Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉરભ્રીય
૨૨૧
અધ્યયન-૭: શ્લોક ૨૮-૨૯ ટિ ૪૦
4. ધીર–પ્રતિમાન. જેનામાં ધૃતિ-મનના નિયમનની શક્તિ હોય છે તે. વૃત્તિમાં આના બે અર્થ મળે છે–(૧) બુદ્ધિમાન અને (૨) કષ્ટોમાં અક્ષુબ્ધ રહેનાર.
કવિની પ્રસિદ્ધ ઉક્તિ છે– ‘વિરત સત વિત્રિયન્ત ચેષાં ન વેતાંતિ વ ધરા:૬-વિકારના કારણો ઉપસ્થિત થવા છતાં પણ જે મનુષ્યોનું મન વિકારગ્રસ્ત નથી થતું તેઓ જ ધીર છે.
દશવૈકાલિક સૂત્રના ટીકાકાર આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે–દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું વર્ણન છે. તે ધૃતિ વિના ટકી શકતો નથી. આથી બીજા અધ્યયન ‘સામuપુષ્યવં'માં ધૃતિનું પ્રતિપાદન છે. શ્રમણ્ય અને તપનું મૂળ કૃતિ છે–
जस्स धिई तस्स तवो जस्स तवो तस्स सुग्गई सुलभा ।
जे अधिइमंतपुरिसा तवोऽपि खलु दुलहो ते सिं ।। જેનામાં ધૃતિ હોય છે, તેને તપ હોય છે. જેને તપ હોય છે, તેને સુગતિ સુલભ છે. જે અવૃતિમાન પુરુષો છે, તેમના માટે તપ પણ નિશ્ચિતપણે દુર્લભ જ છે.
મહાભારત અનુસાર સુખ અને દુઃખમાં વિચલિત ન થવું, સમાન રહેવું, ધૃતિ છે. ધૃતિ બીજો સાથી છે.”
૫. સર્વધર્માનુવર્તી–વૃત્તિકારે સર્વધર્મનો અર્થ–શાંતિ વગેરે દશવિધ યતિધર્મ–કર્યો છે. તેનું અનુવર્તન કરનાર સર્વધર્માનુવર્તી હોય છે."
१. बृहद्वृत्ति, पत्र २८५ : धी:-बुद्धिस्तया राजत इति धीर:
धीमान् परीषहाद्यक्षोभ्यो वा धीरः । ૨. કુમારસંભવ, આપ 1 3. महाभारत, शान्तिपर्व १६२ । १९ : धृतिर्नाम सुखे दुःखे
यथा नाप्नोति विक्रियाम् ।
૪. એજન, વનપર્વ, ૨૨૭૫ ૨૧: છત્યા દ્રિતી થવાનું મતા ५. बृहद्वत्ति, पत्र २८५ : सर्वं धर्म क्षान्त्यादिस्यमनुवर्तते
तदनुकूलाचारतया स्वीकुस्त इत्येवंशीलो यस्तस्य सर्वधर्मानुवर्तिनः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org