Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૪૫૮
અધ્યયન ૧૮: શ્લોક ૪૫ ટિ ૨૮
બંને તરફ ઘમસાણ યુદ્ધ થયું. મુકુટના પ્રભાવથી દ્વિમુખની સેના અજેય રહી. પ્રદ્યોતની સેના ભાગવા લાગી. તે હારી ગયો. દ્વિમુખે તેને બંદી બનાવ્યો.
ચંપ્રદ્યોત કારાગૃહમાં કેદ હતો. એક દિવસ તેણે રાજકન્યા મદનમંજરીને જોઈ. તે તેનામાં આસક્ત બની ગયો. જેમ-તેમ રાત વીતી. પ્રાતઃકાળ થયો. રાજા દ્વિમુખ ત્યાં આવ્યો. તેણે પ્રદ્યોતને ઉદાસીન જોયો. કારણ પૂછતાં તેણે બધી વાત કહી. તેણે કહ્યું–જો મદનમંજરી નહિ મળે તો હું અગ્નિમાં કૂદીને મરી જઈશ.' દ્વિમુખે પોતાની કન્યાનાં લગ્ન તેની સાથે કરી દીધાં. ચંડપ્રદ્યોત પોતાની નવવધૂને સાથે લઈ ઉજ્જૈની ચાલ્યો ગયો.
એકવાર ઈન્દ્ર-મહોત્સવમાં આવ્યો. રાજાની આજ્ઞાથી નાગરિકોએ ઈન્દ્ર-ધ્વજની સ્થાપના કરી. તે ઈન્દ્રધ્વજને અનેક પ્રકારનાં પુષ્પો, ઘંટડીઓ તથા માળાઓ વડે શણગારવામાં આવ્યો, લોકોએ તેની પજા કરી. ઠેર-ઠેર નય. ગીત થવાં લાગ્યાં. બધા લોકો આનંદમગ્ન હતા. આ રીતે સાત દિવસ વીત્યા. પૂર્ણિમાના દિવસે મહારાજા દ્વિમુખે ઈન્દ્ર-ધ્વજની પૂજા કરી.
પૂજા-કાળ સમાપ્ત થયો. લોકોએ ઈન્દ્ર-ધ્વજનાં આભૂષણો ઊતારી લીધાં અને લાકડાંને સડક પર ફેંકી દીધું. એક દિવસ રાજા તે જ માર્ગેથી પસાર થયો. તેણે પેલા ઈન્દ્ર-ધ્વજનાં લાકડાંને મળ-મૂત્રમાં પડેલું જોયું. તેને વૈરાગ્ય થઈ આવ્યો. તે પ્રત્યેકબુદ્ધ બની પંચ-મુષ્ટિ લોન્ચ કરી પ્રવ્રુજિત બની ગયો. ૩. નમિ
અવંતી દેશમાં સુદર્શન નામનું નગર હતું. ત્યાં મણિરથ નામે રાજા રાજ્ય કરતો હતો. યુગબાહુ તેનો ભાઈ હતો. તેની પત્નીનું નામ મદનરેખા હતું. મણિરથે યુગબાહુને મારી નાખ્યો. મદનરેખા ગર્ભવતી હતી. તે ત્યાંથી એકલી ચાલી નીકળી. જંગલમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો. તેને રત્ન-કંબલમાં લપેટી ત્યાં જ મૂકી પોતે શૌચ-કર્મ કરવા જળાશયમાં ગઈ. ત્યાં એક જળહસ્તિએ તેને સૂંઢથી પકડીને આકાશમાં ઊછાળ્યો. વિદેહરાષ્ટ્ર અંતર્ગત આવેલી મિથિલા નગરીનો નરેશ પદ્મરથ શિકાર કરવા જંગલમાં આવ્યો. તેણે પેલા બાળકને ઊપાડી લીધો. રાજા નિષ્ણુત્ર હતો. પુત્રની સહજ પ્રાપ્તિ થતાં તેને પ્રસન્નતા થઈ. બાળક તેના ઘરમાં રહી વધવા લાગ્યો. તેના પ્રભાવથી પદ્મરથના શત્રુ રાજાઓ પણ તેને નમવા લાગ્યા. એટલા માટે બાળકનું નામ “નમિ' રાખવામાં આવ્યું. યુવાન થયો એટલે તેનાં ૧૦૦૮ કન્યાઓ સાથે લગ્ન સંપન્ન થયાં.
