Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સંજયીય
૪૫૫
અધ્યયન ૧૮: શ્લોક ૪૫
‘યં પુOUTયે સોશ્વા' (૩૪મો શ્લોક)થી ‘તહેવુ તવં ક્વિા (૫૦મો શ્લોકો સુધી ૧૭ શ્લોકો થાય છે. તેમાં ‘મિ નમે; ડા' તથા ‘રવંડ્ર તિસુ શ્લોકોની વ્યાખ્યા બૃહવૃત્તિમાં નથી. બંને શ્લોકોને પ્રક્ષિપ્ત માનવાથી “શ મૂત્રળિ'ની વાત બેસતી નથી અને ‘વંડૂ ઉતાસુને પ્રક્ષિપ્ત માનવાનું યુક્તિયુક્ત જણાતું નથી. કેમકે “નમ નડ઼ ગપ્પા' આની તો પુનરાવૃત્તિ થઈ છે અને ‘સર્જરૃ કરતા સુ'આ શ્લોક પહેલી વાર આવ્યો છે. આથી ‘નમી નમેરૂ ગપ્પા'ને જ પ્રક્ષિત માનવો જોઈએ.'
૨૮. (શ્લોક ૪૫)
મુનિના ત્રણ પ્રકાર હોય છે– ૧. સ્વયં-બુદ્ધ-જે સ્વયં બોધિ પ્રાપ્ત કરે છે. ૨. પ્રત્યેક-બુદ્ધ-જે કોઈ એક નિમિત્તથી બોધિ પ્રાપ્ત કરે છે. ૩. બુદ્ધ-બોધિત– જે ગુરૂના ઉપદેશથી બોધિ પ્રાપ્ત કરે છે. પ્રત્યેક બુદ્ધ એકાકી-વિહાર કરે છે. તેઓ ગચ્છવાસમાં નથી રહેતા પ્રસ્તુત શ્લોકમાં ચાર પ્રત્યેક-બુદ્ધોનો ઉલ્લેખ છે૧. કરકંડુ– કલિંગનો રાજા. ૨. દ્વિમુખ– પંચાલનો રાજા. ૩. નમિ– વિદેહનો રાજા. ૪. નગ્નતિ- ગાંધારનો રાજા.
આ બધાનું વિસ્તૃત વર્ણન ટીકામાં મળે છે. આ ચારેય પ્રત્યેક-બુદ્ધિો એકીસાથે, એક જ સમયમાં દેવલોકમાંથી યુત થયા, એક સાથે પ્રવ્રજિત થયા, એક જ સમયે બુદ્ધ થયા, એક જ સમયમાં કેવળી બન્યા અને એક સાથે જ સિદ્ધ થયા."
કરકંડ ઘરડા બળદને જોઈ પ્રતિબુદ્ધ થયો. દ્વિમુખ ઈન્દ્રધ્વજને જોઈ પ્રતિબુદ્ધ થયો. નમિ એક કંકણની નીરવતા જોઈને પ્રતિબદ્ધ થયો. નગ્ગતિ મંજરીરહિત આમ્રવૃક્ષ જોઈને પ્રતિબદ્ધ થયો."
બૌદ્ધ ગ્રંથોમાં પણ આ ચાર પ્રત્યેક-બુદ્ધોનો ઉલ્લેખ મળે છે. પરંતુ તેમનાં જીવન-ચરિત્ર તથા બોધિપ્રાપ્તિનાં નિમિત્તોના ઉલ્લેખમાં ભિન્નતા છે.
ચારે પ્રત્યેક બુદ્ધોનાં જીવન-વૃત્ત આ પ્રમાણે છે૧. કરકંડુ
ચંપા નગરીમાં દધિવાહન નામે રાજા રાજય કરતો હતો. તેની રાણીનું નામ પદ્માવતી હતું. તે ગણતંત્રના અધિનેતા મહારાજ ચેટકની પુત્રી હતી.
૧. સૂરવૃત્તિ, પત્ર ૪૪૭-૪૪૮. ૨. પ્રવચનસારો દ્વાર, જાથા બર-૯૨૮ ! ૩. સુવવધા, પત્ર ૨૩-૨૪, ४. उत्तराध्ययन नियुक्ति, गाथा २७० ।
૫. સુવા , પત્ર રૂરૂ:
वसहे य इन्दकेऊ, वलए अम्बे य पुष्फिए बोही।
करकंडु दुम्मुहस्स, नमिस्स गन्धाररन्नो य। ૬. કુમાર નાતા(. ૪૦૮).
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org