Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઇષકારીયા
૩૬૭
અધ્યયન ૧૪: આમુખ
શ્રમણ સંસ્કૃતિના આધાર પર ચર્ચા કરે છે. અંતમાં પુરોહિતને સંસારની અસારતા અને ક્ષણભંગુરતા પર વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તેનું મન સંવેગથી ભરાઈ જાય છે. તે પોતાની પત્નીને સમજાવે છે. પૂર્ણ વિચાર-વિમર્શ કરી ચારેય (માતા-પિતા તથા બંને પુત્રો) પ્રવ્રજિત થઈ જાય છે.
અહીં એક સામાજિક રહસ્યનું ઉદ્ઘાટન થયું છે. તે સમયે રાજયનો એવો નિયમ હતો કે જેનો કોઈ ઉત્તરાધિકારી નથી, હોતો તેની સંપત્તિ રાજાની માનવામાં આવતી. ભૃગુ પુરોહિતનો સમગ્ર પરિવાર દીક્ષિત થઈ ગયો. રાજાએ આ વાત સાંભળી. તેણે તેની બધી સંપત્તિ પર અધિકાર કરવા ઈચ્છડ્યું. રાણી કમલાવતીને આની ખબર પડી અને તેણે રાજાને કહ્યું–“રાજન ! વમન કરેલું ખાનાર પુરુષની પ્રસંશા થતી નથી. આપ બ્રાહ્મણ દ્વારા ત્યજાયેલાં ધનને લેવા ઈચ્છો છો, આ તો વમન કરેલું પીધા જેવું છે.” (શ્લોક ૩૭, ૩૮)
રાણીએ ભોગોની અસારતા પર પૂરેપૂરો પ્રકાશ પાડ્યો. રાજાના મનમાં વૈરાગ્ય જાગી ઊઠ્યો. રાજા-રાણી બંને પ્રવ્રજિત થઈ ગયા, આ રીતે આ અધ્યયન બ્રાહ્મણ-પરંપરા તથા શ્રમણ પરંપરાની મૌલિક માન્યતાઓની ચર્ચા પ્રસ્તુત કરે છે. નિર્યુક્તિકારે રાજાને માટે ‘સીમંધર' નામનો પણ પ્રયોગ કર્યો છે.' વૃત્તિકારે ‘ઈપુકારરાજયકાલીન નામ અને ‘સીમંધર’ રાજાનું મૌલિક નામ હોવાની કલ્પના કરી છે.
બૌદ્ધ-સાહિત્યના હસ્તિપાલ જાતક (૫૦૯)માં થોડાં પરિવર્તન સાથે આ કથાનું નિરૂપણ થયું છે.
૧. ૩ત્તરાધ્યયન નિnિ, જાથા રૂ૭૩ : સીમંધરો ય રાયા......! २. बृहद्वृत्ति, पत्र ३९४ : अत्र चेषुकारमिति राज्यकालनाम्ना सीमन्धरश्चेति मौलिकनाम्नेति सम्भावयामः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org