Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
નિર્યુક્તિકાર અનુસાર આ અધ્યયનનું નામ “fમ પુષ્નિ ’–‘5THપુત્રી' છે. મૃગા રાણીના પુત્રના કારણે આ અધ્યયન સમુત્પન્ન થયું છે, એટલા માટે તેનું નામ “પૃNI[પુત્રી' રાખવામાં આવ્યું છે.' સમવાયાંગ અનુસાર આનું નામ નિયરિયા–“
પૃરવા' છે. આ નામકરણ પ્રતિપાઘ વિષયના આધારે થયું છે. સુગ્રીવ નગરમાં બલભદ્ર નામનો રાજા રાજય કરતો હતો. તેની પટરાણીનું નામ મૃગાવતી હતું. તેને એક પુત્ર હતો. માતા-પિતાએ તેનું નામ બલશ્રી રાખ્યું. તે લોકોમાં મૃગાપુત્ર નામે પ્રસિદ્ધ થયો. તે યુવાન થયો. પાણિગ્રહણ-સંપન્ન થયો. એકવાર તે પોતાની પત્નીઓ સાથે મહેલના ઝરૂખામાં બેસીને ક્રીડા કરી રહ્યો હતો. માર્ગમાં લોકો આવીજઈ રહ્યા હતા. સ્થાને-સ્થાને નૃત્ય-સંગીતની મંડળીઓ જામી હતી. એકાએક તેની નજર રાજમાર્ગ પર મંદ ગતિથી ચાલતા એક નિગ્રંથ ઉપર જઈ પડી. મુનિના તેજોદીત લલાટ, ચમકતી આંખો અને તપસ્યાથી કુશ શરીરને તે અનિમેષ દૃષ્ટિએ જોતો રહ્યો. મન આલોકિત થયું. ચિંતન તીવ્ર થયું. તેણે વિચાર્યું–‘અન્યત્ર પણ મેં આવું સ્વરૂપ જોયું છે. આ વિચારોમાં લીન થયો અને તેને જાતિસ્મૃતિજ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ-જન્મની બધી ઘટનાઓ પ્રત્યક્ષ થઈ ગઈ. તેણે જાણી લીધું કે પૂર્વભવમાં તે શ્રમણ હતો. આ અનુભૂતિથી તેનું મન વૈરાગ્યથી ભરાઈ ગયું. તે પોતાના માતા-પિતા પાસે આવ્યો અને બોલ્યો—‘તાત ! હું પ્રવ્રયા લેવા ઈચ્છું છું. શરીર અનિત્ય છે, અશુચિમય છે, દુઃખ અને ક્લેશોનું પાત્ર છે. મને તેમાં કોઈ રસ નથી. જેને આજ કે કાલ છોડવું જ પડશે, તેને હું હમણાં જ છોડી દેવા ઈચ્છું છું. સંસારમાં દુઃખ જ દુઃખ છે. જન્મ દુઃખ છે, મરણ દુઃખ છે, જરા દુઃખ છે, બધા ભોગો આપાત-ભદ્ર અને પરિણામ-વિરસ છે.'
માતા-પિતાએ તેને સમજાવ્યો અને ગ્રામણની કઠોરતા અને તેની દુશરતાનું દિગ્દર્શન કરાવ્યું. તેમણે કહ્યું –
‘પુત્ર ! શ્રમણ્ય દુશ્ચર છે. મુનિએ હજારો ગુણ ધારણ કરવાના હોય છે. તેણે જીવનભર પ્રાણાતિપાતથી વિરતિ કરવાની હોય છે. એ જ રીતે મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહનું વિવર્જન કરવાનું હોય છે. રાત્રિભોજનનો સર્વથા ત્યાગ અત્યંત કઠણ છે. અનેક કષ્ટો સહન કરવો પડે છે.
‘ભિક્ષાચર્યા દુઃખપ્રદ હોય છે. યાચના અને અલાભ બંનેને સહન કરવાં દુષ્કર છે. સાધુએ કુક્ષિ-સંબલ બનવું પડે છે.
‘તું સુકોમળ છે, શ્રમણ્ય અત્યંત કઠોર છે. તું તેનું પાલન નહિ કરી શકે. બીજી વાત એ છે કે આ શ્રાપ્ય યાવતુ-જીવન પાળવાનું હોય છે. તેમાં અવધિ નથી હોતી. શ્રમણ્ય રેતીના કોળિયાની માફક નિઃસ્વાદ અને અસિધારાની માફક દુશ્ચર છે. તેનું પાલન કરવું લોઢાના ચણા ચાવવા બરાબર છે.” (શ્લોક ૨૪-૩૮). - આ પ્રકારે મૃગાપુત્ર અને તેના માતા-પિતા વચ્ચે સુંદર સંવાદ ચાલે છે. માતા-પિતા તેને ભોગ તરફ આકૃષ્ટ કરવા ઈચ્છે છે અને તે પોતે સાધના તરફ અગ્રસર થવા ઈચ્છે છે. માતા-પિતાએ શ્રમણ્યને જે ઉપમાઓ વડે ઉપમિત કરેલ છે તે સંયમની ગુરુતા અને દુષ્કરતાને પ્રમાણિત કરે છે.
મૃગાપુત્રનો આત્મવિશ્વાસ મૂર્તિ બને છે અને તે આ બધાને આત્મસાત્ કરવા માટે પોતાની જાતને યોગ્ય બતાવે છે.
અંતમાં માતા-પિતા કહે છે– વત્સ ! જે કંઈ તું કહે છે તે સત્ય છે પરંતુ શ્રમણ્યનું સૌથી મોટું દુઃખ છે નિષ્પતિકર્મતા અર્થાત રોગની ચિકિત્સા ન કરવી.”
મૃગાપુત્રે કહ્યું – તાત ! અરણ્યમાં વસનારાં મૃગ વગેરે પશુઓ તથા પક્ષીઓની ચિકિત્સા કોણ કરે છે? કોણ તેમને ઔષધિ આપે છે? કોણ તેમની સુખ-શાતા પૂછે છે? કોણ તેમને ભોજન-પાણી આપે છે ? હું પણ તેમની માફક રહીશ૧. ઉત્તરાધ્યયન નિnિ, Tથા ૪૦૮ :
मिगदेवीपुत्ताओ, बलसिरिनामा समुट्ठियं जम्हा ।
तम्हा मिगपुत्तिज्जं, अज्झयणं होई नायव्वं ॥ ૨. સમવા, સમવાય રૂદ્દ !
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org