Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૪પ૬
અધ્યયન ૧૮: શ્લોક ૪૫ટિ ૨૮
એક વાર રાણી ગર્ભવતી બની. તેને દોહદ ઉત્પન્ન થયો. પરંતુ તે દોહદની જાણ કરવામાં લજ્જા અનુભવતી રહી. તેનું શરીર સૂકાઈ ગયું. રાજાએ પૂછતાં તેણે પોતાના મનની વાત કરી દીધી.
રાણી રાજાનો વેષ ધારણ કરી હાથી પર બેઠી. રાજા પોતે જ તેના મસ્તક ઉપર છત્ર ધરી ઊભો રહ્યો. રાણીનો દોહદ પૂરો થયો. વરસાદ વરસવા લાગ્યો. હાથી વન તરફ ભાગ્યો. રાજા-રાણી ગભરાયાં. રાજાએ રાણીને વટવૃક્ષની ડાળી પકડી લેવા કહ્યું. હાથી વટવૃક્ષની નીચેથી પસાર થયો. રાજાએ એક ડાળી પકડી લીધી. રાણી ડાળી પકડી શકી નહિ. હાથી રાણીને લઈને ભાગ્યો. રાજા એકલો રહી ગયો. રાણીના વિયોગથી તે અત્યંત દુ:ખી થયો.
હાથી થાકીને નિર્જન વનમાં જઈ અટક્યો. તેણે એક તળાવ જોયું. તે તરસ છિપાવવા પાણીમાં પેઠો. રાણી અવસર જોઈ નીચે ઊતરી અને તળાવમાંથી બહાર નીકળી ગઈ.
તે દિમૂઢ બની આમ-તેમ જોવા લાગી. ભયાક્રાંત બની તે એક દિશા તરફ ચાલવા લાગી. તેણે એક તાપસને જોયો. તેની પાસે જઈ પ્રણામ કર્યા. તાપસે તેનો પરિચય પૂછ્યો. રાણીએ સઘળું કહ્યું. તાપસે કહ્યું- હું પણ મહારાજા ચેટકનો સગોત્રીય છું. હવે ભયભીત બનવાની કોઈ જરૂર નથી.' તેણે રાણીને આશ્વાસન આપી ફળો ભેટ ધર્યા. રાણીએ ફળો ખાધાં, બંને ત્યાંથી ચાલ્યા. કેટલેક દૂર જઈ તાપસે ગામ બતાવતાં કહ્યું – હું આ હળથી ખેડાયેલી ભૂમિ પર ચાલી શકે નહિ. પેલું દેતપુર નગર, દેખાય છે. ત્યાં દંતવક્ર રાજા છે. તે નિર્ભય બની ત્યાં ચાલી જા અને સારો સંગાથ જોઈ ચંપાપુરી જતી રહેજે.'
રાણી પદ્માવતી દેતપુર પહોંચી. ત્યાં તેણે એક ઉપાશ્રયમાં સાધ્વીઓ જોઈ. તેમની પાસે જઈ વંદના કરી. સાધ્વીઓએ પરિચય પૂછ્યો. તેણે બધી હકીકત કહી સંભળાવી, પણ ગર્ભની વાત છૂપી રાખી.
સાધ્વીઓની વાત સાંભળી રાણીને વૈરાગ્ય થઈ આવ્યો. તેણે દીક્ષા લઈ લીધી. ગર્ભ વૃદ્ધિ પામતો ચાલ્યો. મહત્તરિકાએ આ જોઈ રાણીને પૂછ્યું. સાથ્વીરાણીએ સાચેસાચી વાત કહી દીધી. મહત્તરિકાએ આ વાત છૂપી રાખી. કાળ વીત્યો. ગર્ભના દિવસો પુરા થયા. રાણીએ શય્યાતરના ઘરે જઈ બાળકને જન્મ આપ્યો. તે નવજાત બાળકને રત્નજડિત કામળામાં લપેટી અને પોતાની નામાંકિત મુદ્રા તેને પહેરાવી સ્મશાનમાં છોડી દીધો. સ્મશાનપાળે તેને જોયો અને પોતાની સ્ત્રીને સોંપ્યો. તેણે તેનું નામ ‘અવકીર્ણક' રાખ્યું. સાધ્વીરાણીએ સ્મશાનપાળની પત્ની સાથે મિત્રતા કરી. રાણી જયારે ઉપાશ્રયમાં પહોંચી ત્યારે સાધ્વીઓએ ગર્ભ વિષયમાં પૂછ્યું. તેણે કહ્યું–‘મરેલો પુત્ર જન્મ્યો હતો. તેને ફેંકી દીધો.”
બાળક સ્મશાનપાળના ઘરે ઉછર્યો. તે પોતાના સમવયસ્ક બાળકો સાથે રમતી વખતે કહેતો- હું તમારો રાજા છું. મને કર આપો.'
એકવાર તેના શરીરે સૂકી ખુજલી થઈ. તે પોતાના સાથીઓને કહેતો-“મને ખંજવાળી દો.” એવું કરવાથી તેનું નામ કરકંડ' પડ્યું. કરકંડને તે સાધ્વી પ્રત્યે અનુરાગ હતો. તે સાધ્વી મોહવશ ભિક્ષામાં મળેલા લાડુ વગેરે તેને આપ્યા કરતી.
બાળક મોટો થયો. તે સ્મશાનની રક્ષા કરવા લાગ્યો. ત્યાં બાજુમાં જ વાંસનું વન હતું. એકવાર બે સાધુઓ તે દિશામાંથી નીકળ્યા. એક સાધુ દંડના લક્ષણોનો જ્ઞાતા હતો. તેણે કહ્યું–“અમુક પ્રકારનો દંડ જે ગ્રહણ કરશે, તે રાજા થશે.” કરકંડ તથા એક બ્રાહ્મણના છોકરાએ આ વાત સાંભળી. બ્રાહ્મણકુમાર તત્કાળ ગયો અને લક્ષણવાળા વાંસનો દંડ કાપ્યો. કરકંડુએ કહ્યું – ‘આ વાંસ મારા સ્મશાનમાં ઉછર્યો છે, એટલે તેનો માલિક હું છું.” બંનેમાં વિવાદ થયો. બંને ન્યાયાધીશ પાસે ગયા. તેણે ન્યાય આપતાં કરકંડુને તે દંડ અપાવ્યો.
બ્રાહ્મણ કુપિત થયો અને તેણે ચાંડાળ પરિવારને મારવાનું ષડયંત્ર રચ્યું. ચાંડાળને તેની જાણકારી મળી ગઈ. તે પોતાના પરિવારને સાથે લઈ કાંચનપુર ચાલ્યો ગયો.
કાંચનપુરનો રાજા મરી ચૂક્યો હતો. તેને પુત્ર હતો નહિ. રાજા પસંદ કરવા એક ઘોડાને છૂટો મૂકવામાં આવ્યો. ઘોડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org