Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સંજથીય
૪૫૯
અધ્યયન ૧૮: શ્લોક ૪૮ ટિ ૨૯
૪. નગ્નતિ ( તિ')
ગાંધાર જનપદમાં પુંવર્ધન નામે નગર હતું. ત્યાં સિંહરથ નામે રાજા રાજ્ય કરતો હતો. એકવાર ઉત્તરાપથમાંથી તેને બે ઘોડા ભેટમાં મળ્યા.
એક દિવસ રાજા અને રાજકુમાર બંને ઘોડા પર સવાર થઈ તેમની પરીક્ષા કરવા નીકળ્યા. રાજા જેમ-જેમ લગામ ખેંચતો તેમ-તેમ ઘોડો તેજીથી દોડવા લાગતો. દોડતા-દોડતા તે બાર યોજન સુધી ચાલ્યો ગયો. રાજાએ લગામ ઢીલી મૂકી. ઘોડો ત્યાંજ અટકી ગયો. તેને એક વૃક્ષ નીચે બાંધી રાજા ફરવા લાગ્યો. ફળ ખાઈને ભૂખ શાંત કરી. રાત વીતાવવા માટે રાજા પહાડ પર ચડ્યો. ત્યાં તેણે સાત મજલાવાળો એક સુંદર મહેલ જોયો. રાજા અંદર ગયો. ત્યાં એક સુંદર કન્યા જોઈ. એકબીજાને જોઈ બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. રાજાએ કન્યાનો પરિચય પૂછ્યો ત્યારે તેણે કહ્યું–‘પહેલાં મારી સાથે વિવાહ કરો, પછી હું મારો સમગ્ર વૃત્તાંત તમને કહીશ.'
રાજાએ તેની સાથે વિવાહ કર્યો. કન્યાનું નામ કનકમાલા હતું. રાત વીતી. પ્રાતઃકાળે કન્યાએ કથા સંભળાવી. રાજાએ ધ્યાનપૂર્વક કથા સાંભળી. તેને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. તે એક મહિના સુધી ત્યાં જ રહ્યો.
એક દિવસ તેણે કનકમાલાને કહ્યું – પ્રિયે ! શત્રુવર્ગ ક્યાંક મારા રાજ્યનો નાશ ન કરી દે એટલા માટે હવે મારે ત્યાં જવું જોઈએ. તું મને રજા આપ.” કનકમાલાએ કહ્યું–જેવી આપની આજ્ઞા. પરંતુ આપનું નગર અહીંથી દૂર છે. આપ પગે ચાલી કેવી રીતે જઈ શકશો? મારી પાસે પ્રજ્ઞપ્તિ-વિદ્યા છે, આપ તેની સાધના કરી લો.' રાજાએ વિદ્યાની સાધના કરી. વિદ્યા સિદ્ધ થતાં તે તેના પ્રભાવથી પોતાના નગરમાં પહોંચી ગયો.
રાજાને પાછો આવ્યો જાણી લોકોએ મહોત્સવ મનાવ્યો. સામંતોએ રાજાને પૂર્વ વૃત્તાંત પૂક્યો. રાજાએ બધી વાત કરી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
રાજા પાંચ-પાંચ દિવસના ગાળે તે જ પર્વત પર કનકમાલાને મળવા જતો રહેતો હતો. તે કેટલાક દિવસો તેની સાથે વીતાવી પોતાના નગરમાં પાછો ફર્યો. આ રીતે સમય વીતવા લાગ્યો. લોકો કહેતાં–રાજા “નગ” અર્થાતુ પર્વત પર છે. એ પછી તેનું નામ નગ્ગતિ પડ્યું.
એક દિવસ રાજા ભ્રમણ કરવા નીકળ્યો. તેણે એક પુષ્મિત આમ્રવૃક્ષ જોયું. એક મંજરી તોડી તે આગળ વધ્યો. સાથે રહેલા બધા માણસોએ મંજરી, પત્રો, પ્રવાલ, પુષ્પો, ફળ વગેરે બધું તોડી લીધું. આમનું વૃક્ષ હવે માત્ર ચૂંઠું બની ગયું. રાજા ફરી તે જ માર્ગે પાછો ફર્યો. તેણે પૂછ્યું– તે આમ્રવૃક્ષ ક્યાં છે?” મંત્રીએ આંગળીના ઈશારે પેલા ઠૂંઠા તરફ સંકેત કર્યો. રાજા આંબાની તે અવસ્થા જોઈ અવાક બની ગયો. તેને કારણ જાણવા મળ્યું. તેણે વિચાર્યું–‘જયાં ઋદ્ધિ છે ત્યાં શોભા છે. પરંતુ ઋદ્ધિ સ્વભાવથી જ ચંચળ હોય છે. આવા વિચારો કરતાં તે સંબદ્ધ બની ગયો.
ર૯. શ્વેત (મો)
પ્રસ્તુત શ્લોકમાં આવેલ “સે કાશીમંડળના અધિપતિનું નામ છે. સ્થાનાંગસૂત્રમાં એવો ઉલ્લેખ છે કે ભગવાન મહાવીરે આઠ રાજાઓને ધ્વજિત કર્યા હતા. તેમાં એક સેય' (ત) નામનો રાજા છે. સ્થાનાંગની ટીકામાં તેને આમલકલ્પા નગરીનો રાજા બતાવવામાં આવ્યો છે. તેની રાણીનું નામ ધારણી હતું. એકવાર ભગવાન મહાવીર જ્યારે આમલકલ્પા નગરીમાં આવ્યા ત્યારે રાજા-રાણી બંને પ્રવચન સાંભળવા ગયાં અને પ્રવ્રુજિત થઈ ગયાં. સ્થાનાંગના આધારે કાશીરાજનું નામ શ્વેત હતું, એવી સંભાવના કરી શકાય છે. ૧. બૌદ્ધ જાતક (સં. ૪૪૮)માં નગ્નજી અને શતપથ બ્રાહ્મણ ૩. હા, ૮૪૬T (૮૧૪૧૦)માં નગ્નજિતું નામ છે.
૪. થાનાવૃત્તિ, પત્ર ૪૦૮૫ ૨. સુવિધા, પત્ર ૨૪૨-૨૪, T
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org