Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ચતુરંગીય
૧૦૯
અધ્યયન-૩: શ્લોક ૧ ટિ ર-૩
આ બધી કથાઓનો મૂળ આધાર છે-નિર્યુક્તિની ગાથા.' ચૂર્ણિમાં આ કથાઓ માટે “વોત્રા પાસT'—માત્ર આટલો જ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૨ બૃહદુવૃત્તિકારે આ દસે કથાઓ સંક્ષેપમાં પ્રસ્તુત કરી છે.'
સુખબોધામાં આ કથાઓ વિસ્તારથી મળે છે. તેમાં તથા બૃહદુવૃત્તિની કથાઓમાં ભાષા અને ભાવનું અંતર પણ સ્પષ્ટ જણાઈ આવે છે. ૩. શ્રુતિ (સુ)
ધર્મના ચાર અંગો છે–મનુષ્ય જન્મ, શ્રુતિ-ધર્મ-શ્રવણ, શ્રદ્ધા–ધર્મ પ્રતિ અભિરુચિ અને સંયમમાં પરાક્રમ. આ ચારે દુર્લભ છે.
નિર્યુક્તિકારે શ્રુતિની દુર્લભતા માટે તેર કારણો બતાવ્યાં છે – (૧) આળસ (૬) પ્રમાદ
(૧૧) વ્યાપ (૨) મોહ (૭) કૃપણતા
(૧૨) કુતૂહલ (૩) અવજ્ઞા કે અશ્લાઘા (૮) ભય
(૧૩) ક્રીડાપ્રિયતા (૪) અહંકાર
(૯) શોક (૫) ક્રોધ
(૧૦) અજ્ઞાન ચૂર્ણિકારે અને બૃહદ્રવૃત્તિકારે આ કારણો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તે આ રીતે છે– મનુષ્ય આળસને વશ થઈ ધર્મમાં ઉદ્યમ નથી કરતો. તે ક્યારેય ધર્માચાર્ય પાસે ધર્મશ્રવણ કરવા માટે જતો નથી.
ગૃહસ્થના કર્તવ્યો નિભાવતાં-નિભાવતાં તેનામાં એક મૂઢતા કે મમત્વ પેદા થઈ જાય છે. તે આખો વખત તેમાં જ ડૂબેલો રહે છે. તેનામાં હેય અને ઉપાદેયના વિવેકનો અભાવ થઈ જાય છે.
તેના મનમાં શ્રમણો તરફ અવજ્ઞાભાવ પેદા થઈ જાય છે. તે વિચારે છે, આ મુંડ શ્રમણો શું જાણે છે? હું તેમનાથી વધુ જાણું છું. આ મુનિઓ કેવા ગંદા-ગોબરા રહે છે, તેમનામાં કોઈ સંસ્કાર જ નથી. તેઓ મોટાભાગે અપરિપક્વ અવસ્થાના છે, તેઓ મને શું ધર્મોપદેશ આપશે?
વ્યક્તિના મનમાં જ્યારે જાતિ, કુળ, રૂપ, ઐશ્વર્યનો અહંકાર જાગી ઊઠે છે ત્યારે તે વિચારે છે–આ મુનિઓ બીજી જાતિના છે. મારું કુળ અને જાતિ આટલાં ઉત્તમ છે, પછી હું એમની પાસે શા માટે જાઉં?
કોઈના મનમાં આચાર્ય કે મુનિ તરફ પ્રેમ થતો નથી. તે તેમને જોઈને જ ખિજાઈ જાય છે. અપ્રીતિને કારણે તે તેમની પાસે જવામાં ખચકાય છે. કોઈ-કોઈ વ્યક્તિમાં મોહની ઉદગ્રતા હોય છે. તે આચાર્ય અથવા મુનિ પ્રત્યે દ્વેષ રાખે છે. તે પણ ધર્મશ્રવણ માટે જઈ શકતો નથી.
૧. ઉત્તરાધ્યયન નિશિ, ગાથા :
चूल्लग पासग धन्ने जूए रयणे य सुमिण चक्के य।
चम्म जुगे परमाणू दस दिटुंता मणुअलंभे ॥ ૨. ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૨૪ ૩. વૃદવૃત્તિ, પત્ર ૨૪-૨૫૦ | ૪. મુવિધા, પત્ર પદ્-૧૭
૫. સત્તરાધ્યયન નિશિ, અથા ૨૬૦, ૨૬૨ :
आलस्स मोहऽवन्ना थंभा कोहा पमाय किविणत्ता। भय सोगा अन्नाणा वक्खेव कुऊहला रमणा ॥ एएहि कारणेहिं लभ्रूण सुदुल्लहं पि माणुस्सं । न लहइ सुई हिअकरि संसारुत्तारिणि जीवो ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org