Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૨૮૮
અધ્યયન ૧૦: શ્લોક ૧૫-૧૬ ટિ ૭-૮
પલ્યોપમનું આયુષ્ય યુગલિક તિર્યંચોનું હોય છે. આ દૃષ્ટિએ પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ એક કોટિ પૂર્વ હોવાથી સાત ભવોનું કાળમાન સાત કોટિપૂર્વ હોય છે. કોઈ તિર્યંચ પંચેન્દ્રિય જીવ સાત ભવ આ અવધિના કરે છે અને આઠમો ભવ તિર્યંચ યુગલિકનો કરે છે. બધું મળીને તેની સ્થિતિ ત્રણ પલ્ય અને સાત કોટિપૂર્વની થઈ જાય છે.
૭. (શ્લોક ૧૫)
જીવ જે સંસારમાં પરિભ્રમણ કરે છે, તેનો હેતુ બંધન છે. શુભ અને અશુભ બંને પ્રકારનાં કર્મ જીવની સાથે બંધાયેલાં રહે છે. આ બંધન તૂટે છે ત્યારે જીવ મુક્ત થઈ જાય છે. આ શ્લોકમાં સંસારના હેતુનું વર્ણન છે. બંધનના આ બંને પ્રકારો અને તેનો નાશ થવાથી મુક્ત થવાનો સિદ્ધાંત ગીતામાં પણ મળે છે.*
૮. આર્યત્વ (ચિત્ત)
આર્ય નવ પ્રકારના બતાવવામાં આવ્યા છે – ૧. ક્ષેત્ર આર્ય
૬, ભાષા આર્ય ૨. જાતિ આર્ય
૭. જ્ઞાન આર્ય ૩. કુલ આર્ય
૮. દર્શન આર્ય ૪. કર્મ આર્ય
૯. ચારિત્ર આર્ય ૫. શિલ્પ આર્ય પ્રસ્તુત પ્રકરણમાં ક્ષેત્રની દૃષ્ટિએ આર્યત્વની વિવેક્ષા છે. ચૂર્ણિકારનો મત પણ આ જ છે. * ક્ષેત્રાર્યની પરિભાષા સમયેસમયે બદલાતી રહી છે. પ્રજ્ઞાપનામાં ક્ષેત્રાર્યનું એક વર્ગીકરણ મળે છે. તે અનુસાર મગધ, અંગ, બંગ વગેરે સાડા પચીસ દેશોને ક્ષેત્રાર્ય માનવામાં આવ્યા છે" ૧. મગધ ૧૦. જાંગલ
૧૯. ચેદિ ૨. અંગ ૧૧. સૌરાષ્ટ્ર
૨૦. સિંધુ-સૌવીર ૩, બંગ ૧૨. વિદેહ
૨૧. શૂરસેન ૪. કલિંગ ૧૩. વત્સ
૨૨. ભંગિ ૫. કાશી ૧૪, શાંડિલ્ય
૨૩, વટ્ટ ૬. કૌશલ ૧૫. મલય
૨૪. કુણાલ ૧૬. મસ્ય
૨૫. લાઢ ૮. કુશાવર્ત ૧૭, વરણા
ર૫ | . અધકેકય ૯, પાંચાલ
૧૮. દશાર્ણ
૧. ઉત્તરાધ્યયન, ૨૨૪T ૨. (ક) નીતા, રા૫૦ :
बुद्धियुक्तो जहातीह, उभे सुकृतदुष्कृते। तस्माद्योगाय युज्यस्व, योगः कर्मसु कौशलम् ॥ (ખ) એજન, ૧ ૨૮ :
शुभाशुभफलैरेव, मोक्ष्यसे कर्मबन्धनैः ।
संन्यासयोगयुक्तात्मा, विमुक्तो मामुपैष्यसि । ૩. પ્રજ્ઞાપના, શ૧૨I ૪. ઉત્તરાધ્યયન વૂ, પૃ. ૨૧૦I ૫. પ્રજ્ઞાપના શરૂ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org