Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરાયણાણિ
૪૦૬
અધ્યયન ૧૬ : આમુખ
આસન ઉપર બેસવું, ચક્ષુ-ગૃદ્ધિ, શબ્દ-ગૃદ્ધિ, પૂર્વ-કીડાનું સ્મરણ, સરસ આહાર, અતિ માત્રામાં આહાર, વિભૂષણ, ઈન્દ્રિયવિષયોની આસક્તિ–આ બધાં બ્રહ્મચર્યની સાધનામાં વિનો છે. એટલા માટે તેમના નિવારણને બ્રહ્મચર્ય-સમાધિ-સ્થાન' અથવા “બ્રહ્મચર્ય-ગુપ્તિ' કહેવામાં આવેલ છે.
બ્રહ્મચર્યનો અર્થ બસ્તિ-નિગ્રહ છે. તે પાંચ ઈન્દ્રિયો તથા મનના સંયમ વિના પ્રાપ્ત થતો નથી. એટલા માટે તેનો અર્થ ‘સર્વેન્દ્રિય-સંયમ છે. આ સમાધિ-સ્થાનો ઈન્દ્રિય-સંયમનાં જ સ્થાનો છે :
સ્પર્શન-ઈન્દ્રિય-સંયમ માટે સહ-શયનાસન અને એક આસન ઉપર બેસવું વર્જિત છે. રસન-ઈન્દ્રિય સંયમ માટે સરસ અને અતિ માત્રામાં આહાર કરવાનું વર્જિત છે. પ્રાણ-ઈન્દ્રિય-સંયમ માટે કોઈ અલગ વિભાગ નિર્દિષ્ટ નથી. ચક્ષુ-ઈન્દ્રિય-સંયમ માટે સ્ત્રી-દેહ તથા તેના હાવ-ભાવોનું નિરીક્ષણ વર્જિત છે. શ્રોત્ર-ઈન્દ્રિય સંયમ માટે હાસ્ય-વિલાસપૂર્ણ શબ્દોનું સાંભળવું વર્જિત છે. માનસિક-સંયમ માટે કામ-કથા, પૂર્વ-ક્રીડાનું સ્મરણ અને શરીર-શણગાર વર્જિત છે. દસમું સ્થાન ઈન્દ્રિય-સંયમનું સંકલિત રૂપ છે. મૂલાચારમાં શીલ-વિરાધના (અબ્રહ્મચર્ય)નાં દસ કારણો બતાવવામાં આવ્યા છે – ૧. સ્ત્રી-સંસર્ગ–સ્ત્રીઓ સાથે સંસર્ગ કરવો. ૨. પ્રણીત-રસ-ભોજન–અત્યંત ગૃદ્ધિપૂર્વક પાંચે ઈન્દ્રિયોના વિકારને વધારનાર આહાર લેવો. ૩. ગંધમાલ્ય-સંસ્પર્શ–સુગંધિત દ્રવ્યો તથા પુષ્પો વડે શરીરને શણગારવું. ૪. શયનાસન–શયન અને આસનમાં વૃદ્ધિ રાખવી. ૫. ભૂષણ-શરીર શણગારવું. ૬. ગીત-વાદ્ય-નાટ્ય, ગીત વગેરેની અભિલાષા કરવી. ૭. અર્થ-સંપ્રયોજન–સોનું વગેરેનો વ્યવહાર કરવો. ૮. કુશીલ-સંસર્ગ–કુશીલ વ્યક્તિઓનો સંસર્ગ કરવો. ૯. રાજ-સેવા-વિષયોની પૂર્તિ માટે રાજાની પ્રશંસા અને ચાકરી કરવી. ૧૦. રાત્રિ-સંચરણ–વિના પ્રયોજન રાતમાં આમ-તેમ ફરવું. દિગંબર વિદ્વાન પંડિત આશાધરજીએ બ્રહ્મચર્યના દસ નિયમોને નીચેના સ્વરૂપમાં મૂક્યા છે?— ૧, મા દ્રિાં પિપાસ સુદ્રશા—બ્રહ્મચારી રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના રસોનું પાન કરવાની ઈચ્છા ન કરે. ૨. મા વક્તિમોક્ષ થાતે એવું કાર્ય ન કરે જેનાથી લિંગ-વિકાર થાય. ૩. વૃષ્ય ના મતે કામોદ્દીપક આહાર ન કરે.
१. मूलाचार ११।१३, १४ : इत्थीसंसग्गी पणीदरसभोयणं गंधमल्लसंठप्पं ।
सयणासणभूसणयं, छटुं पुण गीयवाइयं चेव ॥ अत्थस्स संपओगो, कुसीलसंसग्गि रायसेवा य ।
रत्ति वि य संयरणं, दस सील-विराहणा भणिया ॥ २. अनगारधर्मामृत ४।६१: मा रूपादिरसं पिपास सुदृशां मा वस्तिमोक्षं कृथा,
वृष्यं स्त्रीशयनादिकं च भज मा मा दा वरांगे दृशम् । मा स्त्री सत्कुरु मा च संस्कुरु रतं वृत्तं स्मरस्मार्य मा, वय॑न्मेच्छ जुषस्व मेष्टविषयनान् द्विःपञ्चधा ब्रह्मणे॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org