Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૩૪૬
અધ્યયન ૧૩ : આમુખ
મનોરમ્ય હતું. તેમને સાંભળીને અને જોઈને બધા લોકો તેમની મંડળી તરફ ખેંચાઈ આવ્યા. યુવતીઓ મંત્રમુગ્ધ જેવી બની ગઈ. બધા તન્મય બની ગયા હતા. બ્રાહ્મણોએ આ જોયું. મનમાં ઈષ્ય પેદા થઈ. જાતિવાદની આડ લઈ તેઓ રાજા પાસે ગયા અને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. રાજાએ બંને માતંગપુત્રોને નગરની બહાર નિષ્કાસિત કર્યા. તેઓ બંને બીજે ચાલ્યા ગયા.
કેટલોક સમય વીત્યો. એક વખત કૌમુદી-મહોત્સવના અવસરે બંને માતંગ-પુત્રો ફરી નગરમાં આવ્યા. તેઓ મોં પર કપડું ઢાંકી મહોત્સવનો આનંદ માણી રહ્યા હતા. ચાલતાં-ચાલતાં તેમના મોઢામાંથી સંગીતના સૂરો નીકળી પડ્યા. લોકો સ્તબ્ધ બની ગયા. તેઓ તે બંનેની પાસે આવ્યા. આવરણ ખસેડતાં જ તેઓ તેમને ઓળખી ગયા. તેમનું લોહી ઈર્ષાથી ઊકળી ગયું. ‘આ તો ચાંડાલપુત્રો છે'—એવું કહી તેમને લાતો અને લપડાકો મારી નગરમાંથી બહાર કાઢી મૂક્યા. તેઓ બહાર એક ઉદ્યાનમાં આવી રહ્યા. તેમણે વિચાર્યું–‘ધિક્કાર છે અમારા રૂપ, યૌવન, સૌભાગ્ય અને કળા-કૌશલ્યને ! આજ અમે ચાંડાળ હોવાને કારણે પ્રત્યેક વર્ગ દ્વારા તિરસ્કૃત બની રહ્યા છીએ, અમારો સમગ્ર ગુણ-સમૂહ દૂષિત થઈ રહ્યો છે. આવું જીવન જીવવાથી શો લાભ?' તેમનું મન જીવનથી ભરાઈ ગયું. તેઓ આત્મહત્યાનો દઢ સંકલ્પ કરી ત્યાંથી ચાલી નીકળ્યા. એક પહાડ ઉપર આ જ વિચારથી ચડ્યા. ઉપર ચડ્યા તો તેમણે ધ્યાનમાં લીન એક શ્રમણને જોયા. તેઓ તે મુનિ પાસે આવ્યા અને બેસી ગયા. ધ્યાન પૂરું થતાં મુનિએ તેમનાં નામ-ઠામ પૂછવાં. બંનેએ પોતાનો પૂર્વવૃત્તાંત કહી સંભળાવ્યો. મુનિએ કહ્યું‘તમે અનેક કળા-શાસ્ત્રોના પારગામી છો. આત્મહત્યા કરવી તે નીચ વ્યક્તિઓનું કામ છે. તમારી જેવા વિમળ બુદ્ધિવાળા વ્યક્તિઓ માટે તે ઉચિત નથી. તમે તેનો વિચાર છોડો અને જિન-ધર્મનાં શરણમાં આવો. તેનાથી તમારા શારીરિક અને માનસિક–બધાં દુઃખો ફીટી જશે.’ તેમણે મુનિના વચનો શિરોધાર્ય કર્યું અને હાથ જોડી બોલ્યા–“ભગવાન ! આપ અમને દીક્ષિત કરો.' મુનિએ તેમને યોગ્ય સમજી દીક્ષા આપી.
