Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૯. (શ્લોક ૧૪)
મનુષ્યની પાસે ત્રણ શક્તિઓ હોય છે—સંપદાની શક્તિ, ઐશ્વર્ય—સત્તાની શક્તિ અને અધ્યાત્મની શક્તિ. જેની પાસે આ ત્રણમાંથી એક પણ શક્તિ હોય છે તે ઈષ્ટ સિદ્ધિ કરવામાં સફળ થાય છે. એટલા માટે સમ્રાટ શ્રેણિકે પોતાના ઐશ્વર્ય તરફ મુનિનું ધ્યાન આકર્યું. ઐશ્વર્યના દૃષ્ટાંત રૂપે એક કથા પ્રચલિત છે—
૫૧૬
એકવાર રાજા અને મંત્રીમાં વિવાદ ઊભો થયો કે મોટું કોણ ? અંતમાં નક્કી થયું કે જે પોતાની શક્તિનું પ્રદર્શન કરી શકે તે જ મોટો ગણાશે. કેટલાક દિવસો વીત્યા. રાજ્યસભા મળી હતી. બધા સભાસદો પોતપોતાના સ્થાન ઉપર બેઠા હતા. અવસર જોઈને મંત્રીએ પોતાના એક પરમ મિત્ર સભાસદને રાજાને લાફો મારવાનું સૂચન કર્યું. આ સાંભળતાં જ તે વ્યક્તિ ખચકાયો અને ગભરાયો. મંત્રી દ્વારા આશ્વસ્ત હોવા છતાં પણ તેની હિંમત ન ચાલી કે તે રાજા પર પ્રહાર કરે. રાજાની સામે મંત્રીની શક્તિ વ્યર્થ પુરવાર થઈ.
હવે રાજાનો વારો હતો કે તે પોતાની શક્તિનું પ્રદર્શન કરે. એક દિવસ તેણે પણ પોતાના કોઈ સામંતને આજ્ઞા કરી કે મંત્રીને લાફો મારે. સામંતે પળનીય રાહ ન જોઈ. તે તત્કાળ ઊભો થયો અને બધાના જોતાં-જોતાં જ મંત્રીના મોઢા પર તમાચો લગાવી દીધો.
અધ્યયન ૨૦: શ્લોક ૧૬-૧૮ ટિ ૯-૧૧
રાજાની પાસે સત્તાની શક્તિ હતી, જેના આધારે તે જે કરવા ધારે તે કરી શકતો હતો. મંત્રી પાસે એવી શક્તિ ન હતી. આ અંતર માત્ર સત્તા અને અસત્તાનું જ હતું.
૧૦. ઉત્પત્તિ (પોi)
‘પત્થ’શબ્દનાં બે સંસ્કૃત રૂપો થાય છે—‘પ્રોટ્યાં’ અને ‘પુસ્તમ્’. વૃત્તિકારે ‘પ્રોત્યાં’નો અર્થ મૂળ ઉત્પત્તિ કર્યો છે.' પ્રસ્તુત સંદર્ભમાં આ જ અર્થ સંગત જણાય છે.
૧૧. પ્રાચીન નગરોમાં અસાધારણ સુંદર (પુરાળવુરમેયળી)
વૃત્તિકારે આનો શાબ્દિક અર્થ—પોતાના ગુણો વડે અસાધારણ હોવાને કારણે અન્ય નગરોથી પોતાની ભિન્નતા બતાવનાર નગર એવો કર્યો છે. તેમણે એક પાઠાંતર ‘નાળ પુડમેયન'નો ઉલ્લેખ કર્યો છે. તેનો અર્થ છે—પ્રધાન નગરી.
૧. વૃત્તવૃત્તિ, પત્ર ૪૭૬ : પ્રોત્યાં વા પ્રકૃષ્ટોત્થાન પામ્ । ૨. એજન, પત્ર ૪૭ : પુરાળ પુરમેળ ત્તિ પુરાનપુરાળિ भिनत्ति - स्वगुणैरसाधारणत्वाद् भेदेन व्यवस्थापयति पुराणपुरभेदिनी ।
૩.જૈન સૂત્રાઝ, પાર્ટ ૨, ડૉ. જેકોબી, પૃષ્ઠ ૧૦૨.
ડૉ. હરમન જેકોબીએ મૂળમાં આનો અર્થ ‘ઈન્દ્ર’ કર્યો છે અને તેની ચર્ચા કરતાં લખ્યું છે—ઉત્તરાધ્યયનના વૃત્તિકાર આનો માત્ર શાબ્દિક અર્થ પ્રસ્તુત કરે છે. પરંતુ એમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે ‘પુરમેવન’નો અર્થ ‘પુરંત’—ઈન્દ્ર કે ‘પુરભિવ્’—શિવ થવો જોઈએ. ‘પુરભિવ્’નો એક અર્થ ઈન્દ્ર જ થાય.
મૂળ તથા ફૂટનોટનhere is a Town Kausambi by name, which is among towns what Indra ist (among the Gods).
Purana Purabhedani. As usual the commentators give a purely etymological explanation. But it is obvious that Purabhedana must have a
Jain Education International
similar meaning as Purandara-Indra, or Purabhid Siva. The latter word occurs in later literature only, and besides, Siva does not yet seem to have been generally acknowledged as the supreme god, when and where the Jaina Sutras were composed. The Vedic word Purbhid, ‘destroyer of castles', also presents itself as an analogy; though it is not yet exclusive epithet of a god. It is frequently applied to Indra.
For Private & Personal Use Only
www.jainelibrary.org