________________
(૨૧ ) અર્થ –ત્યારે તે સાગરમિત્ર છે કે હું ગભરાયેલી કનકવતી ! મેં લગ્નથી જાણ્યું છે કે તારે બીજું પણ કઇક ખરી પડયું છે. માટે અરેબર વિચાર? ૩૩ છે
ततः सा चकिताऽवोचत् । तत्किं वद जगाद सः॥ यत्ते पादांबुजे धत्ते । हंसलीलां तदेव तत् ॥ ३४ ॥
અર્થ:–ત્યારે તેણી ચકિત થઈને બોલી કે તે શું છે? તે કહે ? ત્યારે તે બેલ્યો કે તારા ચરણકમલપર હંસની લીલાને ધારણ કરે છે તે
प्रत्येमि किंकिणीवन्मे । तत्साक्षात् कुरुषे यदि ॥ तयेत्युक्ते कुमारस्य । मंजीरं मंत्रिमूर्ददौ ॥ ३५ ॥
અર્થ – ઘુઘરીની પેઠે તે મને સાક્ષાત દેખાડે તે ખાતરી થાય, એમ તેણીએ કહેવાથી તે મંત્રિપુત્રે તે ઝાંઝર કુમારને આપ્યું.
कोऽस्ति ज्ञातोपनेता च । त्वदन्यो नष्टवस्तुनः ।। एवमंत हसन् भूप-सुतः सुहृदमस्तुत ॥ ३६ ॥
અર્થ:–અહે મિત્ર! તારા વિના ગયેલી વસ્તુને તથા લાવી આપનાર બીજો કોણ છે? એવી રીતે તે રાજપુત્રે મનમાં હસતાં થકાં પિતાના મિત્રની પ્રશંસા કરી. ૩૬ છે
तेन प्राभृतवत्पाणौ । नूपुरे पुरतो धृते ।। मर्मविद्धव सा वाला । भेजे कांचिच्चमत्कृति ॥ ३७॥
અર્થ–હવે ભેટ આપવાની પેઠે તે ઝાંઝર તેણે હાથમાં અગાડી ધારણ કર્યાથી તે કનકવતી જાણે મર્મસ્થાનમાં ભેદાણું હેય નહિ તેમ વિચિત્ર ચમત્કાર પામી. છે ૩૭ છે
तवेदं स्यान वा सम्यक् । प्रत्यभिज्ञाय तत्प्रिये ॥ स्याचेत्तत्स्वपदस्पर्शात् । पुनीहीति जजल्प सः ॥ ३८ ॥
અર્થ –ત્યારે તે રાજકુમાર બોલ્યો કે હે પ્રિયે! આ ઝાંઝર તારૂં છે કે નહિ તેની તું બરોબર ખાત્રી કર? અને જે તે તારૂં હોય તે ચાર ચરણના સ્પર્શથી તેને પવિત્ર કર? ૩૮ છે
तदादायाथ साऽवादी-भो निमित्तज्ञ देवर ॥ कि भूषणोभयभ्रंश-भुवं नाद्यापि भाषसे ॥ ३९ ॥
અર્થ–પછી તે લઈને તે બોલી કે હે નિમિત જાણનાર દેવર! હજી તમે આ બન્ને આભૂષણે પડવાનું સ્થાન કેમ કહેતા નથી?