ગુરુચરણોની ઉપાસના કરતાં-કરતાં તેઓ અધ્યયન કરવા લાગ્યા. કેટલાક સમય બાદ તેઓ ગીતાર્થ બન્યા. વિચિત્ર તપસ્યાઓથી આત્માને ભાવિત કરતાં-કરતાં તેઓ પ્રામાનુગ્રામ વિહાર કરવા લાગ્યા. એક વાર તેઓ હસ્તિનાપુર આવ્યા. નગરની બહાર એક ઉદ્યાનમાં ઉતર્યા. એક દિવસ માસક્ષમણનું પારણું કરવા માટે મુનિ સંભૂત નગરમાં ગયા. ભિક્ષા માટે તેઓ ઘરે-ઘરે ઘૂમી રહ્યા હતા. મંત્રી નમુચિએ તેમને જોઈને ઓળખી લીધા. તેમની બધી યાદો તાજી થઈ આવી. તેમણે વિચાર્યું–‘આ મુનિ મારો બધો ઈતિહાસ જાણે છે. અહીંના લોકો સમક્ષ જો એ કંઈ બોલી કાઢશે તો મારી મહત્તા નાશ પામશે.' આમ વિચારી તેણે લાઠી અને મુક્કા મારીને મુનિને નગરની બહાર કાઢવાનું ઈચ્છવું. ઘણા લોકો મુનિને મારવા લાગ્યા. મુનિ શત રહ્યા, પરંતુ લોકો જયારે અત્યંત ઉગ્ર બની ગયા ત્યારે મુનિનું ચિત્ત અશાંત બની ગયું. તેમના મોંમાથી ધુમાડો નીકળ્યો અને આખું નગર અંધકારમય બની ગયું. લોકો ગભરાયા. હવે તેઓ મુનિને શાંત પાડવા લાગ્યા.
ચક્રવર્તી સનતકુમાર પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે મુનિને પ્રાર્થના કરી– ભંતે ! અમારાથી જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપ ક્ષમા કરો. હવે પછી અમે એવો અપરાધ નહિ કરીએ. આપ મહાન છો. નગર-નિવાસીઓને જીવનદાન આપો.” આટલાથી મુનિનો ક્રોધ શાંત ન થયો. ઉદ્યાનમાં બેઠેલા મુનિ ચિત્રને આ સમાચાર જાણવા મળ્યા અને તેમણે આકાશ ધુમાડાથી ભરાઈ ગયેલું જોયું. તેઓ તત્કાળ ત્યાં આવ્યાં અને મુનિ સંભૂતને કહ્યું- હે મુનિ ! ક્રોધાગ્નિને શાંત કરો, શાંત કરો. મહર્ષિઓ ઉપશમ-પ્રધાન હોય છે. તેઓ અપરાધી પર પણ ક્રોધ નથી કરતા. આપ પોતાની શક્તિનું સંવરણ કરો.” મુનિ સંભૂતનું મન શાંત થયું. તેમણે તેજોલેશ્યાનું સંવરણ કર્યું. અંધકાર હટી ગયો. લોકો પ્રસન્ન થયા. બંને મુનિ ઉદ્યાનમાં પાછા ફર્યા. તેમણે વિચાર્યું–‘આપણે કાય-સંલેખના કરી ચૂક્યા છીએ, એટલા માટે હવે અનશન કરવું જોઈએ.’ બંનેએ અત્યંત વૈર્યપૂર્વક અનશન ગ્રહણ કર્યું.
ચક્રવર્તી સનતકુમારે જ્યારે એવું જાણ્યું કે મંત્રી નમુચિના કારણે જ બધા લોકોને ત્રાસ સહન કરવો પડ્યો છે ત્યારે તેમણે મંત્રીને પકડવાનો આદેશ આપ્યો. મંત્રીને દોરડાથી બાંધી મુનિઓની પાસે લાવવામાં આવ્યા. મુનિઓએ રાજાને સમજાવ્યો અને રાજાએ મંત્રીને છોડી દીધો. ચક્રવર્તી બંને મુનિઓના પગમાં પડી ગયો. રાણી સુનંદા પણ સાથે હતી. તેણે પણ વંદના કરી. અકસ્માત જ તેના કેશ મુનિ સંભૂતના પગને અડી ગયા. મુનિ સંભૂતને અપૂર્વ આનંદનો અનુભવ થયો. તેણે નિદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org