Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મૃગાપુત્રીય
૪૯૭
અધ્યયન ૧૯: શ્લોક ૯૧-૯૨ ટિ ૬૧-૬૨
વૃત્તિકારે ઉપધિના બે પ્રકાર બતાવ્યા છે દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય ઉપધિનો અર્થ છે–ઉપકરણ અને ભાવ ઉપધિનો અર્થ છે– છઘ કે કપટ, પ્રવ્રુજિત થવા માટે આ બંનેનો ત્યાગ આવશ્યક છે.૧
૬૧. (શ્લોક ૯૧)
પ્રસ્તુત શ્લોકના કેટલાક શબ્દોની સમજૂતી આ પ્રમાણે છે– ૧. ગારવ–ગૌરવનો અર્થ છે અભિમાનથી ઉત્તત ચિત્તની અવસ્થા. તે ત્રણ પ્રકારનું છે –
ઋદ્ધિ-ગૌરવ–ઐશ્વર્યનું અભિમાન. 0 રસ-ગૌરવ
સાત-ગૌરવ-સુખ-સગવડનું અભિમાન. ૨. દંડ–દંડનો અર્થ છે-દુષ્મણિધાન. તેના ત્રણ પ્રકાર છે– ૦ મનોદંડ-મનનું દુષ્મણિધાન. ૦ વચોદંડ-વચનની દુષ્પયુક્તતા. ૦ કાયદંડ–શારીરિક દુષ્યવૃત્તિ. ૩. શલ્યશલ્યનો અર્થ છે–અંતરમાં ઘુસેલો દોષ. તેના ત્રણ પ્રકાર છે
માયા-શલ્ય-કપટપૂર્ણ આચરણ. ૦ નિદાન-શલ્ય–ઐહિક અને પારલૌકિક ઉપલબ્ધિ માટે ધર્મનો વિનિમય. ૦ મિથ્યાદર્શન-શલ્ય-આત્માનો મિથ્યાત્વીય દૃષ્ટિકોણ. દિંડ અને શલ્યના વિશેષ વિવરણ માટે જુઓ–૩૧૪નું ટિપ્પણ.] ૪. ભય તેના સાત પ્રકાર છે?— ૧. ઈહલોક ભય ૪. અકસ્માત ભય ૭. અશ્લોક ભય ૨. પરલોક ભય ૫. વેદના ભય
૩, આદાને ભય
૬. મરણ ભય
૬૨. વાંસલાથી કાપવામાં કે ચંદન લગાવવામાં... (વાણીચંદ્રષ્પો )
શાજ્યાચાર્ય અનુસાર “વાસી' અને “વન્દ્રન’ શબ્દો દ્વારા તેમનો પ્રયોગ કરનારા વ્યક્તિઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ વાંસલાથી છોલે છે, કોઈ બીજો ચંદનનો લેપ કરે છે–મુનિ બંને પર સમભાવ રાખે. અહીં “ન્ય’ શબ્દનો અર્થ સંદેશ (સમાન) છે. જૈન સાહિત્યમાં આ સામ્ય-યોગ વારંવાર પ્રતિધ્વનિત થાય છે–
१. बृहद्वृत्ति, पत्र ४६३ : जहाति-त्यजति उपधिम्-उपकरण
भात्ररणादि द्रव्यतो भावतस्तु छद्मादि येनात्या नरक उपधीयते,
ततश्च प्रव्रजतीत्युक्तं भवति। ૨. તાપ રૂા ૫૦I ૩. તાપ ર૭ા
४. बृहद्वृत्ति, पत्र ४६५ : वासीचन्दनशब्दाभ्यां च तद्व्यापार
कपुरुषावुपलक्षितौ, ततश्च यदि किलैको वास्या तक्ष्णोति, अन्यश्च गोशीर्षादिना चन्दनेनालिम्पति, तथाऽपि रागद्वेषाभावतो द्वयोरपि तुल्यः, कल्पशब्दस्येह सदृशपर्यायत्वात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org