પદ્મરથ વિદેહરાષ્ટ્રની રાજ્યસત્તા નમિને સોંપી પ્રવ્રજિત થઈ ગયો. એકવાર મહારાજ નમિને દાહ-જવર થયો. તેણે છે મહિના સુધી અત્યંત વેદના સહન કરી. વૈદ્યોએ રોગ અસાધ્ય બતાવ્યો. દાહ-જ્વરને શાંત કરવા માટે રાણીઓ પોતે જ ચંદન ઘસી રહી હતી. તેમના હાથમાં પહેરેલાં કંકણોનો ખખડવાનો અવાજ આવતો હતો. આ અવાજથી રાજાને કષ્ટ થવા લાગ્યું. તેણે કંકણો ઊતારી નાખવા માટે કહ્યું. બધી રાણીઓએ સૌભાગ્યચિહ્ન સ્વરૂપ એક-એક કંકણ રાખી બાકીનાં કંકણો ઊતારી નાખ્યાં. થોડી વાર પછી રાજાએ પોતાના મંત્રીને પૂછ્યું- કંકણનો અવાજ કેમ સંભળાતો નથી?” મંત્રીએ કહ્યું–“રાજન ! તેમના ઘર્ષણથી થતો અવાજ આપને અપ્રિય લાગે છે એમ વિચારી બધી રાણીઓએ એક-એક કંકણ છોડી બાકીના કંકણ ઊતારી કાઢ્યાં છે. એક કંકણમાં ઘર્ષણ થતું નથી. ઘર્ષણ વિના અવાજ ક્યાંથી થાય?'
રાજા નમિએ વિચાર્યું–‘સુખ એકલપણામાં છે. જ્યાં દ્વન્દ છે, બે છે, ત્યાં દુઃખ છે.' વિચાર આગળ ચાલ્યો. તેણે વિચાર્યું– જો હું આ રોગમાંથી મુક્ત થઈ જઈશ તો જરૂર પ્રવ્રજ્યા ગ્રહણ કરી લઈશ.' તે દિવસે કાર્તિક માસની પૂર્ણિમા હતી. રાજા એ જ ચિંતનમાં લીન બની સૂઈ ગયો. રાત્રિના અંતિમ પ્રહરમાં તેણે સ્વપ્ર જોયું. નંદીઘોષના અવાજથી તે જાગી ગયો. તેનો દાહજવર નષ્ટ થઈ ચૂક્યો હતો. તેણે સ્વપ્રનું ચિંતન કર્યું. તેને જાતિ-સ્મૃતિ થઈ આવી. તે પ્રતિબદ્ધ બની પ્રવ્રજિત થઈ ગયો.
૧. આ મહોત્સવનો પ્રારંભ ભરતે કર્યો હતો. નિશીથચૂર્ણિ (પત્ર
૧૧૭૪)માં આને આષાઢી પૂર્ણિમાના દિવસે ઉજવવાનો તથા આવશ્યકનિયુક્તિ હારિભદ્રીયવૃત્તિ (પત્ર ૩૫૯)માં કાર્તિક પૂર્ણિમાએ ઉજવવાનો ઉલ્લેખ છે. લાડ દેશમાં શ્રાવણ
પૂર્ણિમાએ આ મહોત્સવ ઉજવવામાં આવતો હતો. ૨. સુવવાણા, પત્ર શરૂ-શરૂદ્ ા ૩. એજન, પત્ર ૩૬-૨૪રૂ I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org