Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 581
________________ ઉત્તરઝયણાણિ ૫૧૮ અધ્યયન ૨૦: શ્લોક ૨૮-૩૩ટિ ૧૬-૨૦ તેને ‘ચતુષ્પાદ-ચિકિત્સા” કહે છે.' સ્થાનાંગમાં આ ચારેય અંગોને ‘ચિકિત્સા” કહેવામાં આવેલ છે. ૨ ૧૬. પતિવ્રતા (મનુષ્યથા) જેનું વ્રત–આચાર કુળને અનુરૂપ હોય છે તે સ્ત્રી અનુવ્રતા કહેવાય છે. વૃત્તિકારે તેનો અર્થ પતિવ્રતા કર્યો છે. “અણુવ્રયા'નો વૈકલ્પિક અર્થ “અનુવયા’–સમાન વયેવાળી એવો થઈ શકે છે. ૧૭. સ્નાન (ફાઈi) સ્નાનનો સામાન્ય અર્થ છેહાવું. અહીં સ્નાનનો અર્થ છે–સ્નાનનું સાધન, સુગંધિત પાણી વગેરે.' જુઓ-દસઆલિયં ૬૬૩નું ટિપ્પણ. ૧૮. (f ) પં' ધાતુનો પ્રાકૃતમાં ‘ િઆદેશ થાય છે. તેનો અર્થ છે–દૂર થવું કે નાશ પામવું." ૧૯. દુસહ્ય (સુવર્ણમા દુ) આનાં સંસ્કૃતમાં બે રૂપ થઈ શકે છે–દુઃક્ષમા , દુઃHTદુ:'. “હુઃ ક્ષમા’–આ વેદનાનું વિશેષણ છે, તેનો અર્થ છે દુસહ્ય, “હુવામાથું–આને સંયુક્ત માનવાથી તેનો અર્થ થશે–વેદનાનો અનુભવ કરવો. અહીં ‘દુ:' ક્રિયાપદ છે. ૨૦. (શ્લોક ૩૨-૩૩) પ્રસ્તુત પ્રકરણ શ્રદ્ધા-ચિકિત્સા (Faith healing) અને સંકલ્પનું સ્પષ્ટ ઉદાહરણ છે. અનાથિ મુનિ આંખોની ભયંકર વેદનાથી પીડાતા હતા, બધા પ્રકારની ચિકિત્સાઓ-ઔષધોપચાર કરવા છતાં પણ તેમનો રોગ શાંત ન થયો. જ્યારે બધા ઉપચારો અને બધા ચિકિત્સકો તેમના માટે અકિંચિકર બની ગયા ત્યારે તેમણે પોતાને માટે એક ચિકિત્સા કરી. તે તેમના માટે અચૂક સિદ્ધ થઈ. તે હતી શ્રદ્ધા-ચિકિત્સા. શ્રદ્ધા, આત્મ-વિશ્વાસ અને દઢ સંકલ્પ દ્વારા તેઓ રોગમુક્ત બની ગયા. મનોમન અનાથિ મુનિએ એક સંકલ્પ કર્યો-જો હું આ વિપુલ વેદનામાંથી મુક્ત થઈ જાઉં તો હું અણગાર-વૃત્તિ સ્વીકારી લઈશ. આ સંકલ્પની સાથે તેઓ કાયોત્સર્ગની મુદ્રામાં સૂઈ ગયા. ભાવનાનો અતિરેક શ્રદ્ધા, આસ્થા અને આત્મવિશ્વાસમાં પરિણત થઈ ગયો. તે આસ્થાએ જ સંકલ્પને અધ્યવસાય, સૂક્ષ્મતમ શરીર સુધી પહોંચાડી દીધો. જેમ-જેમ રાત વીતી તેમ-તેમ તેમનો સંકલ્પ સફળ બનતો ગયો. હવે સંકલ્પ સંકલ્પ ન રહેતાં સાધ્ય બની ગયો. સૂર્યોદય થતાં-થતાં તેઓ આ ભયંકર બિમારીમાંથી સર્વથા મુક્ત થઈ ગયા. १. बृहद्वृत्ति, पत्र ४७५ : 'चाउप्यायं' ति चतुष्पदा भिषग्भैषजातुरप्रतिचारकात्मकचतुर्भा(त्मकभा )ग चतुष्टयात्मिकाम्। ૨. હા, ઝા પ૨૬ : વરબ્રહ્મા તિાિ પન્ના , તે નહીં विज्जो ओसधाई आउरे परिचारते। 3. बृहद्वृत्ति, पत्र ४७६ : 'अणुव्वयत्ति' अन्विति-कुलानुरूपं व्रत-आचारोऽस्या अनुव्रता पतिव्रतेति यावत्, वयोऽनुरूपा વા ४. बृहद्वृत्ति, पत्र ४७६ : स्नात्यनेनेति स्वानं-गन्धोदकादि । ૫. તુનીગંગરી, સૂત્ર ૮૨૨: પશેઃડ-ટ્ટિપુડ-શુક્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600