________________
( ૧૨૭) અર્થ:–ત્યારે તે ગામના ઠાકરે તેને ( દુ:ખી જોઇને ) એક ખેતર આપ્યું તથા એક રોહિણી નામની ગાય આપી, કેમકે સજનેની લક્ષ્મી પપકાર માટે હોય છે. મેં ૮૦૦ છે
અઘરા વનાવાદ–-દાદિ ઘનાખે છે वन विप्रो नवौढि-शाली शालीनुवाप सः ॥ १ ॥
અર્થ:–એવામાં વનના દાવાનલને નાશ કરનારે જ્યારે વરસાદ આવ્યો ત્યારે નવી આબાદીથી ખુશ થએલા તે બ્રાહ્મણે તે ખેતરમાં ડાંગર વાવી. ૧ છે
इतश्चासादिते व्योम-मणिग्रहणपर्वणि ॥ धनलाभाशया सर्वे । माद्यंतिम द्विजातयः ॥ २ ॥ અર્થ એવામાં સૂર્યગ્રહણનું પર્વ આવ્યાથી ધનપ્રાપ્તિની આશાથી સર્વ બ્રાહ્મણે હર્ષ ઘેલા બની ગયા. ૨
शालिविपच्यते याव-त्तावत्पर्वणि पूषणः ।। गत्वा ग्रामांतरं कचि-द्विभवं संचिनोम्यहं ॥ ३
અર્થ:–જેટલામાં આ ડાગર પાકે તેટલામાં આ સૂર્યગ્રહણના પર્વમાં કેઈક ગામ જઇને થોડુંક ધન એકઠું કરું, ને ૩ છે
ध्यात्वेति रक्ष्यं शालयं । पाल्येयं गुर्विणी च गौः ॥ युवाभ्याभिति पुत्रौ सो-ऽनुशिष्य प्रास्थित द्विजः ।। ४ ॥
અર્થ_એમ વિચારી તે બ્રાહ્મણ તમારે આ ડાંગરના ખેતરનું રક્ષણ કરવું તથા આ ગર્ભિણી ગાયને પણ પાળવી, એમ પોતાના બે સંતાનને શિખામણ આપી ત્યાંથી ચાલતો થયો. એ જ છે
द्विजे दूरं गते तस्मिन् । दारिद्रय इव देहिनि ।। श्रियमिच्छत्कलापात्रं । तत्रागानटपेटकं ॥ ५ ॥
અર્થ:–મૂર્તિવંત દારિત્ર્યની પેઠે તે બ્રાહ્મણ જેટલામાં દૂર ગયે તેટલામાં ધનની ઇચ્છાવાળું અને કલાવંત એવું એક નાનું ટોળું તે ગામમાં આવ્યું. જે ૫ છે
नटैः स्वकलया तत्र । तथारंजि चिरं जनः ।। स्वयं स्पृहाधिकं तेभ्यो । यथा वित्तमदत्त सः ॥ ६ ॥ અર્થ:–તે નએ પિતાની કળાથી ત્યાંના લેકેને એવા તો ખુશી કર્યા કે જેથી તેઓએ તેઓને પોતાની મેળેજ ઈચ્છાથી પણ અધિક ધન આપ્યું. | ૬ |