Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ
અધ્યયન ૨૦:મહાનિર્ચન્થીય
૧. સિદ્ધો અને સંયત આત્માઓને ભાવપૂર્વક નમસ્કાર કરીને (સિદ્ધા નમો ....માવો)
આ અધ્યયનનો પ્રારંભ નમસ્કાર સાથે થયો છે. આગમ-સાહિત્યમાં મંગળ-વિધિનો પ્રયોગ ભાગ્યે જ મળે છે. અહીં સિદ્ધો અને સંયતોને નમસ્કાર કરવામાં આવ્યા છે.
વૃત્તિકારે ‘સંત' શબ્દ વડે આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓનું ગ્રહણ કર્યું છે.'
ખારવેલનો શિલાલેખ કે જે ઈ.સ.પૂર્વે ૧૫રનો છે, તેમાં ‘નમો અરહંતાણં’, ‘નમો સન્ન સિધા—આ બે પદોને નમસ્કાર કરવામાં આવ્યા છે.”
આ રીતે નમસ્કાર મંગળની પરંપરાઓ જુદી-જુદી રહી છે. ૨. અર્થ અને ધર્મનું જ્ઞાન કરાવનાર તથ્યપૂર્ણ (અસ્થમાડું તન્ચ)
અહીં ‘Wધમ્મરું તજીં' તથા અધ્યયન ૨૮૧માં મોવડુિં તā–આ બન્નેમાં જરૂ'નો અર્થ જ્ઞાન હોવો જોઈએ.” આપ્ટેએ ‘’નો અર્થ જ્ઞાન કર્યો છે. ડૉ. હરમન જેકોબીએ ‘Tનો અર્થ મોક્ષ કર્યો છે તથા અર્થ, ધર્મ અને મોક્ષ–આ ત્રણેની ચર્ચા કરતાં તેઓ લખે છે-હું વિચારું છું કે “અસ્થમા વડે અર્થ, ધર્મ અને મોક્ષની ચર્ચા કરવામાં આવી છે. જો કે વૃત્તિકાર ‘ગતિ’નો અર્થ જ્ઞાન કરે છે. ‘માર્થ-ધોલ–આ ઉક્તિવિશેષમાંથી કામને કાઢી નાખવામાં આવેલ છે, કેમકે સાધુઓ માટે કામ વર્જનીય છે. - ૨૮માં અધ્યયન પરથી એ સ્પષ્ટ થાય છે કે “'નો અર્થ મોક્ષ નથી. ‘અર્થ’ શબ્દના અનેક અર્થ છે. અહીં તેનો પ્રયોગ પદાર્થ, સાધ્ય કે લક્ષ્ય માટે કરવામાં આવેલો જણાય છે. આ રીતે મોક્ષ અને ધર્મ—બે પુરુષાર્થની ચર્ચા પ્રાસંગિક છે. ‘ત્થધHIણુ'નું તાત્પર્ય થશે-પદાર્થ, સાધ્યભૂત મોક્ષ અને સાધનભૂત ધર્મનું જ્ઞાન.
‘તવં’ શબ્દ યથાર્થવાદનો દ્યોતક છે. દર્શન-જગતમાં બે ધારાઓ છે–એક પ્રત્યયવાદની, બીજી યથાર્થવાદની. પ્રત્યયવાદ ચેતનાના અસ્તિત્વને મૂળ માનીને પદાર્થને માત્ર તે જ ચેતનાના પ્રત્યયરૂપ બતાવે છે, જ્યારે યથાર્થવાદ પ્રત્યેક પદાર્થનું વસ્તુનિષ્ઠ અસ્તિત્વ નિરૂપિત કરે છે, ‘તન્વે’ તથ્ય કે યથાર્થ નિરૂપણનો સંકેત છે. તેનાથી યથાર્થવાદ ફલિત થાય છે.
જૈન દર્શન પદાર્થની સત્તાને યથાર્થ માને છે. ‘સ્થધમ્મરું તવંનું તાત્પર્ય થશેયથાર્થવાદ, જ્યાં અર્થ (પદાર્થ) અને ધર્મનું નિરૂપણ છે.
૨૮૧માં ‘મોવરમાડું તન્વે’નું તાત્પર્ય થશે–ચથાર્થવાદ, જયાં મોક્ષમાર્ગનું નિરૂપણ છે.
१. बृहद्वृत्ति, पत्र ४७२ : संयतेभ्यश्च' सकलसावधव्यापारो
परतेभ्यः आचार्योपाध्यायसर्वसाधुभ्यः इति यावत् । ૨. પ્રાચીન ભારતીય અભિલેખ, દ્વિતીય ખંડ, પૃષ્ઠ ૨૬. ૩. એ જ રીતે ૩૦માં તથા ૩૫મા અધ્યયનનું નામ ક્રમશઃ
“તવાણું અને ‘ ITH ITI છે. ૪. આપે સંસ્કૃત-ઈગ્લિશ ડિક્સનરી.
4. S. B. E. Vol. XLV P. 100 footnote. Attha
dhammagaim arthadharmagati. I think this equal to artha dharma moksha, though the Commentators offer a different explanation by making 'gati' mean 'gnana'. The phrase is derived from the typical expression kamartha dharmamoksha by leaving out kama, which of course could not be admitted by ascetics.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org