Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઇષકારીય
૩૭૧
અધ્યયન ૧૪: શ્લોક ૧૫-૨૧
१५. इमं च मे अस्थि इमं च नत्थि इदं च मेऽस्ति इदं च नास्ति
इमं च मे किच्च इमं अकिच्चं। इदं च मे कृत्यमिदमकृत्यम् । तं एवमेवं लालप्पमाणं तमेवमेवं लालप्यमानं हरा हरंति त्ति कहं पमाए ? | हरा हरन्तीति कथं प्रमादः?||
૧૫.આ મારી પાસે છે અને આ નથી, આ મારે કરવું છે
અને આ કરવું નથી–આ રીતે નિરર્થક બકવાસ કરતા પુરુષને ઉપાડી લેનાર કાળ" ઉપાડી લે છે. આવી સ્થિતિમાં પ્રમાદ કેવી રીતે કરાય ?'
१६. धणं पभूयं सह इत्थियाहिं धनं प्रभूतं सह स्त्रीभिः
सयणा तहा कामगुणा पगामा। स्वजनास्तथा कामगुणाः प्रकामाः । तवं कए तप्पड़ जस्स लोगो तपः कृते तप्यति यस्य लोक: तं सव्व साहीणमिहेव तुब्भं ॥ तत् सर्वं स्वाधीनमिहैव युवयोः ।
૧૬ ‘જેના માટે લોકો તપ કર્યા કરે છે તે સર્વ કંઈ–પ્રચુર
ધન, સ્ત્રીઓ, સ્વજનો અને ઈન્દ્રિયોના વિષયો તમને અહીં જ મળેલા છે પછી શા માટે તમે શ્રમણ થવા ઈચ્છો છો?'–પિતાએ કહ્યું.
१७.धणेण किं धम्मधुराहिगारे धनेन किं धर्मधुराधिकारे
सयणेण वा कामगुणेहि चेव। स्वजनेन वा कामगुणैश्चैव। समणा भविस्सामु गुणोहधारी श्रमणौ भविष्यावो गुणौघधारिणी बहिविहारा अभिगम्म भिक्खं॥ बहिर्विहारावभिगम्य भिक्षाम् ।।
૧૭.પુત્રો બોલ્યા–પિતાજી ! જયાં ધર્મની ધુરાને વહન
કરવાનો અધિકાર છે ત્યાં ધન, સ્વજન અને ઈન્દ્રિયવિષયોનું શું પ્રયોજન છે ? કંઈ પણ નહિ. અમે ગુણસમૂહથી સંપન્ન શ્રમણ બનીશું, પ્રતિબંધ-મુક્ત બનીને ગામો અને નગરોમાં વિહાર કરનારા તથા ભિક્ષા લઈને જીવન ચલાવનારા.19
१८. जहा य अग्गी अरणीउसंतो यथा चाग्निररणितोऽसन्
खीरे घयं तेल्ल महातिलेसु । क्षीरे घृतं तैलं महातिलेषु । एमेव जाया ! सरीरंसि सत्ता एवमेव जातौ ! शरीरे सत्त्वाः संमुच्छई नासइ नावचिढे ॥ संमूर्च्छन्ति नश्यन्ति नावतिष्ठन्ते ॥
૧૮ પુત્રો ! જે રીતે અરણીમાં અવિદ્યમાન અગ્નિ પેદા
થાય છે, દૂધમાં ઘી અને તલમાં તેલ પેદા થાય છે, તેવી જ રીતે શરીરમાં જીવો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. શરીરનો નાશ થઈ જતાં તેમનું અસ્તિત્વ રહેતું નથી.'–પિતાએ કહ્યું. ૧૮
૨૬. નો ચોફા પુત્તમવા નો ન્દ્રિયગ્રાહ્યોડમૂર્તમાંવત્
अमुत्तभावा वि य होइ निच्चो। अमूर्तभावादपि च भवति नित्यः । अज्झत्थहेउं निययस्स बंधो अध्यात्महेतुर्नियतोऽस्य बन्धः संसारहेउं च वयंति बंधं ॥ संसारहेतुं च वदन्ति बन्धम् ॥
૧૯.કુમારો બોલ્યા-પિતાજી ! આત્મા અમૂર્ત છે એટલા
માટે તેને ઈન્દ્રિયો વડે જાણી શકાય નહિ. તે અમૂર્ત છે. એટલા માટે નિત્ય છે. એ નિશ્ચિત છે કે આત્માના આંતરિક દોષો જ તેના બંધનના હેતુ છે અને બંધન જ સંસારનો હેતુ છે. –આમ કહ્યું છે. ૧૯
२०. जहा वयं धम्ममजाणमाणा यथाऽवां धर्ममजानानौ पावं पुरा कम्ममकासि मोहा। पापं पुरा कर्माकार्ब मोहात् ।
ओरुज्झमाणा परिरक्खियंता अवरुध्यमानौ परिरक्ष्यमाणौ तं नेव भुज्जो वि समायरामो॥ तन्नैव भूयोऽपि समाचरावः ।।
૨૦. “અમે ધર્મને જાણતા ન હતા ત્યાં સુધી ઘરમાં રહ્યા,
અમારું લાલન-પાલન થતું રહ્યું અને મોહવશ અમે પાપ-કર્મોનું આચરણ કર્યું. પરંતુ હવે પછી પાપ-કર્મોનું આચરણ કરીશું નહિ.'
२१. अब्भाहयंमि लोगंमि अभ्याहते लोके
सव्वओ परिवारिए । सर्वतः परिवारिते। अमोहाहिं पडतीहिं अमोघाभिः पतन्तीभिः गिहंसि न रइं लभे ॥ गृहे न रति लभावहे ।।
૨૧. “આ લોક પીડિત થઈ રહ્યો છે, ચારે તરફથી ઘેરાઈ
ગયેલો છે, અમોઘા આવી રહી છે. આવી સ્થિતિમાં અમને સુખ મળતું નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org