Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
પાપ-શ્રમણીય
૪૩૧
અધ્યયન ૧૭: શ્લોક ૭-૧૦ટિ ૬-૧૧
૬. આસન (નિસેન્ન)
વૃત્તિકારે નિષદ્યાનો અર્થ સ્વાધ્યાયભૂમિ વગેરે કર્યો છે. પ્રાચીનકાળમાં સ્વાધ્યાય માટે એકાંતસ્થાનનો ઉપયોગ કરવામાં આવતો હતો, તે મુનિઓનું સમાધિસ્થળ રહેતું, તેને નિષદ્યા તરીકે ઓળખવામાં આવતું. આજ-કાલ પ્રચલિત ‘સિદિમા' શબ્દ પણ તેનો જ દ્યોતક છે. પરંતુ અહીં નિષદ્યાનો અર્થ આસન જ પ્રાસંગિક છે. સંસ્તાર, ફલક, પીઠ, પાદકંબલ–આ પદોની સાથે નિષદ્યાનો પ્રયોગ આસનવાચી જ હોવો જોઈએ. જુઓ-અધ્યયન રમાં નિષઘા પરિષદનું ટિપ્પણ. ૭. પ્રમાર્જન કર્યા વિના (તથા જોયા વિના) (પ્રજ્ઞાથે)
‘પ્રમાર્જન’ અને ‘પ્રતિલેખન આ બંને સંબંધિત કાર્યો છે, એટલા માટે જ્યાં પ્રમાર્જનનું વિધાન હોય ત્યાં પ્રતિલેખનનું વિધાન જાતે જ સમજી લેવું જોઈએ.
૮. ( વવર્સ ચર)
સરખાવો–દસઆલિય, પાલી૧૪. ૯. પ્રાણીઓને ઓળંગીને (છંદ)
વૃત્તિકારે આનો મુખ્ય અર્થ બાળક વગેરેને ઓળંગીને જવું એવો કર્યો છે. વૈકલ્પિક રૂપે તેમણે વાછડો, ડિંભ વગેરેનું ઉલ્લંઘન કરવું તેવો અર્થ પણ કર્યો છે. દશવૈકાલિકમાં મુનિ માટે ઘેટું, બાળક, કૂતરું અને વાછડું-આ ચારેને ઓળંગીને કે ખસેડીને પ્રવેશ કરવાનો નિષેધ છે."
૧૦. જે ગુરુનો તિરસ્કાર કરે છે (જુરિબાવ)
જે ગુરુ સાથે વિવાદ કરે છે અથવા ગુરુ વડે કોઈ કાર્ય માટે પ્રેરિત કરવામાં આવે ત્યારે “આપ જ આ કામ કરો, આપે જ અમને એવું શીખવાડ્યું હતું અને આજ આપ જ એમાં દોષો કાઢો છો આથી તે આપનો જ દોષ છે. અમારો નહિ–આ રીતે અસભ્ય વચનો વડે જે તેમને અપમાનિત કરે છે, તેને ‘ગુરુપરિભાવક' કહેવામાં આવે છે..
૧૧. (શ્લોક ૯, ૧૦) - જુઓ–ઉત્તરણાણિ, ૨૬/૨૯, ૩૦.
१. बृहद्वृत्ति, पत्र ४३४ : निषधां-स्वाध्यायभूम्यादिकां यत्र
निषद्यते। ૨. નૈનેન્દ્ર સ્રોશ, મા૨, પૃષ્ઠ ૬૨૭૫ उ. बृहद्वृत्ति, पत्र ४३४ : 'अप्रमृज्य' रजोहरणादिनाऽसंशोध्य
उपलक्षणत्वादप्रत्युपेक्ष्य च। ४. बृहद्वृत्ति, पत्र ४३४ : उल्लंघनश्च बालादीनामुचित
प्रतिपत्त्यकरणतोऽधःकर्ता। ૫. એજન, પન્ન કરૂ૪ : સર્જયન વીમારીનામા
૬. સર્વાનિય, ૫ / ૨૨:
एलगं दारगं साणं, वच्छगं वावि कोट्टए।
उल्लंघिया न पविसे, विऊहित्ताण व संजए॥ ૭. વૃ ત્તપત્ર ૪૩૪: ગુરુપરિમાવ:....મુ મત?–
असम्यक्प्रत्युपेक्षमाणोऽन्यद्वा वितथमाचरन् गुरुभिचोदितस्तानेव विवदतेऽभिभवति वाऽसभ्यवचनैः, यथास्वयमेव प्रत्युपेक्षध्वं, युष्माभिरेव वयमित्थं शिक्षितास्ततो युष्माकमेवैष दोष इत्यादि।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org