Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઇષકારીય
૩૭૯
અધ્યયન ૧૪: શ્લોક ૧૨ ટિ ૧૧-૧૩
ઋતિકારો અનુસાર પિતૃ-ઋણ સંતાનોત્પત્તિ દ્વારા, ઋષિઋણ સ્વાધ્યાય દ્વારા અને દેવ-ઋણ યજ્ઞયાગાદિ દ્વારા ચૂકવી શકાય છે.
મહાભારત (શાંતિપર્વ, મોક્ષધર્મ, અધ્યાય ૨૭૭)માં એક બ્રાહ્મણ અને તેના મેધાવી નામે પુત્રનો સંવાદ છે. પિતા મોક્ષધર્મમાં અકુશળ અને પુત્ર મોક્ષ-ધર્મમાં વિચક્ષણ હતો. તેણે પિતાને પૂછ્યું–‘તાત ! મનુષ્યોનું આયુષ્ય તીવ્ર ગતિએ વીતી જઈ રહ્યું છે. આ વાતને સારી રીતે જાણનાર ધીર પુરુષ કયા ધર્મનું અનુષ્ઠાન કરે ? પિતાજી ! આ બધું ક્રમથી અને યથાર્થ રૂપે મને આપ બતાવો જેથી કરી હું પણ તે ધર્મનું આચરણ કરી શકે.'
પિતાએ કહ્યું- બેટા ! બ્રાહ્મણે પહેલાં બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વેદોનું અધ્યયન કરવું જોઈએ, પછી પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી પુત્રોત્પાદનની ઈચ્છા કરવી જોઈએ. ત્યાં વિધિપૂર્વક અગ્નિઓની સ્થાપના કરીને તેમાં વિધિવત અગ્નિહોત્ર કરવો જોઈએ. આ રીતે યજ્ઞ-કર્મનું સંપાદન કરીને વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશી મુનિ-વૃત્તિથી રહેવાની ઈચ્છા કરવી જોઈએ.’
સ્મૃતિ ગ્રંથોમાં બ્રાહ્મણોને ભોજન કરાવવાનું વિધાન વારંવાર મળે છે." ૧૧. સતત અને પરિત થઈ રહ્યો હતો (સંતભાવં પરિતUITor)
સંતHભાવ અને પરિતમાન–આ બે વચ્ચે કાર્ય-કારણનો સંબંધ છે. જેનો ભાવ (અંતઃકરણ) સંતપ્ત રહે છે, તે પરિતપ્યમાન બની જાય છે. આ શોકનો આવેશ શરીરમાં દાહ ઉત્પન્ન કરવાનું કારણ બને છે. જે વ્યક્તિ દાહ વડે ચારે બાજુથી પરિત બને
૧૨. અતિશય (વહુ વહું વ)
ચૂર્ણિમાં બહુધાનો અર્થફરી ફરી અને બહુનો અર્થ બહુ પ્રકારે–છે. વૃત્તિમાં બહુધાનો અર્થ અનેક પ્રકારનું અને બહુનો અર્થ–પ્રચુર છે.*
૧૩. અંધકારમય નરક (તાં તમેvi)
વૃત્તિકારે ‘તમ'નો અર્થ નરક અને ‘તમેન'નો અર્થ અજ્ઞાન વડે કર્યો છે. ‘તમંતન'ને એક શબ્દ તથા સપ્તમીના સ્થાને તૃતીયા વિભક્તિ માનવામાં આવે તો તેનો વૈકલ્પિક અર્થ થશે–અંધકાર કરતાં પણ જે અતિ સઘન અંધકારમય છે તેવાં રૌરવ વગેરે નરકો.૧ ૧૪. (નાયા ૨ પુના....)
મનુસ્મૃતિ વગેરેમાં ‘પુત્રસ્ય તિ નતિ’, ‘મનપત્યસ્થ તો ન સતિ', “પુખ નાતે તો? –ઈત્યાદિ સૂક્તિઓ મળે છે. ભગવાન મહાવીરે કહ્યું છે-માતા, પિતા, પુત્ર, ભાર્યા વગેરે કોઈ ત્રાણ-રક્ષણકર્તા થઈ શકતા નથી. સ્વર્ગ કે નરકની પ્રાપ્તિમાં વ્યક્તિનો પોતાનો પુરુષાર્થ જ કામ આવે છે. પુત્રોત્પત્તિથી જ જો સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો ભલા કોણ ધર્મનું આચરણ કરશે ?
૧. મનુસ્મૃતિ, રૂ , ૧૮૬, ૨૮૭ २. बृहद्वृत्ति, पत्र ३९९ : समिति-समन्तात् तप्त इव तप्तः
अनिर्वृतत्वेन भाव:-अन्त:करणमस्येति संतप्तभावः तम्, अत एव च परितप्यमान-समन्ताद् दह्यमानम्, अर्थात् शरीरे दाहस्यापि शोकावेशत उत्पत्तेः।
૩. ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૨૨૩ . ४. बृहद्वृत्ति, पत्र ४०० ।। ५. बृहद्वृत्ति, पत्र ४०० : तमोरूपत्वात् तमो-नरकस्तत्तमसा
अज्ञानेन यद् वा तमसोऽपि यत्तमस्तस्मिन् अतिरौद्रे रौरवादिनरके।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org