पाविशद् द्विजः ।। निधूमवर्तिदीपाय-माननानामणीमयं ।। ६६ ।।
અર્થ –ત્યાં યોગીએ દેખાડેલા અને ધૂમાડા તથા વાટવિનાના દીપકલ્પ થયેલ છે વિવિધ પ્રકારના મણિઓ જેમાં એવા એક મંદિરમાં તે બ્રાહ્મણ દાખલ થયો. એ ૬૬ છે
योग्यूचे भो इमां देवीं । विद्धि सिद्धरसेश्वरीं ।। __एता प्रसाद्य सद्यस्त्वं । हेमाहे रसमाप्नुहि ।। ६७ ।।
અર્થ:–પછી યેગીએ તેને કહ્યું કે હે દ્વિજ આ દેવીને તું સિદ્ધરસની માલિક જાણજે, તેણીને ખુશ કરવાથી તેને સુવર્ણ યોગ્ય રસ , જલદી મળશે. ૬૭ છે
सोऽपि सन्निहिताराम-पुष्पैरभ्यर्च्य देवता ॥ पुरो बद्धांजलि काव्य-नव्यैरस्तुत तन्मनाः ॥ ६८ ॥
અર્થ–પછી તે બ્રાહ્મણ પણ નજદીક રહેલા બગીચાના પુષ્પોથી તે દેવીને પૂજીને તથા તેની પાસે હાથ જોડીને તલ્લીન થઇને નવાં કાવ્યો વડે સ્તુતિ કરવા લાગ્યો. ૬૮ છે
मुरी परीक्षितुं तस्य । भक्ति भक्तेषु वत्सला ॥ वत्स तुष्टास्सि किंचित्वं । पात्रं धेहीत्यवोचत ॥ ६९ ॥
અથ:–તે વખતે પોતાના ભક્તોuતે વત્સલ એવી તે દેવી તેની ભક્તિની પરીક્ષા કરવા માટે બોલી કે હે વત્સ ! હું તારા પ્રતે તુષ્ટમાન થઇ છું, માટે તું કઇંક પાત્ર ધર ? છે ૬૯
૧૬ સૂર્યોદય પ્રેસ–જામનગર.