Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
આમુખ
આ અધ્યયનમાં પાપ-શ્રમણના સ્વરૂપનું નિરૂપણ છે, એટલા માટે તેને “પવિમન્નિ ’–‘પાપ-શ્રમણીય’ કહેવામાં આવ્યું
શ્રમણ બે પ્રકારના હોય છે–શ્રેષ્ઠ-શ્રમણ અને પાપ-શ્રમણ. જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય—આ પાંચ આચારોનું પાલન કરે છે તે શ્રેષ્ઠ-શ્રમણ છે. તેનાં લક્ષણ પંદરમા અધ્યયનમાં બતાવવામાં આવ્યા છે. જે જ્ઞાન વગેરે આચારોનું સમ્યફ પાલન નથી કરતો, આ અધ્યયનમાં વર્ણવેલાં અકરણીય કાર્યોનું આચરણ કરે છે, તે પાપ-શ્રમણ હોય છે.'
જે પ્રવજયા ગ્રહણ કરી સુખશીલ બની જાય છે– સદત્તા fણવંતો સિયતત્તાપ વિહરતસિંહની માફક નિષ્ક્રાંત થવા છતાં પણ શિયાળની માફક પ્રવ્રયાનું પાલન કરે છે, તે પાપ-શ્રમણ હોય છે. (શ્લોક ૧)
જે ખાઈ-પીને સૂઈ જાય છે, તે પાપ-શ્રમણ હોય છે. જૈન પરંપરામાં એવી સર્ગિક મર્યાદા રહેલી છે કે મુનિ દિવસે ને સૂવે. તેના કેટલાક અપવાદો પણ છે. જે મુનિ વિહારથી થાકી ગયો હોય, વૃદ્ધ થઈ ગયો હોય, રોગી હોય તે મુનિ આચાર્યની આજ્ઞા લઈને દિવસે પણ સૂઈ શકે છે, અન્યથા નહિ.
આયુર્વેદના ગ્રંથોમાં સૂવાનું વિધાન આ પ્રમાણે છે–નિદ્રા લેવા માટે ઉપયુક્ત કાળ રાત છે. જો રાતમાં પૂરી ઊંઘ ન આવે તો પ્રાત:કાળે ભોજન પહેલાં સૂવું. રાતમાં જાગવાથી રુક્ષતા અને દિવસમાં પથારીમાં સૂઈને ઊંઘવાથી સ્નિગ્ધતા પેદા થાય છે. પરંતુ દિવસમાં બેઠાં-બેઠાં ઊંઘ લેવાથી ન રુક્ષતા પેદા થાય છે કે ન સ્નિગ્ધતા. તે સ્વાથ્ય માટે લાભપ્રદ છે.
જે મુનિ આચાર્ય અને ઉપાધ્યાયનો પ્રત્યેનીક હોય છે, પાપોથી ડરતો નથી, કલહની ઉદીરણા કરે છે, ચંચળ હોય છે, રસગૃદ્ધ હોય છે, તપ કર્મ નથી કરતો, ગણ અને ગણીને છોડી દે છે, તે પાપ-શ્રમણ છે.
આ અધ્યયનમાંશ્લોક ૧-૪માં જ્ઞાન-આચારની નિરપેક્ષતાનું વર્ણન છે. શ્લોક પમાં દર્શન-આચારની નિરપેક્ષતાનું વર્ણન છે. શ્લોક ૬-૧૪માં ચરિત્ર-આચારની નિરપેક્ષતાનું વર્ણન છે. શ્લોક ૧૫-૧૬માં તપ-આચારની નિરપેક્ષતાનું વર્ણન છે. શ્લોક ૧૭-૧૮માં વીર્ય-આચારની નિરપેક્ષતાનું વર્ણન છે.
१. उत्तराध्ययन नियुक्ति, गाथा ३९० : जे भावा अकरणिज्जा, इहमज्झयणंमि वनिअजिणेहिं ।
ते भावे सेवंतो, नायव्वो पावसमणोति ॥ २. ओघनियुक्ति, गाथा ४१९: अद्धाण परिस्संतो, गिलाण वुड्डो अणुन्नवेत्ताणं ।
संथारुत्तरपट्टो, अत्थरण निवज्जणा लोगं । 3. अष्टांगहृदय सूत्रस्थान ७।५५, ६५ : यथाकाल मतो निद्रां, रात्रौ सेवेत सात्मतः ।
असात्म्याद् जागरादध, प्रातः स्वप्यादभुक्तवान् । रात्रौ जागरणं रुक्षं, स्निग्धं प्रस्वपनं दिवा । अरूक्षमनभिस्यन्दि, त्वासीनप्रचलायितम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org