Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરમ્નયણાણિ
અધ્યયન-૧ : આમુખ
૧. અભ્યાસવૃત્તિતા નજીક રહેવું.
૫. આર્તગવેષણા—આની ગવેષણા કરવી. ૨. પરછન્દાનુવૃત્તિતા–બીજાના અભિપ્રાયનું અનુવર્તન કરવું ૬. દેશકાલજ્ઞતા–દેશ અને કાળને સમજવો. ૩. કાર્યક્ષેતુ-કાર્યની સિદ્ધિ માટે અનુકૂળ વર્તન કરવું. ૭. સવર્થ-અપ્રતિલોમતા–બધા પ્રકારના ૪. કૃતપ્રતિક્રિયા–કૃતઉપકારની પ્રતિ અનુકૂળ વર્તન કરવું. પ્રયોજનોની સિદ્ધિ માટે અનુકૂળ વર્તન કરવું. બીજા શ્લોકમાં આપેલી વિનીતની પરિભાષામાં આમાંથી ત્રણ વિભાગો–પરછંદાનુવૃત્તિતા, અભ્યાસવૃત્તિતા, દેશકાલજ્ઞતા–ક્રમશ: આજ્ઞાનિર્દેશકર, ઉપપાતકારક અને ઇંગિતાકાર-સમ્પન્નના રૂપમાં પ્રયુક્ત થયા છે.
દસમા શ્લોકમાં ‘મનવિનય', ‘વચનવિનય’ અને ‘જ્ઞાનવિનય'નો સંક્ષેપમાં બહુ સુંદર નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ રીતે આ અધ્યયનમાં વિનયના બધા રૂપોનું સમ્યક સંકલન થયું છે. પ્રાચીનકાળમાં વિનયનું ઘણું મૂલ્ય રહ્યું છે. ત્રેવીસમા શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે કે આચાર્ય વિનીતને વિદ્યા આપે છે. અવિનીતને વિદ્યાનો અધિકારી માનવામાં આવતો નથી. આ અધ્યયન પરથી એ પણ જાણી શકાય છે કે ગુરુ શિષ્ય ઉપર કઠોર અને કોમળ–બંને પ્રકારે અનુશાસન કરતા હતા (શ્લોક ૨૭). સમયની નિયમિતતા પણ વિનય અને અનુશાસનનું એક અંગ હતું :
कालेण निक्खमे भिक्खू, कालेण य पडिक्कमे।
अकालं च विवज्जित्ता, काले कालं समायरे ॥ १४१ ।। આ અધ્યયનમાં સ્વાધ્યાય અને ધ્યાન બંનેનો સંમિલિત ઉલ્લેખ મળે છે. આચાર્ય રામસેને લખ્યું છે? :
स्वाध्यायाद् ध्यानमध्यास्तां, ध्यानात् स्वाध्यायमामनेत् ।
ध्यानस्वाध्यायसम्पत्या, परमात्मा प्रकाशते ॥ સ્વાધ્યાય પછી ધ્યાન અને ધ્યાન પછી સ્વાધ્યાય—આ રીતે સ્વાધ્યાય અને ધ્યાનની પુનરાવૃત્તિથી પરમાત્મ-સ્વરૂપનાં પ્રાપ્તિ થાય છે.
આ પરંપરા ઘણી જૂની છે. આનો સંકેત દસમા શ્લોકમાં મળે છે–ાને ય ફિન્નિત્તા, તો જ્ઞાઈm TTTT
વિનયના વ્યાપક સ્વરૂપને સામે રાખીને જ આમ કહેવાયું હતું– વિનય જિન-શાસનનું મૂળ છે. જે વિનવરહિત છે, તેને ધર્મ અને તપ ક્યાંથી પ્રાપ્ત થાય?'
આચાર્ય વટ્ટ કેરે વિનયનો ઉત્કર્ષ આ ભાષામાં પ્રગટ કર્યો છે–વિનયવિહીન વ્યક્તિની બધી વિદ્યા વ્યર્થ છે. વિદ્યાનું ફળ વિનય છે. એમ નથી થઈ શકતું કે કોઈ વ્યક્તિ શિક્ષિત હોય અને વિનીત ન હોય. તેમની ભાષામાં વિદ્યાનું ફળ વિનય અને વિનયનું ફળ બાકીનું સમગ્ર કલ્યાણ છે.
વિનય માનસિક ગુલામી નથી, પરંતુ તે આત્મિક અને વ્યાવહારિક વિશેષતાઓની અભિવ્યંજના છે. તેની પૃષ્ઠભૂમિમાં આટલા ગુણો સમાયેલા રહે છે:
૧. આત્મશોધિ–આત્માનું પરિશોધન. ૨. નિદ્ધ–કલહ વગેરે દ્વન્દ્રની પ્રવૃત્તિનો અભાવ.
૧, તીનુશાસન, ૮૬ ! ૨. ૩પદેશમના, રૂ૪૬ :
૩. પૂનાવાર, કાર૬૨ :
विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाओ विष्पमुक्कस्स, कओ धम्मो कओ तओ ॥ विणएण विप्पहीणस्स, हवदि सिक्खा सव्वा णिरस्थिया। विणओ सिक्खाए फलं, विणयफलं सब कल्लाणं ।। आयारजीदकप्पगुणदीवणा, अत्तसोधि णिज्जंजा। નવ-દ્વ-નાદવ-કી-પલ્હી વU a |
૪.
"
પાર૩:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org